Maharashtra : વેકિસનના બન્ને ડોઝ લેનારા જ કરી શકશે લોકલ ટ્રેનમાં મુસાફરી, કોરોનાના ઓછા કેસ ધરાવતા 25 જિલ્લામાં અપાઈ છુટછાટ

આ સાથે જ, મુંબઈ સહિત મહારાષ્ટ્ર રાજ્યના 25 જિલ્લાઓ કે જેમાં કોરોનાનું સંક્રમણ ઓછું છે ત્યાં છૂટછાટ આપવાનો નિર્ણય કરાયો છે. જેમાં દર રવીવારે પહેલાની જેમ જ પ્રતિબંધો યથાવત રહેશે.

Maharashtra : વેકિસનના બન્ને ડોઝ લેનારા જ કરી શકશે લોકલ ટ્રેનમાં મુસાફરી, કોરોનાના ઓછા કેસ ધરાવતા 25 જિલ્લામાં અપાઈ છુટછાટ
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2021 | 9:57 PM

મહારાષ્ટ્ર(Maharashtra)માં કોરોના મહામારીની બીજી લહેરની અસર ધીમે – ધીમે ઓછી થઈ રહી છે. પરંતુ વૈજ્ઞાનિકોએ ત્રીજી લહેર અંગે પણ ચેતવણી આપી છે. આ ચેતવણીને ધ્યાને લઈને મહારાષ્ટ્ર સરકારે(Maharashtra Govt) છેલ્લા કેટલાંક દિવસોમાં અનલોકના નિયમોને ચુસ્ત બનાવ્યા હતા.

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ (CM Uddhav Thackeray) ગુરુવારે, રાજ્યમાં કોરોના મહામારીની વર્તમાન પરિસ્થિતિને લઈને ટાસ્ક ફોર્સ સાથે એક બેઠક કરી હતી. આ બેઠક બાદ હવે રાજ્યમાં લગાવવામાં આવેલા નિયંત્રણો હળવા કરવામાં આવ્યાં છે.

આ બેઠકમાં ડોકટરોએ સલાહ આપી છે કે 15 ઓગસ્ટ સુધી કોરોનાની પરીસ્થિતિ જોવી જોઈએ. જો કેસોમાં વધારો ન થાય, તો જ ધીરે ધીરે છૂટ આપવાની શરૂઆત કરવી જોઈએ.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

આ બેઠકમાં લોકલ ટ્રેનને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી. ટૂંક સમયમાં સરકાર રસીના બંને ડોઝ લેનારા લોકોને લોકલ ટ્રેનમાં  મુસાફરી કરવાની મંજૂરી આપી શકે છે. આ સાથે જ, મોલ અને દુકાનોમાં પણ થોડી છૂટછાટ આપવામાં આવશે, પરંતુ અહીં પણ કર્મચારીને રસીના બંને ડોઝ લીધા પછી જ કામ કરવાની મંજૂરી આપવામાં આવશે.

આ સાથે જ, મુંબઈ સહિત મહારાષ્ટ્ર રાજ્યના 25 જીલ્લાઓ કે જેમાં કોરોનાનું સંક્રમણ ઓછું છે ત્યાં છૂટછાટ આપવાનો નિર્ણય કરાયો છે. જેમાં દર રવીવારે પહેલાની જેમ જ પ્રતિબંધો યથાવત રહેશે.

મહારાષ્ટ્રના આ જિલ્લાઓમાં વધારે છે પોઝીટીવીટીનો રેટ

18 જુલાઈથી 24 જુલાઈ વચ્ચે, સાંગલીમાં સક્રિય કોરોના પોઝિટિવિટી રેટ 9.1 ટકા હતો. તે પછી સતારામાં 8.2 ટકા, સિંધુદુર્ગમાં 8 ટકા, પુનામાં 7.4 ટકા, કોલ્હાપુરમાં 6.3 ટકા, અહેમદનગરમાં 6.2 ટકા, બીડમાં 5.8 ટકા, સોલાપુરમાં 5 ટકા અને રત્નાગિરિમાં 4.7 ટકા છે.જ્યારે મુંબઇમાં આ પોઝિટિવિટી રેટ  2.3 ટકા રહ્યો છે.

કોરોનાને કારણે થઈ રહી છે અર્થ વ્યવસ્થાં પર અસર

મહારાષ્ટ્રમાં કોરોના મહામારીને કારણે અર્થતંત્રને સૌથી વધુ અસર થઈ છે. મહારાષ્ટ્રના મંત્રી અસલમ શેખે કેન્દ્ર સરકાર પાસે મહારાષ્ટ્ર માટે વિશેષ પેકેજની માંગણી કરી છે.

રાજ્ય સરકાર પણ કોરોના સંક્રમણ દરમિયાન થયેલાં આર્થિક નુકસાનની ભરપાઇ માટે વિશેષ પેકેજ પણ આપશે. મંત્રી અસલમ શેખે કહ્યું કે અમે આ કુદરતી આફતને કારણે મહારાષ્ટ્રના લોકોને થયેલા નુકસાનનું પંચનામું પણ કર્યું છે. રાજ્ય સરકાર આ નુકસાનની ભરપાઇ માટે તેની તરફથી આર્થિક પેકેજ આપવા જઈ રહી છે. અમે કેન્દ્ર સરકારને પણ મહારાષ્ટ્રને આર્થિક પેકેજ આપવા જણાવ્યું છે.

આ પણ વાંચો : Raj Kundra Case: ગેહના વશિષ્ઠ અને રાજ કુંદ્રાના 4 પ્રોડ્યુસર વિરુદ્ધ નોંધાયેલ FIRની ક્રાઇમ બ્રાંચના પ્રોપર્ટી સેલ કરશે તપાસ

Latest News Updates

નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
g clip-path="url(#clip0_868_265)">