પુલિત્ઝર વિજેતા સના મટ્ટૂને એરપોર્ટ પર રોકવામાં આવી હોવાની માહિતી, અમેરિકાએ કહી આ મોટી વાત
મટ્ટૂએ મંગળવારે કહ્યું હતું કે પ્રતિષ્ઠિત પુરસ્કાર મેળવવા માટે તેમને દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI) એરપોર્ટ પર યુએસ જવાથી રોકવામાં આવ્યા હતા.

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના એક અધિકારીએ કહ્યું છે કે તેઓ એવા અહેવાલોથી વાકેફ છે કે પુલિત્ઝર (Pulitzer)પુરસ્કાર વિજેતા કાશ્મીરી (J&k)પત્રકાર સના ઇર્શાદ મટ્ટૂને (Sana Irshad Mattoo)મુસાફરી કરવાથી રોકવામાં આવી છે. મટ્ટૂએ મંગળવારે કહ્યું હતું કે પ્રતિષ્ઠિત પુરસ્કાર મેળવવા માટે તેમને દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI) એરપોર્ટ પર યુએસ જવાથી રોકવામાં આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.
ભારતીય વિદેશ મંત્રાલયના નાયબ પ્રવક્તા વેદાંત પટેલે તેમની પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “અમે એવા અહેવાલોથી વાકેફ છીએ કે શ્રીમતી મટ્ટુને યુએસ પ્રવાસથી રોકવામાં આવી રહી છે અને અમે આ ઘટનાક્રમ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ.” “અમે પ્રેસની સ્વતંત્રતાને સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ છીએ અને, જેમ કે સેક્રેટરી ઓફ સ્ટેટ કહે છે, પ્રેસની સ્વતંત્રતાનું સન્માન અને લોકતાંત્રિક મૂલ્યો પ્રત્યેની સહિયારી પ્રતિબદ્ધતા એ યુએસ-ભારત સંબંધોનો પાયાનો પથ્થર છે,” તેમણે ઉમેર્યું હતું.
સના રોયટર્સની ટીમનો ભાગ હતી
સ્વતંત્ર ફોટો જર્નાલિસ્ટ મટ્ટૂ એ રોઇટર્સ ટીમનો ભાગ હતી. જેને ભારતમાં કોવિડ-19 રોગચાળાના કવરેજ માટે ફીચર ફોટોગ્રાફી કેટેગરીમાં પુલિત્ઝર પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. એક નિવેદનમાં, કમિટી ટુ પ્રોટેક્ટ જર્નાલિસ્ટ્સ (CPJ) એ ભારતીય સત્તાવાળાઓને વિનંતી કરી કે મટ્ટુને પુલિત્ઝર પુરસ્કાર સમારોહમાં હાજરી આપવા માટે યુએસ જવાની મંજૂરી આપે.
‘પત્રકારની મનમાની રોકવાનો નિર્ણય’
જર્મનીના ફ્રેન્કફર્ટમાં સીપીજેના એશિયા પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર બેહ લિહ યીએ જણાવ્યું હતું કે એવું કોઈ કારણ નથી કે જેના આધારે કાશ્મીરી પત્રકાર સના ઈરશાદ મટ્ટૂને વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. તેમણે કહ્યું, “આ નિર્ણય મનસ્વી અને અતિશય છે. ભારતીય સત્તાવાળાઓએ કાશ્મીરની પરિસ્થિતિને કવર કરી રહેલા પત્રકારો સામે તમામ પ્રકારની ઉત્પીડન અને ધાકધમકી તાત્કાલિક બંધ કરવી જોઈએ.”
ન્યુયોર્ક પુલિત્ઝર લેવા જઈ રહ્યો હતો
ફોટો જર્નાલિસ્ટ સના ઇર્શાદ મટ્ટુએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે તેને ‘કોઈપણ કારણ આપ્યા વિના’ ન્યૂયોર્ક જવાથી અટકાવવામાં આવી હતી. તેણે કહ્યું કે તે પુલિત્ઝર પ્રાઈઝ લેવા ન્યૂયોર્ક જઈ રહી હતી, પરંતુ તેને દિલ્હી એરપોર્ટના ઈમિગ્રેશન પર રોકી દેવામાં આવી. તેણે કહ્યું હતું કે તેની પાસે યુએસ વિઝા અને ટિકિટ પણ છે, તેમ છતાં તેને યુએસ જવાની મંજૂરી આપવામાં આવી ન હતી.