
અમેરિકાના પ્રેસિડેન્ટ Donald Trump દ્વારા આપેલી સમયમર્યાદા પૂર્ણ થાય તે પહેલાં જ, અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર હુમલાઓ તેજ કર્યા છે. આ હુમલાઓમાં ઈરાનના નાગરિક માળખાને નિશાન બનાવવામાં આવ્યું છે, જેના કારણે પરિસ્થિતિ વધુ તંગ બની રહી છે.
મધ્ય ઈરાનના કાશાન નજીક આવેલા યાહ્યાબાદ રેલવે પુલ પર થયેલા હુમલામાં બે લોકોના મોત થયા છે અને ત્રણ લોકો ઘાયલ થયા છે. સાથે જ કોમ નજીકના પુલ અને ઉત્તર-પશ્ચિમ ઈરાનમાં તબરીઝ-ઝાંજન હાઈવે પર પણ હુમલાઓ થયા હોવાનું જણાવાયું છે. કાઝવિન વિસ્તારમાં રેલ નેટવર્કને નુકસાન પહોંચ્યું છે, જેના કારણે પરિવહન વ્યવસ્થા પર અસર પડી છે.
ઈરાનના અનેક શહેરોમાં આ હુમલાઓ પછી વીજળી પુરવઠો ખોરવાઈ ગયો છે અને બ્લેકઆઉટ જેવી સ્થિતિ સર્જાઈ છે. મશહદ શહેરમાં ટ્રેન સેવાઓ તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવી છે. સ્થાનિક પ્રશાસને મુસાફરો માટે રોડ માર્ગના વિકલ્પોની વ્યવસ્થા શરૂ કરી છે. અગાઉથી જ ઇઝરાયલે ઈરાનના નાગરિકોને રેલવે અને ટ્રેન સેવાઓથી દૂર રહેવાની ચેતવણી આપી હતી.
#BREAKING
Hashtrud-Tabriz highway pic.twitter.com/ZIPa0khC6Q— Tehran Times (@TehranTimes79) April 7, 2026
આ ઉપરાંત, અમેરિકાએ ઈરાનના મહત્વપૂર્ણ તેલ નિકાસ કેન્દ્ર એવા ખાર્ગ ટાપુ પર પણ હુમલો કર્યો હોવાનું અહેવાલો સૂચવે છે. પર્સિયન ગલ્ફ વિસ્તારના રહેવાસીઓએ જોરદાર વિસ્ફોટના અવાજો સાંભળ્યાની પુષ્ટિ કરી છે. જોકે, નુકસાનનું સંપૂર્ણ મૂલ્યાંકન હજી સુધી સામે આવ્યું નથી.
ખાર્ગ ટાપુ ઈરાન માટે આર્થિક રીતે અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે દેશનું મોટાભાગનું ક્રૂડ તેલ અહીંથી નિકાસ થાય છે. અહીં નુકસાન થવાથી ઈરાનના આવક સ્ત્રોત પર ગંભીર અસર પડી શકે છે, જેના કારણે સરકાર માટે લશ્કરી તેમજ આંતરિક ખર્ચ સંભાળવો મુશ્કેલ બની શકે છે.
The U.S. military conducted strikes on military targets on Kharg island, U.S. official says
— Barak Ravid (@BarakRavid) April 7, 2026
આ પરિસ્થિતિ વચ્ચે Islamic Revolutionary Guard Corps (IRGC) એ કડક ચેતવણી આપી છે કે હવે તેની કાર્યવાહી પ્રદેશની બહાર પણ ફેલાઈ શકે છે. IRGCએ જણાવ્યું છે કે અત્યાર સુધી તેણે સંયમ રાખ્યો હતો, પરંતુ હવે તે અમેરિકા અને તેના સાથી દેશોના માળખાને નિશાન બનાવી શકે છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે જો તેની લાલ રેખા પાર કરવામાં આવશે, તો તેનો જવાબ વધુ વ્યાપક અને કડક હોઈ શકે છે.
મોટા યુદ્ધના ભણકારા..! જગત જમાદાર ટ્રમ્પે આપી દીધી ધમકી