Texas School Shooting : અમેરિકાના ટેક્સાસની શાળામાં અંધાધૂંધ ગોળીબારમાં 21ના મોત

|

May 25, 2022 | 7:01 AM

આરોપી રાઈફલ લઈને સ્કૂલમાં ઘૂસ્યો હતા અને આડેધડ ગોળીબાર કર્યો. ફાયરિંગમાં અત્યાર સુધીમાં 18 વિદ્યાર્થીઓ સહીત કુલ 21 લોકોના મોત થયા છે. રાષ્ટ્રપતિ બાઈડન અને હિલેરી ક્લિન્ટને શોક વ્યક્ત કર્યો છે.

Texas School Shooting : અમેરિકાના ટેક્સાસની શાળામાં અંધાધૂંધ ગોળીબારમાં 21ના મોત
21 killed in Texas school shooting
Image Credit source: Social media

Follow us on

અમેરિકાના (America) ટેક્સાસમા (Texas) મંગળવારે સવારે એક 18 વર્ષના યુવકે પ્રાથમિક શાળામાં આડેઘડ ગોળીબાર (School Shooting) કર્યો હતો. આ ફાયરિંગમાં અત્યાર સુધીમાં 21 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. જેમાં 18 બાળકો અને ત્રણ વયસ્કોનો સમાવેશ થાય છે. યુએસ મીડિયાએ ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટને ટાંકીને કહ્યું કે રોબ એલિમેન્ટરી સ્કૂલમાં (Rob Elementary School) ગોળીબાર થયો છે. જેમાં કેટલાકે જીવ ગુમાવ્યા છે. પોલીસની જવાબી કાર્યવાહીમાં હુમલાખોર પણ માર્યો ગયો છે.

જો બાઈડને દુઃખ વ્યક્ત કર્યું

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું કે રોબ એલિમેન્ટરી સ્કૂલમાં બનેલી ઘટના ખૂબ જ દુઃખદ છે. રોબ એલિમેન્ટરી સ્કૂલમાં ગોળીબારમાં માર્યા ગયેલા લોકોના માનમાં, તમામ લશ્કરી અને નૌકા જહાજો, સ્ટેશનો અને વિદેશમાંના તમામ યુએસ દૂતાવાસો અને અન્ય કચેરીઓએ 28 મેના સૂર્યાસ્ત સુધી અડધી માસ્ટ જાહેર કરી હતી. જો બાઈડને ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટ સાથે વાતચીત કરી અને સ્કૂલમાં ગોળીબારની ઘટનામાં જરૂરી મદદ કરવા માટે વાત કરી હતી.

હિલેરી ક્લિન્ટને કહ્યું કે હિંસા બંધ થવી જોઈએ

હિલેરી ક્લિન્ટને પણ ટેક્સાસ ગોળીબારની ઘટના પર નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યું કે આવી ઘટના સંદર્ભે વિચારો અને પ્રાર્થનાઓ પૂરતી નથી. છેલ્લા થોડા વર્ષોમાં, આપણે પીડાથી ભરેલી ચીસોની ભૂમિ બની રહ્યા છીએ. અમને ફક્ત એવા ધારાશાસ્ત્રીઓની જરૂર છે જેઓ અમેરિકામાં બંદૂકની હિંસા રોકવા માટે તૈયાર હોય.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ટેક્સાસના ઉવાલ્ડેમાં ઘટના

ગવર્નર ગ્રેગ એબોટે જણાવ્યું હતું કે આ ગોળીબાર 2012ના સેન્ડી હૂક એલિમેન્ટરી સ્કૂલના શૂટિંગ કરતાં વધુ ઘાતક હતું. તેણે જણાવ્યું કે આ ઘટના ટેક્સાસના નાના શહેર ઉવાલ્ડેમાં બની હતી. અહીંની વસ્તી 20,000થી ઓછી છે.

બંદૂકધારી હુમલાખોરનું નામ સાલ્વાડોર રામોસ

ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટના જણાવ્યા અનુસાર, બંદૂકધારીનું નામ સાલ્વાડોર રામોસ હતું, જે આ વિસ્તારનો રહેવાસી હતો. શાળામાં માત્ર 600 કરતાં ઓછા વિદ્યાર્થીઓની નોંધણી કરાયેલી છે. ઘાયલોને એમ્બ્યુલન્સ અને બસ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં 60 વર્ષની એક મહિલા પણ ગંભીર રીતે ઘાયલ થઈ છે, તેની સારવાર ચાલી રહી છે. તેમજ 10 વર્ષની એક બાળકીની હાલત પણ નાજુક છે.

Published On - 6:41 am, Wed, 25 May 22

Next Article