4 દિવસ નોકરી-3 દિવસ રજાથી કર્મચારીઓની કામ કરવાની ક્ષમતામાં વધારો, ભારત કર્મચારીઓ પાસેથી કામ લેવામાં બીજા નંબરે

|

Nov 30, 2022 | 2:31 PM

UK, ફ્રાંસ, ન્યુઝીલેન્ડમાં વિવિધ કંપનીઓ દ્વારા 4 દિવસની નોકરી અને 3 દિવસની રજાના નિર્ણય બાદ કર્મચારીઓની ઉત્પાદન ક્ષમતામાં વધારો નોંધાયો છે. અને, કંપનીઓના આ નિર્ણયને પગલે 92 ટકાથી વધારે કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

4 દિવસ નોકરી-3 દિવસ રજાથી કર્મચારીઓની કામ કરવાની ક્ષમતામાં વધારો, ભારત કર્મચારીઓ પાસેથી કામ લેવામાં બીજા નંબરે
4 ડે વર્કિંગના નિર્ણયથી કર્મચારીઓ ખુશ
Image Credit source: File Photo

Follow us on

UKમાં 100 કંપનીઓએ પગારમાં ઘટાડો કર્યા વગર 4 ડે વર્કિંગની શરૂઆત કરી છે. આ કંપનીઓમાં કુલ 2,600 કર્મચારીઓ છે. કંપનીઓને આશા છે કે આ નિર્ણયથી કર્મચારીઓની ઉત્પાદન ક્ષમતામાં સુધારો આવશે. તેમનું કહેવું છે કે કર્મચારીઓ પણ સ્વસ્થ અને ખુશ રહી શકશે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો. UKની બે સૌથી મોટી ફર્મ એટમ બેંક અને ગ્લોબલ માર્કેટિંગ કંપની એવિને 4 ડે વર્કિંગનો નિર્ણય કર્યો છે. આ બંને કંપનીઓમાં આશરે 450થી વધારે કર્મચારીઓ નોકરી કરે છે. એવિનના ચીફ એક્ઝિક્યુટિવ એડમ રોસે આ નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો છે.

નોંધનીય છેકે 2019માં જાપાનમાં માઇક્રોસોફ્ટે પણ આ પ્રયોગ કરીને ચાર દિવસ નોકરી અને ત્રણ દિવસ રજા આપવાનું શરૂ કર્યું હતું. આ નિર્ણય બાદ માઇક્રોસોફ્ટે જણાવ્યું હતું કે કર્મચારીઓની ઉત્પાદન ક્ષમતા વધી અને કર્મચારીઓમાં રજા લેવાની બાબતમાં ઘટાડો નોંધાયો છે. આ સાથે કંપનીના વિજળીના વપરાશમાં પણ નોંધપાત્ર ઘટાડો સામે આવ્યો હતો. આ નિર્ણયનો આશરે 92 ટકાથી વધારે કર્મચારીઓએ ખુશીની ભાવના વ્યક્ત કરી હતી. આ પહેલા ફ્રાન્સમાં પણ કેટલીક કંપનીઓએ આ પ્રયોગ કર્યો હતો. ન્યૂઝીલેન્ડમાં પણ પરપેચ્યુઅલ ગાર્ડિયન કંપની દ્વારા અઠવાડિયામાં ચાર દિવસ નોકરીનો પ્રયોગ કર્યો હતો. જેને સારી સફળતા મળી હતી.

ભારત કર્મચારીઓ પાસેથી વધુ કામ લેવાના મામલામાં આગળ

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

દુનિયાભરમાં સૌથી વધુ કામ કયાં દેશમાં લેવામાં આવે છે તો ભારત આ બાબતે બીજા નંબરે આવે છે. આપણા દેશમાં કંપનીઓ દ્વારા એક અઠવાડિયામાં નોકરીયાતો પાસેથી અંદાજે 50 કલાક જેટલું કામ કરાવવામાં આવે છે. નોકરીમાં કામ કરાવવાના મામલામાં ગામ્બિયા દેશમાં ટોપ એટલે નંબર 1 પર છે, અહીં 1 સપ્તાહમાં 51 કલાક કામ કરાવવામાં આવે છે. જો પાકિસ્તાન અને બાંગ્લાદેશની વાત કરીએ તો અહીં અંદાજે 47 કલાક છે.

ભારતમાં પણ 4 ડે વર્કિંગ પર હજુ કોઇ નિર્ણય નહીં

ભારતમાં લાંબા સમયથી ચાર દિવસની નોકરી અને 3 દિવસની રજાને લઇને અનેક ચર્ચાઓ ચાલી રહી છે. સરકાર કંપનાઓને ફ્લેક્સિબિલિટીની સાથે વીકમાં 4 દિવસ કામ અને 3 દિવસ રજાની યોજનાને મંજૂરી આપી શકે છે. જોકે, ભારતમાં આ નિર્ણય બાદ શિફ્ટની લંબાઇમાં વધારો કરાઇ શકે છે. એટલેકે 12 કલાકની શિફ્ટવાળાને વીકમાં 4 દિવસ કામ કરવું પડી શકે. આવી રીતે 10 કલાકની શિફ્ટવાળાને 5 દિવસ અને 8 કલાકની શિફ્ટવાળાને વીકમાં 6 દિવસ કામ કરવું પડશે.

(સૌજન્ય- અહેવાલ)

Next Article