બિલાવર ભુટ્ટો બાદ પાકિસ્તાનના વડાપ્રધાનને આમંત્રણ, શુ શાહબાઝ શરીફ આવશે ભારત ?

|

Jan 26, 2023 | 12:33 PM

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુંમાં, ભારત સાથે વાતચીતની ઈચ્છા વ્યક્ત કરી હતી. સાથોસાથ શરીફે એમ પણ કહ્યુ હતુ કે, ભારત સાથેના ત્રણ યુદ્ધમાંથી અમે પાઠ શીખ્યાં છીએ. આ યુદ્ધે પાકિસ્તાનના લોકોને દુઃખ, ગરીબી અને બેરોજગારી આપી છે.

બિલાવર ભુટ્ટો બાદ પાકિસ્તાનના વડાપ્રધાનને આમંત્રણ, શુ શાહબાઝ શરીફ આવશે ભારત ?
Bilawar Bhutto and Shahbaz Sharif (file photo)

Follow us on

પાકિસ્તાન તરફથી ભારત સાથેના સંબંધો સુધારવાની વારંવારની અપીલ બાદ વિદેશ પ્રધાન એસ જયશંકરે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટમાં ભાગ લેવા માટે પાકિસ્તાનના વિદેશ પ્રધાન અને પાકિસ્તાનના ચીફ જસ્ટિસને આમંત્રણ મોકલ્યું છે. મે 2023માં ગોવામાં યોજાનારી આ કોન્ફરન્સમાં હાજરી આપવા માટે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફને પણ આમંત્રણ મોકલવામાં આવશે.

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની અપીલ બાદ ભારતે પાકિસ્તાનના વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો ઝરદારી અને ચીફ જસ્ટિસને શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠક માટે ભારત આવવા આમંત્રણ આપ્યું છે. મે 2023માં ગોવામાં યોજાનારી આ કોન્ફરન્સમાં હાજરી આપવા માટે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફને પણ આમંત્રણ મોકલવામાં આવશે.

ભારત આ વર્ષે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની અધ્યક્ષતા કરી રહ્યું છે. અધ્યક્ષ દેશનું આમંત્રણ નિયમિત પ્રક્રિયાના ભાગરૂપે માનવામાં આવે છે. પરંતુ પાકિસ્તાનને આમંત્રણ આપવાનું પણ મહત્વનું છે. કારણ કે બંને દેશો વચ્ચેના સંબંધો ખૂબ જ ખરાબ થઈ રહ્યા છે.

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

મોંઘવારી અને ભારે આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા પાકિસ્તાનના વડાપ્રધાને તાજેતરમાં પીએમ મોદીને વાતચીત માટે અપીલ કરી હતી. ભારત સાથેના સંબંધો સુધારવાની પાકિસ્તાન તરફથી વારંવારની અપીલ બાદ, ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે બુધવારે પાકિસ્તાનના વિદેશ પ્રધાન અને પાકિસ્તાનના ચીફ જસ્ટિસને શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટમાં ભાગ લેવાનું આમંત્રણ મોકલ્યું હતું.

સત્તાવાર માહિતી અનુસાર, SCO સમિટની બેઠક માટેનું આમંત્રણ ઈસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશન દ્વારા પાકિસ્તાની વિદેશ મંત્રાલયને આપવામાં આવ્યું છે. જો કે હજુ એ સ્પષ્ટ નથી થયું કે પાકિસ્તાન આ આમંત્રણ સ્વીકારશે કે નહીં.

પાકિસ્તાનના ટોચના નેતા એક દાયકા બાદ ભારતની મુલાકાતે આવશે

SCO સમિટની અધ્યક્ષતા કરી રહેલા દેશને આમંત્રણ એ નિયમિત પ્રક્રિયાના ભાદરૂપે માનવામાં આવે છે. પરંતુ પાકિસ્તાનને આમંત્રણ આપવાનું પણ એક મહત્વ છે, કારણ કે બંને દેશો વચ્ચેના સંબંધો ખૂબ જ ખરાબ થઈ રહ્યા છે.

જો પાકિસ્તાન આ આમંત્રણનો સ્વીકાર કરશે તો એક દાયકા પછી કોઈ ટોચના પાકિસ્તાની નેતાની ભારતની આ પ્રથમ મુલાકાત હશે. આ પહેલા પાકિસ્તાનના પૂર્વ વિદેશ પ્રધાન હિના રબ્બાની ખાર છેલ્લે જુલાઈ 2011માં ભારતની મુલાકાતે આવ્યા હતા.

શાહબાઝ શરીફે પીએમ મોદીને અપીલ કરી

તાજેતરમાં જ ‘અલ અરેબિયા’ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે પીએમ મોદી સાથે વાતચીત કરવાની અપીલ કરી હતી. ઈન્ટરવ્યુ દરમિયાન શાહબાઝ શરીફે કહ્યું હતું કે, “અમે ભારત સાથેના ત્રણ યુદ્ધોમાંથી પાઠ શીખ્યા છીએ. હવે અમે શાંતિથી જીવવા માંગીએ છીએ. અમે એકબીજાના પાડોશી દેશો છીએ અને બંનેએ એકબીજા સાથે રહેવાનું છે.ભારત સાથેના યુદ્ધથી પાકિસ્તાનના લોકો માટે વધુ દુઃખ, ગરીબી અને બેરોજગારી આવી છે.”

તેના જવાબમાં ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ભારત પાકિસ્તાન સાથે સારા પડોશી સંબંધોની અપેક્ષા રાખે છે. પરંતુ તે પહેલા પાકિસ્તાને આતંકવાદ અને હિંસા મુક્ત વાતાવરણ બનાવવું જોઈએ.

રશિયા અને ચીનને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું

ભારતે પાકિસ્તાન ઉપરાંત મધ્ય એશિયાઈ દેશો તેમજ ચીન અને રશિયાના વિદેશ પ્રધાનોને પણ આમંત્રણ મોકલ્યું છે. G-20 સમિટ માટે ચીન અને રશિયાને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. ભારત અને પાકિસ્તાન સિવાય શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનમાં ચીન, રશિયા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાન છે.

Next Article