AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Earthquake in China: ભૂકંપના ઝટકાથી હચમચી ઉઠ્યો ચીનનો કિંઘાઈ પ્રાંત, રિક્ટર સ્કેલ પર 6.9ની તીવ્રતા

ચીનના કિંઘાઈ પ્રાંતમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.9 દર્શાવી છે.

Earthquake in China: ભૂકંપના ઝટકાથી હચમચી ઉઠ્યો ચીનનો કિંઘાઈ પ્રાંત, રિક્ટર સ્કેલ પર 6.9ની તીવ્રતા
Earthquake in China ( File photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 08, 2022 | 7:49 AM
Share

ચીનના(China) કિંઘાઈ પ્રાંતમાં (Qinghai)  ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. શનિવારે પ્રાંતના ઉત્તરપૂર્વમાં સ્થિત મેનુઆન કાઉન્ટીમાં (Menyuan County) રિક્ટર સ્કેલ પર 6.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ચીનના સ્થાનિક મીડિયાએ આ માહિતી આપી છે. ચીનની સ્થાનિક મીડિયા એજન્સીના જણાવ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્ર 37.77 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 101.26 ડિગ્રી પૂર્વ રેખાંશ પર જોવા મળ્યું હતું. ભૂકંપ 10 કિલોમીટરની ઉંડાઈએ આવ્યો હતો.

ચીનના આ પ્રાંતમાં રાતે 1.45 કલાકે ભૂકંપ આવ્યો હતો. પ્રાંતીય માહિતી કચેરીએ શનિવારે વહેલી સવારે આયોજિત એક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. નોંધનીય છે કે લગભગ એક અઠવાડિયા પહેલા, ચીનના યુનાન પ્રાંતના નિંગલાંગ કાઉન્ટીમાં  (Ninglang County) 5.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જે બાદ ઓછામાં ઓછા 22 લોકો ઘાયલ થયા હતા. રાજ્ય સમાચાર એજન્સીએ માહિતી આપી હતી કે, ભૂકંપ લગભગ 3:02 વાગ્યે આવ્યો હતો.

ઘરોની ટાઈલ્સ પડી

યુનાનમાં ભૂકંપનું કેન્દ્ર લિજિયાંગ શહેરમાં નિંગલોંગ કાઉન્ટીથી 60 કિલોમીટર અને યોંગનિંગ શહેરથી ત્રણ કિલોમીટર દૂર છે. નિંગલાંગ પબ્લિસિટી ડિપાર્ટમેન્ટે જણાવ્યું કે ગામના કેટલાય ઘરોમાંથી ટાઈલ્સ પડી ગઈ છે. સમાચાર અનુસાર અસરગ્રસ્ત વિસ્તારની વસ્તી 24,000 છે.

ફાયર વિભાગે નિંગલાંગમાં એપી સેન્ટર વિસ્તારમાં આપત્તિની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે ચાર વાહનો અને 15 લોકોને રવાના કર્યા હતા. આ સિવાય 60 સભ્યોની શોધ માટે બચાવ ટીમ પણ મોકલવામાં આવી હતી.

તાઈવાનમાં પણ ભૂકંપ આવ્યો હતો  (Taiwan Earthquake)

યુનાન પ્રાંતમાં આવેલા ભૂકંપના બે દિવસ બાદ 3જી તારીખે તાઈવાનના ઉત્તર ભાગમાં જોરદાર આંચકા અનુભવાયા હતા. સર્વે અનુસાર ભૂકંપની તીવ્રતા 6.2 હતી અને તેનું કેન્દ્ર દ્વીપના પૂર્વ કિનારે હુઆલિન શહેરની પૂર્વમાં સમુદ્ર સપાટીથી 28.7 કિલોમીટરની ઉંડાઈએ હતું. રાજધાની તાઈપેઈમાં ભૂકંપના આંચકાથી ઈમારતની દિવાલોમાં તિરાડ પડી ગઈ હતી. રિપોર્ટ અનુસાર આંચકો જોરદાર હોવા છતાં તેનાથી ઓછું નુકસાન થવાની ધારણા છે.

આ પણ વાંચો : Happy Birthday Sagarika Ghatge: ઝહીર ખાને સાગરિકા ઘાટગે સાથે લગ્ન કરવા માટે કરવું પડયું હતું આ કામ, એક્ટ્રેસે સંભળાવ્યો કિસ્સો

આ પણ વાંચો : Horoscope Today: દૈનિક રાશિફળ, વૃષભ 08 જાન્યુઆરી: નકારાત્મક વલણ ધરાવતા લોકોથી અંતર રાખો, કોઈ નજીકના મિત્ર કે સંબંધી જ તમારી મુશ્કેલીનું કારણ બની શકે

g clip-path="url(#clip0_868_265)">