OMG: એક એવું ગામ જ્યાં ક્યારેય નથી પડતો વરસાદ, કારણ જાણીને તમે પણ રહી જશો હેરાન

|

Jul 06, 2021 | 1:34 PM

વિશ્વમાં તમે ભાત-ભાતની અને જાત-જાતની અજાયબીઓ જોઈ હશે. પરંતુ શું તમે એ સાંભળ્યું છે કે એક ગામમાં ક્યારેય વરસાદ નથી પડતો? ચાલો તમને જણાવીએ આ ગામ વિશે.

OMG: એક એવું ગામ જ્યાં ક્યારેય નથી પડતો વરસાદ, કારણ જાણીને તમે પણ રહી જશો હેરાન
અલ-હૂબૈત ગામ

Follow us on

વિશ્વમાં એકથી એક આશ્ચર્યજનક સ્થળો આવેલા છે. આ સ્થળોની ખાસિયતો ખુબ પ્રખ્યાત હોય છે. ઘણા સ્થાનોની ખાસિયત એવી હોય છે કે જેને જાણીને આપણને વિશ્વાસ ના થાય. તમને જણાવી દઈએ કે મેઘાલયમાં મસીનરામ નામનું ગામ છે. આ ગામમાં સૌથી વધુ વરસાદ પડે છે. પરંતુ શું તમે ક્યારેય એવા ગામ વિશે સાંભળ્યું છે કે જ્યાં સાવ વરસાદ જ ના પડતો હોય? જી નાં, આ કોઈ રણની વાત નથી થઇ રહી. આ એક ગામની જ વાત છે અને અહિયાં લોકો પણ રહે છે.

આ ગામ યમનની રાજધાની સનાના પશ્ચિમમાં મનખના હરજ ક્ષેત્રમાં આવેલું છે. ગામનું નામ છે અલ-હૂબૈત. આ ખુબ સુંદર ગામ છે અને અહિયાં આવાર નવાર પર્યટકો આવતા રહે છે. પરંતુ આ ગામમાં ક્યારેય વરસાદ નથી આવતો. પહાડોની ટોચ પર એટલા સુંદર ઘર છે કે લોકો જોતા જ રહી જાય છે.

આ ગામની વાત કરીએ તો તે પૃથ્વીની સપાટીથી 3,200 મીટર ઊંચું છે. ગામ ના વાતાવરણની વાત કરીએ તો ખુબ ગરમ વાતાવરણ હોય છે. જો કે શીયાળા દરમિયાન સવારે વાતાવરણ ખુબ ઠંડુ થઇ જાય છે. પરંતુ સુરજ આવતા સાથે જ ખુબ ગરમી પણ શરુ થઇ જાય છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

પ્રાચીન અને આધુનિક બંને આર્કિટેક્ચરને ગ્રામીણ અને શહેરી લાક્ષણિકતાઓ સાથે જોડતું આ ગામ હવે ‘અલ-બોહરા અથવા અલ-મુકરમા’ લોકોનો ગઢ છે. આને યમની સમુદાયો કહેવામાં આવે છે. તેઓ મુહમ્મદ બુરહાનુદ્દીનના નેતૃત્વમાં ઇસ્માઇલી (મુસ્લિમ) પંથમાંથી આવે છે જે મુંબઈમાં રહેતા હતા. 2014 માં મૃત્યુ સુધી તેઓ દર ત્રણ વર્ષે આ ગામની મુલાકાત લેતા હતા.

આ ગામની સૌથી વિશેષ વાત એ છે કે અહીં ક્યારેય વરસાદ પડતો નથી. તેનું કારણ એ છે કે આ ગામ વાદળોની ઉપર આવેલું છે. આ ગામની નીચે વાદળો રચે છે અને વરસાદ પડે છે. અહીંનો નજારો એવો છે કે તમે ક્યાંય ભાગ્યે જ જોયો હશે.

 

આ પણ વાંચો: 4 વર્ષ બાદ સૂર્યમાંથી નીકળી સૌથી મોટી સૌર જ્વાળા, જાણો પૃથ્વી પર ક્યારે થયું બ્લેકઆઉટ

આ પણ વાંચો: Narmada : ચોમાસામાં નિનાઈ ધોધ સોળે કળાએ ખીલી ઉઠતા પ્રવાસીઓ માટે બન્યો આકર્ષણનું કેન્દ્ર

Next Article