2 અઠવાડિયાના કડક લૉકડાઉન બાદ ચીનના આ શહેરમાં બદલાઇ ગઇ સ્થિતી, કોરોના કેસમાં આવ્યો ઘટાડો

|

Jan 05, 2022 | 3:57 PM

શિયાનમાં અત્યાર સુધીમાં 1600 થી વધુ કેસ નોંધાયા છે પરંતુ કોઈ મૃત્યુ નોંધાયું નથી. મળતા ડેટા અનુસાર, ચીને અત્યાર સુધીમાં તેની 85 ટકા વસ્તીને રસી આપી છે.

2 અઠવાડિયાના કડક લૉકડાઉન બાદ ચીનના આ શહેરમાં બદલાઇ ગઇ સ્થિતી, કોરોના કેસમાં આવ્યો ઘટાડો
Reported a big drop in local cases of corona virus in Xi'an on Wednesday.

Follow us on

ચીને (China) બુધવારે ઉત્તરીય શહેર ઝિયાનમાં (Xian) કોરોનાવાયરસના (Coronavirus) સ્થાનિક કેસોમાં મોટો ઘટાડો નોંધાવ્યો હતો. શહેરમાં છેલ્લા બે અઠવાડિયાથી કડક લોકડાઉન (Lockdown in China) કરવામાં આવ્યું છે. વિન્ટર ઓલિમ્પિક ગેમ્સ 4 ફેબ્રુઆરીથી બેઇજિંગમાં યોજાવાની છે. આને ધ્યાનમાં રાખીને ચીને રોગના નવા પ્રકોપને રોકવા માટેના પગલાં બમણા કરી દીધા છે.

લોકોને જ્યારે અત્યંત જરૂરી હોય ત્યારે જ બેઇજિંગ છોડવા માટે કહેવામાં આવ્યું છે. સાથે જ હોટેલોએ પણ નવા બુકિંગ કરવાનું બંધ કરી દીધું છે. એથ્લેટ્સ, અધિકારીઓ અને પત્રકારો ‘એન્ટી એપિડેમિક’ ઝોનમાં પ્રવેશ્યા પછી જ્યાં સુધી વિન્ટર ગેમ્સ પૂરી ન થાય ત્યાં સુધી ત્યાં જ રહેશે. ગેમ્સ 4 થી 20 ફેબ્રુઆરી સુધી ચાલશે.

નેશનલ હેલ્થ કમિશને બુધવારે કહ્યું કે શિયાનમાં માત્ર 35 કેસ મળી આવ્યા છે, જે એક દિવસ પહેલા 95 હતા. આ દૈનિક કેસોમાં તીવ્ર ઘટાડો છે. શિયાનમાં અત્યાર સુધીમાં 1600 થી વધુ કેસ નોંધાયા છે પરંતુ કોઈ મૃત્યુ નોંધાયું નથી. મળતી માહિતી અનુસાર, ચીને અત્યાર સુધીમાં તેની 85 ટકા વસ્તીને રસી આપી છે. રસી ગંભીર રીતે બીમાર થવાની શક્યતા ઘટાડે છે.

ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો

શહેરના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલના ડેપ્યુટી ડાયરેક્ટર ચેન ઝિજુને જણાવ્યું હતું કે શિયાનમાં વ્યાપક પ્રમાણમાં વસ્તીમાં ચેપ ફેલાયો નથી અને નોંધાયેલા કેસો ચેપગ્રસ્ત લોકોના સંપર્કમાં આવવાથી સામે આવ્યા છે. મંગળવારે, સકરારે હેનાન પ્રાંતના યુઝોઉ શહેરમાં સપ્તાહના અંતમાં લોકડાઉનની જાહેરાત કરી, કારણ કે ત્યાં કોરોનાના લક્ષણો વિનાના ત્રણ કેસ નોંધાયા છે. હેનાન પ્રાંતમાં, બુધવારે બે એસિમ્પ્ટોમેટિક કેસ મળી આવ્યા હતા. ચીનમાં કોરોના વાયરસના કુલ 1,029,32 કેસ મળી આવ્યા છે અને 4,636 લોકોના મોત થયા છે.

ગયા વર્ષે ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં ચીનમાં કોરોનાના કેસ વધવા લાગ્યા હતા. જો કે, આ સંખ્યા ભારત અને અન્ય દેશોમાં દૈનિક કોરોના કેસના એક ટકા પણ નથી. ચેપના વાસ્તવિક આંકડા છુપાવવા માટે ચીન પહેલેથી જ કુખ્યાત છે. આવી સ્થિતિમાં, શિયાનમાં કોઈ વાસ્તવિક કોરોના કેસના આંકડા શોધી શક્યું નથી. ડિસેમ્બરની શરૂઆતમાં ઓમિક્રોનના કેસ પછી, ચીને વધુ કડકતા વધારી છે.

આ પણ વાંચો –

નાઈજીરિયામાં પોલીસને મળી મોટી સફળતા, અપહરણ કરાયેલા 100 જેટલા લોકોને બિનશરતી બચાવ્યા

આ પણ વાંચો –

શું ચોથો ડોઝ વિશ્વમાંથી કોરોનાને ખતમ કરવાનું શસ્ત્ર બનશે, ઇઝરાયલના PMના કહેવાથી લોકોની આશા બંધાઈ

Next Article