Sierra Leone Blast : આફ્રિકન દેશ સિએરા લિયોનમાં મોટી દુર્ઘટના, ઓઈલ ટેન્કરમાં વિસ્ફોટ થતાં 80 લોકોના મોત

|

Nov 06, 2021 | 2:55 PM

Sierra Leone Blast: પશ્ચિમ આફ્રિકાના દેશ સિએરા લિયોનમાં એક ઓઈલ ટેન્કરમાં વિસ્ફોટ થતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. એવી માહિતી છે કે તેમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 80 લોકોના મોત થયા છે.

Sierra Leone Blast : આફ્રિકન દેશ સિએરા લિયોનમાં મોટી દુર્ઘટના, ઓઈલ ટેન્કરમાં વિસ્ફોટ થતાં 80 લોકોના મોત
Sierra Leone Fuel Tanker Blast

Follow us on

Sierra Leone Blast: આફ્રિકાના દેશ સિએરા લિયોનમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. અહીં એક ફ્યુઅલ ટેન્કરમાં  વિસ્ફોટ થયો હતો. જેના કારણે 80 લોકોના મોત થયા છે, જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ પણ થયા છે.

આફ્રિકાના દેશ સિએરા લિયોનમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. અહીં ઓઈલ ટેન્કરમાં વિસ્ફોટ થયો હતો. જેના કારણે અંદાજે 84 લોકોના મોત થયા છે (Blast in Africa). જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. આ ઘટના દેશની રાજધાની ફ્રીટાઉનમાં બની છે. 40 ફૂટ ઉંચુ ઓઈલ ટેન્કર અન્ય વાહન સાથે અથડાતા આ ઘટના બની હતી. આ પછી તેમાં વિસ્ફોટ (blast) થયો. જેના કારણે સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો.

સ્થાનિક મીડિયા દ્વારા આ ઘટનાનો એક વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં ટેન્કરની આસપાસ લોકોના મૃતદેહો વિખરાયેલા જોવા મળે છે. મેયર, વોન અકી-સોયરે, વીડિયો ફૂટેજ જોયા પછી આ ઘટનાને ‘ભયાનક’ ગણાવી. તેમણે એમ પણ કહ્યું કે, કેટલું નુકસાન થયું છે તે કહેવું મુશ્કેલ છે. ફેસબુક (Facebook)પોસ્ટમાં, મેયરે કહ્યું કે, એવી અફવા છે કે 100 થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જો કે હજુ સુધી સત્તાવાર રીતે મૃત્યુઆંક જાહેર થયો નથી.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

સુપરમાર્કેટની બહાર અકસ્માત

ન્યૂઝ એજન્સી રોઈટર્સ સાથે વાત કરતા સરકારી મીડિયા (Government media)એ મૃતકોની સંખ્યા 91 ગણાવી છે. પરંતુ હજુ સુધી કોઈને ચોક્કસ આંકડો ખબર નથી (Yvonne Aki-Sawyerr) આ વિસ્ફોટ શહેરના વેલિંગ્ટન વિસ્તારમાં વ્યસ્ત સુપરમાર્કેટની બહાર થયો હોવાનું માનવામાં આવે છે. સિએરા લિયોનની નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીના વડા બ્રિમા બુરેહ સેસે સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે તે “ભયંકર અકસ્માત” હતો. આ દરિયાકાંઠાના શહેરમાં દસ લાખથી વધુ લોકો રહે છે. જેમણે તાજેતરના વર્ષોમાં ઘણી ગંભીર આફતોનો સામનો કર્યો છે.

માર્ચની શરૂઆતમાં, શહેરની ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ ફાટી નીકળતાં 80 થી વધુ લોકો ઘાયલ થયા હતા. આગની ઘટના બાદ 5,000થી વધુ લોકોને સ્થળાંતર કરવું પડ્યું હતું. વર્ષ 2017માં ભારે વરસાદ (Heavy rain)ને કારણે 1000થી વધુ લોકોના મોત થયા હતા. તે સમયે શહેરમાં ભૂસ્ખલન પણ થયું હતું, જેમાં લગભગ 3,000 લોકો બેઘર થયા હતા.

આ પણ વાંચો : ચીને ત્રણ ‘રિમોટ સેન્સિંગ સેટેલાઇટ’ લોન્ચ કર્યા, ‘ડ્રેગન’ અવકાશમાં એક પછી એક ઉપગ્રહો મોકલી રહ્યો છે, શું છે ઈરાદો?

Published On - 2:52 pm, Sat, 6 November 21

Next Article