અમેરિકા અને ફ્રાન્સે કર્યા મોદીના વખાણ, PMએ પુતિનને જાહેરમાં કહ્યું હતુ- આ યુદ્ધનો સમય નથી

|

Sep 21, 2022 | 7:14 AM

શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટ દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું, “આજનો યુગ યુદ્ધનો નથી અને મેં આ અંગે ફોન પર તમારી સાથે વાત કરી છે. શાંતિના મુદ્દે ભારત અને રશિયા ઘણા દાયકાઓથી એકબીજાની સાથે છે.

અમેરિકા અને ફ્રાન્સે કર્યા મોદીના વખાણ, PMએ પુતિનને જાહેરમાં કહ્યું હતુ- આ યુદ્ધનો સમય નથી
PM Modi And Putin ( File photo)

Follow us on

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (Prime Minister Narendra Modi) નિર્ણયોને વારંવાર ઉછાળતા રહેતા પશ્ચિમી મીડિયા આજે મોદી-મોદી કરતા થાકતા નથી. સમગ્ર પશ્ચિમી જગતના મીડિયા મોદીના વખાણ કરવામાં વ્યસ્ત છે. વાસ્તવમાં, ગયા અઠવાડિયે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટમાં તમામ નેતાઓએ હાજરી આપી હતી. ઉઝબેકિસ્તાનના સમરકંદ શહેરમાં પુતિન સાથેની મુલાકાત દરમિયાન મોદીએ રશિયન રાષ્ટ્રપતિને કહ્યું હતું કે, ‘આજનો યુગ યુદ્ધનો નથી અને મેં તમારી સાથે ફોન પર વાત કરી છે.’ આના પર પુતિને (Putin) મોદીને કહ્યું કે તેઓ યુક્રેન યુદ્ધને લઈને ભારતની ચિંતાઓથી વાકેફ છે. અને રશિયા શક્ય તેટલી વહેલી તકે યુદ્ધને સમાપ્ત કરવા માટે શક્ય તેટલું બધું કરશે. પીએમ મોદીના આ સ્ટેન્ડથી હવે પશ્ચિમી દેશો પીએમ મોદીના વખાણ કરી રહ્યા છે.

મોદીની ટિપ્પણી વિશે પૂછવામાં આવતા, યુએસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને વ્હાઇટ હાઉસમાં પત્રકારોને કહ્યું કે વડા પ્રધાન મોદીએ જે કહ્યું તે સિદ્ધાંત પર આધારિત નિવેદન છે કે તેઓ (મોદી) સાચા અને ન્યાયી માને છે અને યુએસ તેનું સ્વાગત કરે છે. સુલિવને કહ્યું કે ભારતીય નેતાની ટિપ્પણી પ્રશંસનીય છે, જેમણે રશિયાને સંદેશ આપ્યો કે યુદ્ધ સમાપ્ત કરવાનો સમય આવી ગયો છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

મોદીના નિવેદનને અમેરિકાનો આવકાર

SCO સમિટ સમયે PM મોદીના નિવેદન પર એક પ્રશ્નના જવાબમાં સુલિવને કહ્યું, “મને લાગે છે કે વડા પ્રધાન મોદીએ જે કહ્યું તે સાચું અને ન્યાયી છે. તેનું ખૂબ સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે આ યુદ્ધનો જે રીતે અંત આવવો જોઈએ તે એ છે કે રશિયાએ સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરની મૂળભૂત શરતોનું પાલન કરવું જોઈએ અને તેણે બળ દ્વારા કબજે કરેલા પ્રદેશોને પરત કરવા જોઈએ. યુક્રેન, અથવા યુનાઇટેડ સ્ટેટ્સ, બધા આ મુખ્ય પ્રસ્તાવની આસપાસ કેન્દ્રમાં રહેવા માટે સક્ષમ હોવા જોઈએ. તમે બળથી તમારા પાડોશીના પ્રદેશને જીતી શકતા નથી. જો રશિયા તે પ્રયાસ છોડી દે, તો યુક્રેનમાં શાંતિ સૌથી ઝડપથી અને નિર્ણાયક રીતે આવશે.

વિશ્વના દરેક દેશે એક જ સંદેશ આપવો જોઈએ – યુ.એસ

સુલિવાને કહ્યું કે તેઓ, વિશ્વના દરેક દેશ આવું કરે તે જોવા માંગે છે. તેમણે વધુમાં કહ્યું કે રશિયાને સ્પષ્ટ અને સચોટ સંદેશ મોકલવો તે ક્ષેત્રમાં શાંતિ સ્થાપવા માટે મહત્વપૂર્ણ છે અને અમે ઈચ્છીએ છીએ કે વિશ્વના દરેક દેશ ભારત જેવુ કરે. તેઓ ઈચ્છે તો જાહેરમાં કરી શકે છે. જો તેઓ ઇચ્છે તો તે ખાનગી રીતે કરી શકે છે.

આ યુદ્ધનો સમય નથીઃ પીએમ મોદી

શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટ દરમિયાન પીએમ મોદીએ જાહેરમાં વ્લાદિમીર પુટીનને કહ્યું હતુ કે, “આજનો યુગ યુદ્ધનો નથી અને મેં આ અંગે ફોન પર તમારી સાથે વાત કરી છે. શાંતિના મુદ્દે ભારત અને રશિયા ઘણા દાયકાઓથી એકબીજાની સાથે છે.

Next Article