પાકિસ્તાનના ક્વેટામાં મોટો બોમ્બ બ્લાસ્ટ, પોલીસ લાઈનને નિશાન બનાવાઈ

|

Feb 05, 2023 | 1:10 PM

Pakistan blast : આ વિસ્ફોટ પોલીસ લાઇન પાસે થયો હતો, જેમાં પાંચ લોકો ઘાયલ થયા હતા. આ બ્લાસ્ટ ક્વેટા કેન્ટોનમેન્ટ વિસ્તારમાં મુસા ચેકપોઇન્ટ પાસે થયો હતો. હુમલા બાદ તરત જ પોલીસે વિસ્તારને કોર્ડન કરી લીધો હતો.

પાકિસ્તાનના ક્વેટામાં મોટો બોમ્બ બ્લાસ્ટ, પોલીસ લાઈનને નિશાન બનાવાઈ
પાકિસ્તાનના કવેટામાં મોટો બ્લાસ્ટ (ફાઇલ)

Follow us on

પાકિસ્તાનમાં આતંકવાદી હુમલાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા. પેશાવરમાં થયેલા હુમલા બાદ આજે બલૂચિસ્તાનની રાજધાની ક્વેટામાં મોટો બોમ્બ બ્લાસ્ટ થયો હતો. આતંકવાદીઓએ આ વખતે પણ પોલીસને પોતાનું નિશાન બનાવ્યું છે. આ વિસ્ફોટ પોલીસ લાઇન પાસે થયો હતો, જેમાં પાંચ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બ્લાસ્ટ ક્વેટા કેન્ટોનમેન્ટ વિસ્તારમાં મુસા ચેકપોઇન્ટ પાસે થયો હતો. હુમલા બાદ તરત જ પોલીસે વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો. 

પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠનો સતત પોલીસકર્મીઓને નિશાન બનાવી રહ્યા છે. તાજેતરમાં જ પેશાવરની એક મસ્જિદમાં બપોરની નમાજ દરમિયાન એક આતંકવાદીએ પોતાની જાતને ઉડાવી દીધી હતી. આ હુમલામાં 100થી વધુ લોકોના મોત થયા હતા, જ્યારે 250થી વધુ લોકો ઘાયલ થયા હતા. તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) એ આ હુમલાની જવાબદારી લીધી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 


પેશાવર બાદ પોલીસ સ્ટેશન પર હુમલો થયો

ટીટીપીએ પેશાવર હુમલા બાદ 1 ફેબ્રુઆરીએ વધુ એક આતંકવાદી હુમલો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ વખતે તે તેની યોજનામાં નિષ્ફળ ગયો. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મિયાંવાલીના મકરવાલ પોલીસ સ્ટેશન પર ટીટીપીના આતંકીઓએ હુમલો કર્યો હતો. જો કે પંજાબ પોલીસની જવાબી કાર્યવાહી બાદ તમામ આતંકીઓ ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા.

ડિસેમ્બરમાં બલૂચિસ્તાનમાં ઘણા વિસ્ફોટ થયા હતા

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ડિસેમ્બરમાં બલૂચિસ્તાનમાં સાત અલગ-અલગ જગ્યાએ, ક્વેટામાં ત્રણ, તુર્બતમાં બે અને હબ અને કોહલુ જિલ્લામાં એક-એક જગ્યાએ જોરદાર વિસ્ફોટ થયા હતા, જેમાં પાંચ સૈનિકો માર્યા ગયા હતા અને એક ડઝન ઘાયલ થયા હતા. લોકો ઘાયલ થયા હતા.

(ઇનપુટ-ભાષાંતર)

Published On - 1:06 pm, Sun, 5 February 23

Next Article