Afghanistan: કાબુલમાં UN મહાસચિવ માર્ટીન ગ્રિફિથને મળ્યા તાલિબાનના મુલ્લા બરાદર, અફઘાનિસ્તાનની પડખે ઊભું રહેશે સંયુક્ત રાષ્ટ્ર!

તાલિબાનના પ્રવક્તા મોહમ્મદ નઈમે ટ્વિટ કર્યું કે માર્ટિન ગ્રિફિથે કહ્યું છે કે સંયુક્ત રાષ્ટ્ર અફઘાનિસ્તાન સાથે પોતાનું સમર્થન અને સહયોગ ચાલુ રાખશે.

Afghanistan: કાબુલમાં UN મહાસચિવ માર્ટીન ગ્રિફિથને મળ્યા તાલિબાનના મુલ્લા બરાદર, અફઘાનિસ્તાનની પડખે ઊભું રહેશે સંયુક્ત રાષ્ટ્ર!
Taliban’s Mullah Baradar met with Martin Griffiths, UN under-secy-general for humanitarian affairs
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2021 | 7:09 AM

Afghanistan: અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારની રચના પહેલા તાલિબાનના મુલ્લા બરાદરે (Mullah Baradar) રવિવારે કાબુલમાં વિદેશ મંત્રાલયમાં સંયુક્ત રાષ્ટ્રના માનવતાવાદી બાબતોના મહાસચિવ માર્ટિન ગ્રિફિથ્સ (Martin Griffiths, UN under-secy-general for humanitarian affairs) સાથે મુલાકાત કરી હતી. બેઠક બાદ તાલિબાનના પ્રવક્તા મોહમ્મદ નઈમે (Taliban spokesman Mohammad Naeem) ટ્વિટ કર્યું કે માર્ટિન ગ્રિફિથે કહ્યું છે કે સંયુક્ત રાષ્ટ્ર અફઘાનિસ્તાન સાથે પોતાનું સમર્થન અને સહયોગ ચાલુ રાખશે.

બીજી બાજુ, માર્ટિન ગ્રિફિથ્સે ટ્વિટ કર્યું હતું કે અફઘાનિસ્તાનમાં જરૂરિયાતવાળા લાખો લોકોને નિષ્પક્ષ માનવતાવાદી સહાય અને સુરક્ષા પૂરી પાડવાની યુએનની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરવા માટે મેં તાલિબાનના નેતૃત્વ સાથે મુલાકાત કરી હતી. દરમિયાન, રેઝિસ્ટન્સ ફ્રન્ટના પ્રવક્તા અને જાણીતા પત્રકાર ફહીમ દશતી રવિવારે પંજશીર પ્રાંતમાં લડાઈમાં માર્યા ગયા હતા. ફહીમ દશતી અહમદ મસૂદનો સહયોગી પણ હતો.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

તાલિબાને ચાર ખાનગી વિમાનોને ઉડતા અટકાવ્યા દરમિયાન, રવિવારે, તાલિબાને સેંકડો લોકોને અન્ય દેશોમાં લઈ જવાનો પ્રયાસ કરતા અફઘાનિસ્તાનથી ઉડતા ઓછામાં ઓછા ચાર ખાનગી વિમાનોને રોકી દીધા. અફઘાનિસ્તાન છોડવા માંગતા લોકોને મદદ કરવા અમેરિકા પર પણ દબાણ વધી રહ્યું છે.

અફઘાનિસ્તાનના ઉત્તરીય ભાગમાં આવેલા શહેર મઝાર-એ-શરીફમાં એરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ઉડાન ભરવાનો ઈરાદો ધરાવતા લોકો અફઘાન નાગરિક હતા અને તેમાંથી ઘણા પાસે વિઝા કે પાસપોર્ટ નહોતા, જેના કારણે તેમને દેશ છોડવાની મનાઈ ફરમાવવામાં આવી હતી. અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈનિકોને પાછા ખેંચી લીધા પછી પણ દેશમાં એવા ઘણા લોકો છે જે અન્ય દેશોમાં જવા ઈચ્છે છે.

તાલિબાને અફઘાનિસ્તાનમાં નવી સરકારની રચના આગામી સપ્તાહ સુધી મુલતવી રાખી તે જ સમયે, તાલિબાને અફઘાનિસ્તાનમાં નવી સરકારની રચના આગામી સપ્તાહ સુધી મુલતવી રાખી છે. ઉગ્રવાદી સંગઠનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે શનિવારે આ માહિતી આપી હતી. તેની પાછળનું કારણ તાલિબાન દ્વારા વ્યાપક અને સમાવેશી સરકાર બનાવવામાં મુશ્કેલીઓ થઈ રહી છે. તાલિબાન એવી સરકાર બનાવવા માંગે છે જેને આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા માન્યતા મળી શકે.

તાલિબાન શનિવારે કાબુલમાં નવી સરકારની રચનાની જાહેરાત કરે તેવી અપેક્ષા હતી. એવું માનવામાં આવે છે કે આ સરકારનું નેતૃત્વ સંસ્થાના સહ-સ્થાપક મુલ્લા અબ્દુલ ગની બારાદારના હાથમાં હશે. આ બીજી વખત છે જ્યારે તાલિબાને 15 ઓગસ્ટે કબજે કર્યા બાદ કાબુલમાં નવી સરકારની રચના સ્થગિત કરી છે. મુજાહિદે આ મામલે વધુ વિગતો આપ્યા વિના કહ્યું કે નવી સરકાર અને કેબિનેટ સભ્યો અંગેની જાહેરાત હવે આવતા અઠવાડિયે કરવામાં આવશે.

આ પણ વાંચો: મારી પાસે પણ કૃષિ મંત્રાલય હતુ, પરંતુ ખેડુતોને ઉપજ ફેંકવાની નોબત નહોતી આવી : શરદ પવાર

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, મેષ 06 સપ્ટેમ્બર: નજીકના મિત્રો સાથે પસાર થશે સમય, આજે સમાજમાં પ્રતિષ્ઠા સંભાળવી પડે

Latest News Updates

ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
g clip-path="url(#clip0_868_265)">