અફઘાનિસ્તાનમાં તાલિબાનના કાફલા પર હુમલો, બે સૈનિકોના મોત, 20થી વધુ ઘાયલ

|

Jul 04, 2022 | 3:59 PM

અફઘાનિસ્તાનમાં (Afghanistan) આજે તાલિબાનના સભ્યોને લઈ જઈ રહેલા કાફલા પર હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટના અંગે પોલીસે જણાવ્યું છે કે આ ઘટનામાં બે જવાનો શહીદ થયા છે અને 20થી વધુ નાગરિકો ઘાયલ થયા છે.

અફઘાનિસ્તાનમાં તાલિબાનના કાફલા પર હુમલો, બે સૈનિકોના મોત, 20થી વધુ ઘાયલ
અફઘાનિસ્તાનમાં તાબિબાની કાફલા પર હુમલો
Image Credit source: ANI

Follow us on

અફઘાનિસ્તાનમાં (Afghanistan) આજે તાલિબાનના (Taliban) સભ્યોને લઈ જઈ રહેલા કાફલા પર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલો હેરાતમાં (Herat)  થયો હતો. સ્થાનિક મીડિયાએ આ અંગે માહિતી આપી છે. આ મુજબ, અજાણ્યા લોકોએ ‘તાલિબાન 207 અલ-ફારૂક કોર્પ્સ’ના સભ્યોને હેરાત શહેરની મધ્યમાં લઈ જતી મિનિબસ પર હુમલો કર્યો. ટોલો ન્યૂઝે અહેવાલ આપ્યો છે કે પશ્ચિમ હેરાત પ્રાંતમાં અલ-ફારૂક કોર્પ્સના કાફલા પર અજાણ્યા બંદૂકધારીઓએ હુમલો કર્યો હતો. જોકે હેરાતના સ્થાનિક અધિકારીઓએ આ ઘટનાની પુષ્ટિ કરી છે, પરંતુ તેઓએ સુરક્ષા દળોને જણાવ્યું છે કે કોઈ જાનહાનિ થઈ નથી.

હેરાત પોલીસના પ્રવક્તા મોહમ્મદ શાહ રસૂલે જણાવ્યું હતું કે હુમલાખોરોમાંથી એકનું મોત થયું હતું અને કેટલાક નાગરિકો સહિત અન્ય લોકો ઘાયલ થયા હતા. તેમણે કહ્યું કે આ ઘટના આજે સવારે હેરાત જિલ્લામાં બની જ્યારે અજાણ્યા બંદૂકધારીઓએ એક વાહન પર હુમલો કર્યો. તેમણે ટ્વીટમાં કહ્યું, ‘હુમલામાં એક હુમલાખોરનું મોત થયું છે, પરંતુ ઘટના સમયે હાજર લોકોએ કહ્યું છે કે બે સૈનિકો માર્યા ગયા છે અને 20થી વધુ સૈનિકો અને નાગરિકો ઘાયલ થયા છે. ઘાયલોને હેરાત સેન્ટ્રલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

પહેલા પણ હુમલો થયો હતો

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

અગાઉ 2 જુલાઈના રોજ અફઘાનિસ્તાનના પૂર્વી નાંગરહાર પ્રાંતમાં કેટલાક અજાણ્યા લોકોએ એક ધાર્મિક શાળા પર હેન્ડ ગ્રેનેડ ફેંક્યો હતો, જેમાં આઠ લોકો ઘાયલ થયા હતા. આ હુમલો રાજધાની કાબુલમાં ધાર્મિક વિદ્વાનો અને વડીલોના ત્રણ દિવસીય મેળાવડા વચ્ચે થયો હતો. ગયા અઠવાડિયે થયેલા બોમ્બ ધડાકામાં કેટલાય નાગરિકો માર્યા ગયા અને ઘાયલ થયા.

 

Published On - 2:01 pm, Mon, 4 July 22

Next Article