Afghanistan Crisis : તાલિબાનીઓના કબજા વચ્ચે વિવિધ માંગોને લઈને અફગાન મહિલાઓએ કર્યું વિરોધ પ્રદર્શન

|

Sep 04, 2021 | 10:14 AM

Afghanistan Women: તાલિબાનના કબ્જા બાદ અફઘાનિસ્તાનની મહિલાઓ તેમની સુરક્ષા અને અધિકારો માટે ખૂબ જ ચિંતિત છે. જેના કારણે મહિલાઓએ હેરાતમાં પણ વિરોધ કર્યો છે.

Afghanistan Crisis : તાલિબાનીઓના કબજા વચ્ચે વિવિધ માંગોને લઈને અફગાન મહિલાઓએ કર્યું વિરોધ પ્રદર્શન
File photo

Follow us on

તાલિબાને (Taliban) ભલે અફઘાનિસ્તાન (Afghanistan)પર કબજો કર્યા બાદ સરકાર રચવાના પ્રયાસો તેજ કર્યા હોય પરંતુ પરંતુ હજુ પણ ઘણી જગ્યાએ તેનો વિરોધ થઈ રહ્યો છે. અફઘાનિસ્તાનના હેરત પ્રાંતમાં સેંકડો મહિલાઓ તાલિબાન સામે રસ્તા પર ઉતરી આવી હતી. અફઘાનિસ્તાનમાં મહિલાઓ અને છોકરીઓના અધિકારો માટે મહિલાઓએ પ્રદર્શન કર્યું.

આ પ્રદર્શન હેરાતમાં પ્રાંતીય ભવનની સામે થયું હતું. ડઝનેક અફઘાન મહિલાઓ અને છોકરીઓએ આ અધિકારની માંગણી માટે આ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. રિપોર્ટ અનુસાર મહિલાઓએ સરકારમાં સમાવેશ કરવાની પણ માંગ કરી હતી. રેલીના આયોજક ફ્રિબા કાબરજાનીએ જણાવ્યું હતું કે, નવી સરકારમાં મહિલાઓને રાજકીય ભાગીદારી મળવી જોઈએ, જેમાં ‘લોયા જિરગા’ અને મંત્રીમંડળનો સમાવેશ થાય છે.

તેમણે કહ્યું કે અફઘાન મહિલાઓ આજે જે કંઈ પણ છે તે હાંસિલ કરવામાં ઘણા બલિદાન આપ્યા છે. કાબરજાનીએ કહ્યું, ‘અમે ઇચ્છીએ છીએ કે દુનિયા અમારું સાંભળે અને અમે અમારા અધિકારોની રક્ષા કરવા માંગીએ છીએ.’ કાબરજાનીએ કહ્યું કે કેટલાક સ્થાનિક પરિવારોએ અન્ય મહિલાઓને રેલીમાં આવવા દીધી ન હતી.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

નોંધનીય છે કે, તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબ્જો કર્યા બાદઆ મહિલાઓ તેમની સલામતીને લઈને પણ ચિંતિત છે. વિરોધમાં જોડાયેલી અન્ય એક મહિલાએ કહ્યું કે તાલિબાન ટીવી પર ઘણાં ભાષણો આપી રહ્યા છે પરંતુ જાહેરમાં તેઓ સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે. મહિલાઓએ કહ્યું, ‘અમે તેમને ફરી મહિલાઓને મારતા જોયા છે.’

મહિલા પ્રદર્શનકારીઓએ ડરશો નહીં, ડરશો નહીં, અમે બધા સાથે છીએ તેવા નારા પણ લગાવ્યા હતા. મહિલાઓએ કામ કરવાનો અધિકાર, શિક્ષણનો અધિકાર અને સ્વતંત્રતાના અધિકારની પણ માંગ કરી હતી. એક મહિલા આંદોલનકારીએ કહ્યું કે, અમારો અધિકાર છે કે અમને શિક્ષણ મળે, અમે કામ કરીએ અને અમને સુરક્ષા મળવી જોઈએ. અમે ડરતા નથી. અમે એક છીએ.

વિરોધ કરી રહેલી મહિલાઓએ કહ્યું કે તેઓ ફરીથી બુરખો પહેરવા માટે તૈયાર છે, પરંતુ તે ત્યારે જ કરશે જ્યારે તેમની દીકરીઓને તાલિબાનના શાસનમાં શાળાએ જવાની મંજૂરી આપવામાં આવે. 50 જેટલી મહિલાઓએ ‘શિક્ષણ, કામ અને સુરક્ષા અમારો અધિકાર છે’ ના નારા લગાવ્યા હતા.

આજે એટલે કે શુક્રવારથી અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન સત્તાવાર રીતે સ્થાપિત થઈ શકે છે. શુક્રવારની નમાઝ બાદ તાલિબાન દુનિયાને પોતાની નવી સરકારની જાહેરાત કરી શકે છે. સ્થાનિક મીડિયા અનુસાર, કાબુલના પ્રેસિડેન્શિયલ પેલેસમાં નવી સરકારની રચના માટે તૈયારીઓ લગભગ પૂર્ણ થઇ ગઈ છે.

આ પણ વાંચો : Kisan Rail : ગુજરાતમાંથી કેળા અને ચીકુ સાથે કિસાન રેલ દિલ્હી પહોંચી, ખેડૂતોને ભાડા પર મળે છે 50% સબસિડી

આ પણ વાંચો :Good News for Farmer: ડ્રોનના ઉપયોગથી ખેડૂતોની આવકમાં થશે વધારો તો ખર્ચમાં થશે ઘટાડો, આ રીતે કરી શકશો ઉપયોગ

Next Article