Afghanistan Crisis: અફઘાન શાંતિ પ્રક્રિયાના અમેરિકાના દૂત ખલીલઝાદે રાજીનામુ ધરી દેતા થોમસ વેસ્ટ બન્યા નવા દૂત

|

Oct 19, 2021 | 9:23 AM

અફઘાનિસ્તાન (Afghanistan) પર તાલિબાનનો(Taliban) કબજો થયાને બે મહિનાથી વધુ સમય વીતી ગયો છે. આ પછી દેશમાં ઘણા મોટા ફેરફારો થયા અને હવે તાલિબાનની વચગાળાની સરકાર દેશ પર શાસન કરી રહી છે. દરમિયાન આજે આ મહત્વના સમાચાર સામે આવ્યા છે.

Afghanistan Crisis:  અફઘાન શાંતિ પ્રક્રિયાના અમેરિકાના દૂત ખલીલઝાદે રાજીનામુ ધરી દેતા થોમસ વેસ્ટ બન્યા નવા દૂત
File photo

Follow us on

તાલિબાને (Taliban) અફઘાનિસ્તાન (Afghanistan) પર કબ્જો કર્યાને 2 મહિનાથી વધુનો સમય થઇ ગયો છે. અફઘાન શાંતિ પ્રક્રિયાના (Afghan Peace Process) અમેરિકી રાજદૂત ઝલમય ખલીલઝાદે સોમવારે રાજીનામું (Khalilzad Resign) ધરી દીધું હતું. આ માહિતી બ્લિન્કેન દ્વારા આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે અફઘાનિસ્તાન પર તાલિબાનોનો કબજો થયાને બે મહિનાથી વધુ સમય થઈ ગયો છે.

આ પછી દેશમાં ઘણા મોટા ફેરફારો થયા અને હવે તાલિબાનની વચગાળાની સરકાર દેશ પર શાસન કરી રહી છે. દરમિયાન આજે આ મહત્વના સમાચાર સામે આવ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

અમેરિકાના ખાસ દૂત તરીકે ખલીલઝાદને અફઘાન નેતાઓ સાથે શાંતિ વાટાઘાટો પર ચર્ચા કરવા માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નિયુક્ત ખલીલઝાદે જ અમેરિકા વતી વર્ષ 2020 માં દોહામાં તાલિબાન સાથે શાંતિ મંત્રણાનું નેતૃત્વ કર્યું હતું.

ખલીલઝાદને 2007 થી 2009 સુધી યુનાઇટેડ નેશન્સમાં યુનાઇટેડ સ્ટેટ્સના કાયમી પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે 2005 થી 2007 સુધી ઇરાકમાં યુએસ રાજદૂત તરીકે સેવા આપી હતી અને 2003-2005 સુધી અફઘાનિસ્તાનમાં રાજદૂત હતા.

કેટલાક અન્ય નિષ્ણાતો માને છે કે ખલીલઝાદે પોતાના વ્યક્તિગત અને પારિવારિક હિતોને પ્રોત્સાહન આપવા માટે ખાસ રાજકીય એજન્ડા અપનાવ્યો હતો. તે જ સમયે, એટલાન્ટિક કાઉન્સિલના બિન-નિવાસી વરિષ્ઠ સાથી કમલ આલમે અફઘાનિસ્તાનમાં અરાજકતા અને વિનાશ માટે જલ્મય ખલીલઝાદને જવાબદાર ઠેરવ્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે કથિત નાણાકીય ભ્રષ્ટાચાર માટે તેમની તપાસ થવી જોઈએ.

2014માં ઓસ્ટ્રિયાએ ખલીલઝાદ સંબંધિત નાણાકીય તપાસ હાથ ધરી હતી અને યુએસના ન્યાય વિભાગની માહિતીના આધારે યુરોપિયન દેશમાં તેની પત્નીના ખાતા સીલ કરી દીધા હતા કારણ કે તેણીને ઈરાક અને સંયુક્ત આરબ અમીરાતમાં વ્યાપારી પ્રવૃત્તિઓ સાથે સંબંધિત મની લોન્ડરિંગની શંકા હતી.

આ પણ વાંચો : જમ્મુમાં આતંકી હુમલાની દહેશત બાદ તંત્ર એલર્ટ પર, આર્મી ચીફે કહ્યું કે, પૂંછ એન્કાઉન્ટર મામલે આતંકવાદીઓની સઘન શોધ શરૂ

આ પણ વાંચો : Virat Kohli trolled : દિવાળી મનાવવાની ટીપ્સ શેયર કરવી વિરાટ કોહલીને ભારે પડી, લોકોએ ટ્વીટર પર લગાવી દીધી ક્લાસ

આ પણ વાંચો : ભારતે ચીની સરહદ પર સર્વેલન્સ વધાર્યું, હલચલમાં આવ્યું ડ્રેગન, ઇઝરાયલી હેરોન ડ્રોન બન્યું સેનાની ‘આંખ’

Next Article