
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં હવે અમેરિકા પણ સત્તાવાર રીતે પ્રવેશી ચૂક્યું છે. આ વાતની પુષ્ટિ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા, સોશિયલ મીડિયામા કરવામાં આવી છે. મોડી રાત્રે અમેરિકાએ ઈરાનમાં 3 પરમાણુ સ્થળો પર હુમલો કર્યો છે. તેમાં ફોર્ડો, નાતાન્ઝ અને એસ્ફહાનનો સમાવેશ થાય છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ફોર્ડો ખતમ થઈ ગયું છે.
અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે બધા અમેરિકન વિમાનો ઈરાનના હવાઈ ક્ષેત્ર છોડી ચૂક્યા છે. ટ્રમ્પે કહ્યું કે ફોર્ડો પર બોમ્બનો સંપૂર્ણ પેલોડ ફેંકવામાં આવ્યો છે. બધા વિમાનો સુરક્ષિત રીતે પરત જઈ રહ્યા છે. અમારા મહાન અમેરિકન યોદ્ધાઓને અભિનંદન, દુનિયામાં બીજી કોઈ સેના નથી જે આ કરી શકી હોત. હવે શાંતિનો સમય છે.
— Donald J. Trump (@realDonaldTrump) June 21, 2025
અમેરિકા યુદ્ધની શરૂઆતથી જ ઈરાન પર હુમલાની ચેતવણી આપી રહ્યું હતું. આ સાથે, તે ખુલ્લેઆમ ઈઝરાયલને ટેકો આપી રહ્યું હતું. તાજેતરમાં ટ્રમ્પે સ્પષ્ટ કર્યું હતું કે ઈરાન પરમાણુ શસ્ત્રો રાખી શકે નહીં. અમે ટૂંક સમયમાં નિર્ણય લઈશું કે આગળ શું કરવું. આ હુમલાના થોડા કલાકો પહેલા જ અમેરિકાએ ગુઆમમાં તેના B-2 બોમ્બર વિમાનો મોકલ્યા હતા. આ નિર્ણય પછી, એવું માનવામાં આવતું હતું કે ઈરાન-ઈઝરાયલ યુદ્ધ ગમે ત્યારે ભયંકર સ્વરૂપ લઈ શકે છે.
ઈરાનના પરમાણુ ઠેકાણા પર હુમલા પછી, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રને સંબોધિત કરશે. માનવામાં આવી રહ્યું છે કે ટ્રમ્પ આ સંબોધનમાં યુદ્ધ અંગે કોઈ મોટું નિવેદન આપી શકે છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સ્થાનિક સમય મુજબ રાત્રે 10 વાગ્યે દેશને સંબોધિત કરશે. ભારતીય સમય મુજબ તેમનું સંબોધન સવારે 7.30 વાગ્યે થશે
ઈરાન ઈઝરાયેલ યુદ્ધ સહિતના આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 7:54 am, Sun, 22 June 25