Viral Video: તાલિબાનીઓએ જાત બતાવવાની શરૂ કરી, વ્યક્તિને હેલિકોપ્ટર સાથે બાંધીને હવામાં લટકાવ્યો

આ વીડિયોના વાયરલ થયા બાદ યૂઝર્સ ઘણા સવાલો પુછી રહ્યા છે. આ હેલિકોપ્ટરને કોણ ઉડાવી રહ્યુ છે ? શું તાલિબાનીઓ એટલા ટ્રેન્ડ છે કે તેઓ આ પ્રકારના હેલિકોપ્ટરને ઉડાવી શકે ?

Viral Video: તાલિબાનીઓએ જાત બતાવવાની શરૂ કરી, વ્યક્તિને હેલિકોપ્ટર સાથે બાંધીને હવામાં લટકાવ્યો
Viral video of talibani flying helicopter with hanging body
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 31, 2021 | 10:00 PM

અફઘાનિસ્તાનમાં હાલ જે સ્થિતિ છે તેને શબ્દોમાં વર્ણવી મુશ્કેલ છે. અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ ચારે તરફ હાહાકાર મચેલો છે. લોકો પોતાની જન્મ ભૂમી, પોતાનો દેશ છોડીને અન્ય દેશમાં શરણ મેળવવા માટે મજબૂર બન્યા છે. તાલિબાનની બર્બરતાના પુરાવા સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. તેવામાં હાલ તાલિબાનનો એવો જ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિને હેલિકોપ્ટર પર લટકાવી દેવામાં આવ્યો અને તે લાંબા સમય સુધી હવામાં લટકતો રહ્યો.

આ વીડિયોમાં તાલિબાનના લડાકુઓને અમેરીકી બ્લેક હોક હેલિકોપ્ટરને ઉડાવતા જોઇ શકાય છે. ચોંકાવનારી વાત તો એ છે કે આ હેલિકોપ્ટર સાથે એક દોરડા પર લાશને લટકાવવામાં આવી હતી. આ વીડિયો કંધારનો છે. કહેવામાં આવી રહ્યુ છે કે આ જેની લાશ લટકાવવામાં આવી છે તે લાશ અમેરીકાના મદદગાર વ્યક્તિની છે.

શિયાળામાં છાતીમાં જામી ગયો છે કફ, તો કરો આ ઉપાય
નવા વર્ષ 2025માં રાહુ-કેતુ, શનિ અને ગુરુ પોતાની ચાલ બદલશે, આ રાશિના લોકો થશે માલામાલ
Health News : રાજમા ખાવાથી થાય છે અઢળક લાભ, જાણો
Desi Ghee : શું તમને ચહેરા પર ઘી લગાવવાના ફાયદા ખબર છે?
વામિકા ગબ્બી શા માટે ઐશ્વર્યાનો આ 22 વર્ષ જૂનો રોલ કરવા માંગે છે?
રવિચંદ્રન અશ્વિનની પહેલી ગર્લફ્રેન્ડ કોણ છે?

આ વીડિયોમાં જોઇ શકાય છે કે એક વ્યક્તિ હેલિકોપ્ટર સાથે લટકેલો છે અને તાલિબાનીઓ કંધાર પ્રાંતના આકાશમાં તેને ઉડાવી રહ્યા છે. આ વીડિયો નીચેથી શૂટ કરવામાં આવ્યો છે. વીડિયોમાં સ્પષ્ટપણે દેખાઇ નથી રહ્યુ કે આ માણસ જીવીત છે કે પછી મૃત છે. રિપોર્ટ્સ પ્રમાણે, તાલિબાને આ વ્યક્તિની લાશને બાંધી છે જેની પહેલા જ તેઓ હત્યા કરી ચુક્યા છે.

આ વીડિયોના વાયરલ થયા બાદ યૂઝર્સ ઘણા સવાલો પુછી રહ્યા છે. આ હેલિકોપ્ટરને કોણ ઉડાવી રહ્યુ છે ? શું તાલિબાનીઓ એટલા ટ્રેન્ડ છે કે તેઓ આ પ્રકારના હેલિકોપ્ટરને ઉડાવી શકે. લોકોનું એ પણ કહેવુ છે કે અમેરીકાએ પોતાના સૈન્યને આટલી જલ્દી બોલાવીને ભૂલ કરી છે.

આ પણ વાંચો –

BHAVNAGAR : કોરોના વેક્સિન લેવામાં ઉદાસીનતા, નાના જિલ્લાઓ કરતા પણ ભાવનગર સહીત 4 મહાનગરો રસીકરણમાં પાછળ

આ પણ વાંચો –

શ્રી કૃષ્ણ પછી Saurabh Raj Jain ભજવશે ભગવાન ગણેશની ભૂમિકા, 3 સપ્ટેમ્બરે રિલીઝ થશે મ્યુઝિક વીડિયો “દેવા ઓ દેવા”

આ પણ વાંચો –

Kiara Advani ની આંખોમાં ખોવાયા સિદ્ધાર્થ મલ્હોત્રા, રોમેન્ટિક સ્ટાઈલ જોઈને ચાહકોએ કહ્યું – તમે લગ્ન કરી લો

g clip-path="url(#clip0_868_265)">