Afghanistan Crisis : અફઘાનિસ્તાનની મુશ્કેલીમાં થઇ રહ્યો છે વધારો, UN એ આપી ચેતવણી

અફઘાનિસ્તાનની સેન્ટ્રલ બેન્કે 9 બિલિયન ડોલર રિઝર્વ રાખ્યું છે, જે હાલમાં અમેરિકા પાસે છે. આ રકમને અમેરિકા સમર્થિત અફઘાન સરકારના પતન બાદ ફ્રીઝ કરવામાં આવી હતી.

Afghanistan Crisis : અફઘાનિસ્તાનની મુશ્કેલીમાં થઇ રહ્યો છે વધારો, UN એ આપી ચેતવણી
Afghanistan - (File Photo)

અફઘાનિસ્તાનમાં (Afghanistan) તાલિબાનના (Taliban) કબજા બાદ એક પછી એક મુશ્કેલી પડી રહી છે. થોડા સમય પહેલા જ અહેવાલ આવ્યો હતો કે, અફઘાનિસ્તાનમાં સપ્ટેમ્બરના અંત સુધીનો જ રાશનનો જથ્થો છે. તેથી અફઘાનિસ્તાનમાં આગામી સમયમાં ભૂખમરો આવશે. આ વચ્ચે યુનાઇટેડ નેશન્સ (UN)એ ચેતવણી આપી છે કે, દેશમાં ટૂંક જ સમયમાં ભૂખમરો અને ગરીબી ભરડો લેશે.

આ સાથે સામાજિક વ્યવસ્થા પણ તૂટી જશે. યુએનના જણાવ્યા અનુસાર, જો આ દેશને આર્થિક મદદ નહીં મળે તો દેશ સંપૂર્ણપણે વિખેરાઈ જશે. લાખો અફઘાન નાગરિકો ગરીબી અને ભૂખમરામાં જીવવા મજબૂર થશે. સંયુક્ત રાષ્ટ્રના વિશેષ દૂત ડેબોરાહ લાયન્સ દ્વારા આ ચેતવણી આપવામાં આવી છે. ડેબોરાહે ગુરુવારે વિશ્વના દેશોને એક સાથે મદદ માટે આવવા અને દેશને બરબાદીથી બચાવવા અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે અફઘાનિસ્તાનના અર્થતંત્રનો મુદ્દો સમજવો પડશે.

આવનારા દિવસો ખતરનાક બની શકે છે
આ સાથે જ એવી પણ આશંકા વ્યક્ત કરી હતી કે, તાલિબાનનું ઇસ્લામિક શાસન અન્ય પડોશી દેશોમાં પણ આગળ વધી શકે છે. લાયન્સે કહ્યું છે કે અફઘાનિસ્તાનમાં માનવાધિકાર કટોકટી આ સમયે ખૂબ જ છે અને જો હવે તેને સંભાળવામાં નહીં આવે તો આવનારા દિવસો વધુ ખતરનાક બની જશે. તેમના મતે અબજો ડોલરની અફઘાન સંપત્તિ જપ્ત કરવાને કારણે આ સ્થિતિ ઉભી થઈ છે.

જો આ સ્થિતિ યથાવત રહેશે તો આર્થિક માળખું તૂટી જશે. ઘણા લોકો ભૂખ અને ગરીબીને કારણે દેશ છોડી શકે છે અને દેશ ઘણી સદીઓ પાછળ ધકેલાઈ જશે.

લાયન્સે 15 સભ્યોની સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં આ વાત કહી હતી. તેમણે કહ્યું, ‘આગામી કેટલાક મહિનાઓ સુધી અર્થતંત્રને શ્વાસ લેવાની છૂટ આપવી પડશે. તાલિબાનને એક તક આપવી પડશે જેથી તેઓ આ વખતે કંઈક અલગ કરી શકે. ખાસ કરીને માનવ અધિકારો માટે તમામ વર્ગના લોકો માટે અને કદાચ આતંકવાદ વિરોધી દ્રષ્ટિએ પણ અલગ કરવું જોઈએ.

અમેરિકાએ 9 બિલિયન ડોલર ફ્રીઝ કર્યા
લાયન્સના મતે, અફઘાનિસ્તાનને મોટા પાયે માનવાધિકાર રાહતની જરૂર છે. અહીં પૈસા ઝડપથી મોકલવા પડશે જેથી દેશને મદદ મળી શકે. પરંતુ તે સુનિશ્ચિત કરવું પડશે કે આ રકમ તાલિબાન સત્તાવાળાઓ ઉપયોગ ન કરે. અફઘાનિસ્તાનની સેન્ટ્રલ બેન્કે 9 બિલિયન ડોલર ફ્રીઝ કર્યા છે, જે હાલમાં અમેરિકા પાસે છે. યુએસ સમર્થિત અફઘાન સરકારના પતન બાદ આ રકમ સ્થિર કરવામાં આવી હતી.

અમેરિકાના ટ્રેઝરી મંત્રાલયે કહ્યું છે કે તે તાલિબાન પર લાદવામાં આવેલા પ્રતિબંધોમાં રાહત આપવાના મૂડમાં નથી. અફઘાનિસ્તાનને 23 ઓગસ્ટના રોજ આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) પાસેથી 450 મિલિયન ડોલર મળવાના હતા. પરંતુ નવી સરકાર તરફથી સ્પષ્ટતાના અભાવને કારણે IMF એ આ રકમ રોકી દીધી છે.

 

આ પણ વાંચો :12 વર્ષમાં ઘઉંના ટેકાના ભાવમાં સૌથી ઓછો વધારો, MSPમાં માત્ર 2 ટકાનો વધારો

આ પણ વાંચો :ખેડૂતો માત્ર 10 દિવસમાં ધાણા ઉગાડી કમાણી કરી શકે છે ! જાણો તેના વાવેતરની નવી પદ્ધતિ

Click on your DTH Provider to Add TV9 Gujarati