અશરફ ગનીનું ફેસબુક એકાઉન્ટ થયું હેક, હેકરોએ પોસ્ટ કરી કહ્યું, ‘વિશ્વ બંધુઓએ તાલિબાન સરકારને માન્યતા આપવી જોઈએ’

|

Sep 27, 2021 | 11:47 PM

અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીએ સોમવારે કહ્યું હતું કે, તેમનું ફેસબુક એકાઉન્ટ હેક થઈ ગયું છે.

અશરફ ગનીનું ફેસબુક એકાઉન્ટ થયું હેક, હેકરોએ પોસ્ટ કરી કહ્યું, વિશ્વ બંધુઓએ તાલિબાન સરકારને માન્યતા આપવી જોઈએ
Ashraf Ghani, former President of Afghanistan

Follow us on

અફઘાનિસ્તાનના (Afghanistan) પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીએ (Ashraf Ghani) સોમવારે કહ્યું હતું કે, તેમનું ફેસબુક (Facebook) એકાઉન્ટ હેક થઈ ગયું છે. આ પછી, તાલિબાન સરકારને (Taliban Government) માન્યતા આપવા માટે તેના ફેસબુક પેજ પર પોસ્ટ કરવામાં આવી હતું. મળતા અહેવાલો અનુસાર, અશરફ ગનીના ફેસબુક એકાઉન્ટ (Ashraf Ghani Facebook Account Hacked) માંથી બનાવેલી પોસ્ટ આંતરરાષ્ટ્રીય સમુદાયને સુન્ની પશ્તુન જૂથની કાર્યવાહીમાં મદદ કરવા અને અફઘાન સંપત્તિ પર લાદવામાં આવેલા પ્રતિબંધને હટાવવા વિનંતી કરી હતી.

પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગની 15 ઓગસ્ટના રોજ કાબુલ ભાગી ગયા હતા. તેમણે સોમવારે ટ્વિટર પર લખ્યું હતું કે, ગઈકાલથી તેમનું સત્તાવાર ફેસબુક પેજ હેક કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં, એકાઉન્ટમાંથી પ્રકાશિત કોઈપણ પોસ્ટ ગેરકાયદેસર છે, સિવાય કે એકાઉન્ટ તેમના દ્વારા ફરીથી નિયંત્રિત થાય.

ગનીએ પશ્તોમાં ટ્વિટ કર્યું, ‘ડો મોહમ્મદ અશરફ ગનીનું સત્તાવાર ફેસબુક પેજ હેક કરવામાં આવ્યું છે. જ્યાં સુધી તેને ફરીથી નિયંત્રિત કરવામાં ન આવે ત્યાં સુધી, ગઈકાલથી ફેસબુક પેજ પર પ્રકાશિત થયેલી સામગ્રી માન્ય રહેશે નહીં. ‘તે જ સમયે, ત્યારથી ફેસબુક પોસ્ટ હટાવી દેવામાં આવી છે અને સામગ્રી સ્વતંત્ર રીતે ચકાસી શકાતી નથી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

અશરફ ગની પર રોકડ ભરેલી બેગ લઈને ભાગી જવાનો આરોપ હતો

ગયા મહિને તાલિબાનોએ કાબુલને ઘેરી લીધા બાદ અશરફ ગની સંયુક્ત આરબ અમીરાત (UAE) ભાગી ગયા હતા. તે જ સમયે, તાલિબાને ગનીના પ્રત્યાર્પણની માંગણી કરી નથી. પરંતુ ઉગ્રવાદી જૂથે પૂર્વ રાષ્ટ્રપતિ પર ચાર કાર, રોકડ ભરેલી બેગ અને હેલિકોપ્ટર લઈ જવાનો આરોપ લગાવ્યો છે. તેણે માંગ કરી છે કે આ વસ્તુઓ તાલિબાન સરકારને પરત કરવામાં આવે. જો કે, ગનીએ તેમની સામેના આ આરોપોને જોરદાર રીતે નકારી દીધા છે. 8 સપ્ટેમ્બરના રોજ બહાર પાડવામાં આવેલા નિવેદનમાં, ગનીએ કહ્યું કે, તે અને તેની પત્ની તેમની વ્યક્તિગત નાણાકીય બાબતોમાં પ્રમાણિક છે અને તેમની તમામ સંપત્તિ જાહેર કરી છે.

અશરફ ગની મિલકતોની તપાસ માટે તૈયાર છે

અશરફ ગનીએ પોતાના નિવેદનમાં કહ્યું કે, તેની પત્નીનો પારિવારિક વારસો પણ આપવામાં આવ્યો છે અને તેને તેના વતન લેબેનોનમાં સૂચિબદ્ધ કરવામાં આવ્યો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “હું મારા નિવેદનોની ચકાસણી કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર અથવા અન્ય કોઈ યોગ્ય સ્વતંત્ર સંસ્થાના નેજા હેઠળ સત્તાવાર ઓડિટ અથવા નાણાકીય તપાસનું સ્વાગત કરું છું.” મારા નજીકના સહયોગીઓ તેમની મિલકતોના જાહેર ઓડિટ માટે તૈયાર છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું, હું અન્ય ભૂતપૂર્વ વરિષ્ઠ અધિકારીઓ અને રાજકીય વ્યક્તિઓને પણ આવું કરવા માટે પ્રોત્સાહિત કરીશ અને વિનંતી કરીશ.

 

આ પણ વાંચો: Ayushman Bahart Digital Mission: આજથી આયુષ્યમાન ભારત ડિજિટલનો પ્રારંભ, હવે તમામ નાગરિકોના મેડિકલ રેકોર્ડ રહેશે સુરક્ષિત,સાથે વધશે સારવારની સુવિધા: PM મોદી

Next Article