AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Americaએ રશિયા પર લગાવ્યો પ્રતિબંધ, પોતાના નાગરિકોને તાત્કાલિક રશિયા છોડવાનું કહ્યું

રશિયાએ (Russia) યુક્રેનના (Ukraine) ચાર પ્રદેશોને જોડવાની જાહેરાત કરી છે. આ પછી અમેરિકાએ મોસ્કો પર નવા પ્રતિબંધોની જાહેરાત કરી છે. USA સેંકડો રશિયન નાગરિકો, કંપનીઓ અને લશ્કરી ઔદ્યોગિક સંસ્થાઓ પર પ્રતિબંધ મૂક્યો છે.

Americaએ રશિયા પર લગાવ્યો પ્રતિબંધ, પોતાના નાગરિકોને તાત્કાલિક રશિયા છોડવાનું કહ્યું
America imposed sanctions on Russia, asked its citizens to leave Russia immediately
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2022 | 8:14 AM
Share

દુનિયાની પરવા કર્યા વગર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને (Vladimir Putin) યુક્રેનના કબજામાં રહેલા ચાર પ્રદેશોને પોતાના દેશમાં સામેલ કર્યા છે. પુતિને આ પગલું ભરીને તમામ આંતરરાષ્ટ્રીય નિયમોને બાયપાસ કર્યા છે. રશિયાના આ પગલાથી અમેરિકા, બ્રિટન સહિત ઘણા પશ્ચિમી દેશો ભડક્યા છે. રશિયાએ યુક્રેનના ચાર વિસ્તારોને કબજે કર્યા બાદ અમેરિકાએ મોસ્કો પર નવા પ્રતિબંધોની જાહેરાત કરી છે. પ્રતિબંધિત લોકોમાં નાયબ વડાપ્રધાન એલેક્ઝાન્ડર નોવાક, સંસદના 109 સભ્યો, ફેડરલ કાઉન્સિલ અને તેના 169 સભ્યો અને સેન્ટ્રલ બેંક ઑફ રશિયાના ગવર્નર એલ્વિરા નબીયુલિનાનો સમાવેશ થાય છે.

પશ્ચિમી દેશો રશિયાથી કેમ નારાજ….?

યુક્રેન અને રશિયા વચ્ચેની લડાઈ હજી પણ પુરી નથી થઈ. રશિયાએ આ દરમિયાન એવું પગલું ભર્યું છે કે જેમાં અમેરિકા સહિત ઘણા પશ્ચિમી દેશો રશિયાથી નારાજ છે. વાસ્તવમાં, રશિયાએ આટલા દિવસ સુધી ચાલેલા યુદ્ધ પછી યુક્રેનના 4 વિસ્તારો ડોનેટ્સ્ક, લુહાન્સ્ક, ઝોપોરિજિયા અને ખેરસોન પર કબજો કરી લીધો છે. આના પછી રશિયાએ તેને પોતાના દેશમાં ભેળવી દીધા છે. રશિયાએ પશ્ચિમી દેશોને એ ધમકી પણ આપી છે કે, જો આ વિસ્તારોમાં હુમલો કરવાનો પ્રયત્ન પણ કર્યો તો રશિયા પુરી તાકાતથી તેનો જવાબ આપશે.

UKએ સંપત્તિ કરી ફ્રીઝ

બ્રિટને પણ એલવીરા પર પ્રતિબંધ મૂકીને તેની સંપત્તિઓ ફ્રીઝ કરી દીધી છે. યુએસ ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેને એક નિવેદનમાં જણાવ્યું હતું કે પુતિન કપટપૂર્વક યુક્રેનના ભાગોને જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં આપણે ચૂપચાપ જોતા રહીશું નહીં. વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને કહ્યું કે, અમે યુક્રેનની સરહદ બદલવાના રશિયાના પ્રયાસોને સંપૂર્ણપણે ફગાવીએ છીએ.

આ રીતે ક્રિમીઆ ભળ્યું હતું!

ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી 2014માં રશિયા અને યુક્રેન વચ્ચે સંઘર્ષ શરૂ થયો હતો. આ સંઘર્ષ યુક્રેનમાં રાષ્ટ્રપતિ વિક્ટર યાનુકોવિચ વિરુદ્ધ વિરોધ પ્રદર્શનને કારણે થયો હતો. યાનુકોવિચ રશિયન સમર્થિત નેતા હતા. 22 ફેબ્રુઆરી 2014ના રોજ યાનુકોવિચ દેશ છોડીને ભાગી ગયો. 27 ફેબ્રુઆરીએ રશિયન સેનાએ ક્રિમીઆ પર કબજો કર્યો. માર્ચ 2014માં ક્રિમીઆમાં લોકમત યોજાયો હતો. એવો દાવો કરવામાં આવ્યો હતો કે 97 ટકા લોકોએ રશિયામાં જોડાવાની તરફેણમાં મતદાન કર્યું હતું. 18 માર્ચ 2014ના રોજ ક્રિમીઆ ઓફિશિયલી રીતે રશિયાનો ભાગ બન્યું હતું.

રશિયા-જર્મની ગેસ પાઇપલાઇનને કથિત નુકસાન

દૂતાવાસે સુરક્ષા ચેતવણી જારી કરીને કહ્યું કે, રશિયા બેવડી નાગરિકતા ધરાવતા અને અમેરિકન નાગરિકોને સ્વીકારવાનો ઇનકાર કરી શકે છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પશ્ચિમી દેશો પર રશિયા-જર્મની ગેસ પાઈપલાઈનને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, પ્રતિબંધો લાદ્યા બાદ હવે પશ્ચિમી દેશો રશિયા પર આતંકવાદી હુમલા કરી રહ્યા છે.

સ્ટ્રીમ પાઇપલાઇન પર આરોપ

તેઓએ ગેસ પાઇપલાઇનને નુકસાન પહોંચાડ્યું છે. કોઈપણ દેશનું નામ લીધા વિના તેમણે કહ્યું કે, જેનો ફાયદો થશે તેણે આ કામ કર્યું છે. અમેરિકા અને તેના સહયોગીઓએ પુતિનના આરોપોને ફગાવી દીધા હતા. યુરોપિય સંઘે કહ્યું કે, એનર્જી માર્કેટમાં અંધાધૂંધીથી યુરોપને નહીં પણ રશિયાને ફાયદો થઈ રહ્યો છે. IANS અનુસાર, રશિયન ફોરેન ઈન્ટેલિજન્સ સર્વિસના ડાયરેક્ટર સર્ગેઈ નારીશ્કિને કહ્યું કે, નોર્ડ સ્ટ્રીમ પાઈપલાઈન પર હુમલા પાછળ પશ્ચિમી દેશોનો હાથ હોવાના પુરાવા છે.

વ્લાદિમીર ઝેલેન્સકીએ રશિયાને કહ્યું ‘ખુન કા પ્યાસા’

યુક્રેનના વિસ્તારમાં રશિયાના હુમલા પછી જાપોરિજિયામાં ઓછામાં ઓછા 25 લોકો મૃત્યુ પામ્યા છે અને 50 ઈજાગ્રસ્ત થયા છે. જેના પછી યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ રશિયાને એક ‘આતંકવાદી દેશ’ અને ‘ખુન કા પ્યાસા’ કહ્યું છે. સાઉથ જાપોરિજિયામાં રશિયાની ગોળીબારી પછી ઝેલેન્સકીએ કહ્યું-માત્ર પુરા આતંકવાદી જ આવું કરતા હોય છે. ખુન કા પ્યાસે’ દરેક યુક્રેની જીવનના માટે તમે નિશ્ચિત રુપથી જવાબ આપશો. આ સાથે યુક્રેને નાટો દેશોની યાદીમાં સામેલ થવાના પ્રયાસો તેજ કર્યા છે.

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">