AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Joe Biden Warns China: અમેરિકન પ્રમુખ ચીન પર ભડકયા, ડ્રેગનને સાવચેત રહેવાની ચેતવણી આપી

છેલ્લા કેટલાક મહિનામાં રશિયા અને ચીન વચ્ચે વધી રહેલી નિકટતા અમેરિકાને પચતી નથી. આ જ કારણ છે કે તેઓ હવે ચીનને તેની અર્થવ્યવસ્થાની યાદ અપાવી રહ્યા છે. યુક્રેન સામેના યુદ્ધમાં ચીનનો ઝુકાવ રશિયા તરફ જોવા મળી રહ્યો છે.

Joe Biden Warns China: અમેરિકન પ્રમુખ ચીન પર ભડકયા, ડ્રેગનને સાવચેત રહેવાની ચેતવણી આપી
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2023 | 9:54 AM
Share

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાતને લઈને સાવચેત રહેવાની ચેતવણી આપી છે. બાયડેને કહ્યું કે પુતિનને ખબર હોવી જોઇએ કે બેઇજિંગની અર્થવ્યવસ્થા પશ્ચિમના રોકાણ પર આધારિત છે. અમેરિકી રાષ્ટ્રપતિએ આ ચેતવણી એવા સમયે આપી છે, જ્યારે ચીન અને અમેરિકા તાઈવાન સહિત અનેક મુદ્દાઓ પર વિવાદમાં છે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

સીએનએનના અહેવાલ મુજબ, બાયડેને કહ્યું, આ કોઈ ખતરો નથી અને તે એક અવલોકન છે. રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો, ત્યારથી લગભગ 600 કંપનીઓ ત્યાંથી નીકળી ગઈ છે. તમે અમને કહ્યું કે ચીનની અર્થવ્યવસ્થા યુરોપ અને અમેરિકાના રોકાણ પર નિર્ભર છે. સાવધાન રહો, સાવચેત રહો.

વાસ્તવમાં, રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે માર્ચમાં મુલાકાત થઈ હતી. પુતિન અને જિનપિંગ વચ્ચેની આ મુલાકાત બાદ ઘણા પશ્ચિમી દેશો દ્વારા તેની ટીકા પણ કરવામાં આવી હતી. બંનેની મુલાકાત બાદ પણ યુક્રેન યુદ્ધ પર કોઈ પણ પ્રકારના રાજકીય સંકેત નથી. આ ઉપરાંત આ સપ્તાહની શરૂઆતમાં વર્ચ્યુઅલ સમિટ પણ યોજાઈ હતી જેમાં બંને નેતાઓએ ભાગ લીધો હતો.

‘ચીને મારી વાત ધ્યાનથી સાંભળી, દલીલ કરી નહીં’

અમેરિકી રાષ્ટ્રપતિને જ્યારે પૂછવામાં આવ્યું કે જિનપિંગ પર તેમની ચેતવણીની શું અસર થઈ? બાયડેને કહ્યું કે તેણે મારી વાત ધ્યાનથી સાંભળી અને દલીલ કરી નહીં. જો તમે જુઓ તો ચીનનો રશિયા તરફ સંપૂર્ણપણે ઝુકાવ નથી. તેથી મને લાગે છે કે એક રસ્તો છે જેના દ્વારા આપણે તેના પર કામ કરી શકીએ.

બીજી તરફ અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેન હાલમાં બેઈજિંગની મુલાકાતે છે. જેમાં તેઓ બંને દેશો વચ્ચે સ્થિરતા લાવવા માટે કઠિન પડકારોનો સામનો કરી રહ્યા છે. બંને દેશો વચ્ચેની ખટાશના કારણે સંબંધો વધુ વણસી ગયા છે. જેના કારણે સંબંધો સુધારવામાં અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">