Viral Video : 78 વર્ષના દાદીનો ડાંસ જોઈને તમે પણ બોલી ઉઠશો વાહ ! જુવાનીયાઓને શરમાવે તેવું જોમ

|

Jul 29, 2021 | 11:12 PM

એટલું જ નહીં, દાદીના એક્સપ્રેશન પણ એટલા સચોટ છે કે જાણે તેમણે કોઈ તાલીમ લીધી હોય. આ વીડિયોને 18 મિલિયનથી વધુ વ્યૂઝ અને 65 હજાર કોમેન્ટ્સ મળી ગઈ છે.

Viral Video : 78 વર્ષના દાદીનો ડાંસ જોઈને તમે પણ બોલી ઉઠશો વાહ ! જુવાનીયાઓને શરમાવે તેવું જોમ
કૃષ્ણકુમારી પણ ખુશ છે કે ઘણા લોકો તેનો વીડિયો જોઈને પ્રસંશા પણ કરી રહ્યા છે.

Follow us on

સોશીયલ મીડીયામાં પ્રતિદિન કોઈને કોઈ વીડીયો છવાયેલો રહેતો જ હોય છે. હાલમાં એક કૃષ્ણકુમારી તિવારી નામના દાદીનો ડાંસનો વીડીયો વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને તમે પણ ખુશ થઈ જશો.

સોશિયલ મીડિયા પર મોટા પ્રમાણમાં શેર કરવામાં આવી રહેલાં આ વીડિયોમાં એક માણસ પોતાની દાદી સાથે ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે.  આ ઉંમરે પણ, દાદી જે જુસ્સાથી નૃત્ય કરી રહી છે. તે જોઈને લોકો દંગ છે.

એટલું જ નહીં, દાદીના એક્સપ્રેશન પણ એટલા સચોટ છે કે જાણે તેમણે કોઈ તાલીમ લીધી હોય. આ વીડિયોને 18 મિલિયનથી વધુ વ્યૂઝ અને 65 હજાર કોમેન્ટ્સ મળી ગઈ છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

વીડિયો  ઇન્ટરનેટની દુનિયામાં ધુમ મચાવી રહ્યો છે તેમાં 78 વર્ષિય કૃષ્ણકુમારી તિવારી ડાન્સ કરતા જોવા મળી રહ્યાં છે. કૃષ્ણકુમારી નેપાળના રહેવાસી છે.

કૃષ્ણકુમારીને નાનપણથી જ ડાન્સનો શોખ હતો. પરંતુ પરિવાર અને સમાજના ડરને કારણે તેનો શોખ કદી પૂરો થઈ શક્યો નહીં. તેથી તેમની મનની ભાવનાઓ  મનમાં જ રહી ગઈ.

આજે નેપાળની આ મહિલા ટિકટોક સ્ટાર છે જે ડાન્સ વીડિયો બનાવીને લોકોનું મનોરંજન કરી રહ્યાં છે. કૃષ્ણકુમારી પણ ખુશ છે કે ઘણા લોકો તેના વીડિયો જોયા પછી દિવસ-રાત તેની પ્રશંસા કરી રહ્યા છે. તે કહે છે કે હું  મરતી વખતે પણ ડાન્સ કરવા માંગુ છું.

કૃષ્ણકુમારીએ કહ્યું કે મેં હંમેશા મારા નૃત્યના શોખને મનમાં જ રાખ્યો. મને ખબર નથી કે આજે મારી સાથે શું થઈ રહ્યું છે. મને એવું લાગે છે કે મારે દરેક ક્ષણે નૃત્ય કરવું જોઈએ. મને આ કામથી કોઈ રોકી શકે નહીં.

મારા બાળકો પણ આજે મારી ખુશી જોઈને ખૂબ ખુશ છે. દાદીનો નૃત્ય જોયા પછી, દરેક તેના પ્રશંસક બન્યા. સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરતા લોકોએ કહ્યું કે આવા વીડિયો જોયા પછી દરેકને જીવન જીવવાનો નવો દ્રષ્ટિકોણ મળે છે.

હાલમાં સોશીયલ મીડીયામાં ઘણાં વીડીયો વાયરલ થઈ રહ્યાં છે સાથે જ વીડીયો બનાવનારા વ્યક્તિ પણ પ્રખ્યાત થઈ રહ્યા છે.

આ પણ વાંચો :  Maharashtra : વેકિસનના બન્ને ડોઝ લેનારા જ કરી શકશે લોકલ ટ્રેનમાં મુસાફરી, કોરોનાના ઓછા કેસ ધરાવતા 25 જિલ્લામાં અપાઈ છુટછાટ

Next Article