Philippines: એરફોર્સનું સી-130 વિમાન થયું ક્રેશ, 17 લોકોના મોત 40નો થયો બચાવ

|

Jul 04, 2021 | 3:13 PM

ફિલિપાઈન એરફોર્સનું C-130 વિમાન જોલો આઇલેન્ડ પર ઉતરવાનો પ્રયાસ કરતી વખતે ક્રેશ થયું છે.

ફિલિપાઇન્સમાં 92 સૈન્ય જવાનોથી સવાર લશ્કરી વિમાન ક્રેશ થયાના સમાચાર સામે આવી રહ્યા છે. હાલ 17 મૃતદેહો શોધી કાઢવામાં આવ્યા છે જ્યારે 40 જવાનોને બચાવી લેવાયા છે. ફિલિપાઇન્સના સશસ્ત્ર દળના વડા જનરલ સિરીલિટો સોબેહાનાએ જણાવ્યું કે, જોલો આઇલેન્ડ પર ઉતરવાનો પ્રયાસ કરતી વખતે આ વિમાન ક્રેશ થયું હતું.

ફિલિપાઈન એરફોર્સના C-130 વિમાન સાથે આ દુર્ઘટના થઈ છે. વિમાનના સળગતા કાટમાળમાંથી 40 સૈન્ય જવાનોનો આબાદ બચાવ કરી લેવામાં આવ્યો છે. સશસ્ત્ર દળના વડાએ કહ્યું કે, આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. વિમાન રનવે પર યોગ્ય રીતે ઉતરી શક્યું નહોતું. પાયલટે તેને ફરીથી કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો પરંતુ તે આમ કરી શક્યો નહીં અને વિમાન ક્રેશ થઈ ગયું. ફાયર વિભાગને જાણ થતા જ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ શરુ કર્યો હતો. વિમાન ક્રેશ થવા પાછળનું

આ પણ વાંચો: Maharashtra: 6 કરોડ વર્ષ પહેલા રચાયેલ બેસાલ્ટ ખડકનો આધારસ્તંભ મળી આવ્યો, જાણો આ પાછળનું વૈજ્ઞાનીક કારણ

 

આ પણ વાંચો: કોરોના બાદ 79 ટકા લોકોને આવે છે ડરામણાં સ્વપ્ન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સર્વેમાં ચોંકાવનારી વિગતો આવી સામે

Next Video