Video : ટેકઓફ કરતી વખતે પડ્યું પ્લેનનું વ્હીલ, લેન્ડિંગ પણ થયું સુરક્ષિત

|

Oct 12, 2022 | 4:20 PM

જ્યાં સુધી પ્લેન રનવેમાં (Plane Crash) ચાલતું હતું ત્યાં સુધી બધું બરાબર હતું. પરંતુ આ પછી અચાનક જ્યારે પ્લેન ઉપરની તરફ ઉડ્યું ત્યારે થોડા અંતરે એક વસ્તુ પડતી જોવા મળી. પરંતુ બાદમાં જાણવા મળ્યું કે આ વિમાનનું મેઈન વ્હીલ છે.

Video : ટેકઓફ કરતી વખતે પડ્યું પ્લેનનું વ્હીલ, લેન્ડિંગ પણ થયું સુરક્ષિત
Flight Accident

Follow us on

પ્લેન ક્રેશનું (Plane Crash) નામ સાંભળીને કોઈ પણ હેરાન થઈ જાય છે. આજે જ આવી એક દુર્ઘટના થતા થતા રહી ગઈ. એક પ્લેને રનવે પરથી ઉડાન ભરી હતી. પ્લેનનું વ્હીલ નીચે પડ્યું ત્યારે તે હવામાં થોડે દૂર ગયું હશે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં એરક્રાફ્ટનું ગિયર વ્હીલ બહાર આવીને જોરથી નીચે પડ્યું તે જોઈ શકાય છે. આ અકસ્માત (Flight Accident) એટલાસ એરના 747 ડ્રીમલિફ્ટર સાથે થયો હતો.

ડ્રીમલિફ્ટર ઇટાલીના ટેરેન્ટો-ગ્રોટાગ્લી એરપોર્ટથી રવાના થઈ રહ્યું હતું. પ્લેન ટેક ઓફનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકો અલગ અલગ રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે. ટેક-ઓફ દરમિયાન ફ્લાઈટના વ્હીલમાંથી ધુમાડો નીકળવા લાગ્યો અને બીજી જ ક્ષણે પ્લેનનું એક વ્હીલ બહાર આવીને નીચે પડી ગયું. આ વ્હીલનું વજન 100 કિલોગ્રામ જણાવવામાં આવી રહ્યું છે. વિમાને હજારો કિલોમીટર દૂર બીજા એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કરાવામાં આવ્યું હતું.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

અહીં જુઓ પ્લેનનું એક વ્હીલ પડતું હોય તેનો વાયરલ વીડિયો

આ રીતે મોટો વિમાન અકસ્માત ટળ્યો હતો. જ્યાં સુધી પ્લેન રનવેમાં ચાલતું હતું ત્યાં સુધી બધું બરાબર હતું. પરંતુ આ પછી અચાનક જ્યારે પ્લેન ઉપરની તરફ ઉડ્યું ત્યારે થોડા અંતરે એક વસ્તુ પડતી જોવા મળી.જો કે બાદમાં જાણવા મળ્યું કે આ વિમાનનું મેઈન વ્હીલ છે. ત્યારબાદ તરત જ પાયલટને જાણ કરવામાં આવી હતી. પરંતુ પાયલોટની સમજણના લીધે વ્હીલ વગર પ્લેનનું સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું છે. આ ડ્રીમલિફ્ટર પ્લેનમાં 18 પૈડાં છે. ઈટાલિયન અખબાર કોરીરે ડેલા સેરાના જણાવ્યા મુજબ પ્લેનનું વ્હીલ પાછળથી રનવેના છેડે એક દ્રાક્ષની વાડીમાંથી મળી આવ્યું હતું.

Next Article