આધુનિક ફોરેન્સિક ટેકનોલોજીની કમાલ, 9/11 હુમલાના 20 વર્ષ બાદ બે પીડિતની થઇ ઓળખ

ફોરેન્સિક વૈજ્ઞાનિકો દ્વારા 22,000 બોડી પાર્ટ્સનું ટેસ્ટિંગ અને રી-ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આ બોડી પાર્ટ્સ વર્લ્ડ ટ્રેડ સેન્ટરની સાઇટ પરથી મળી આવ્યા હતા. અમુક ટેસ્ટિંગ તો એવા છે જેના હાડકા કીડી જેવડા છે.

આધુનિક ફોરેન્સિક ટેકનોલોજીની કમાલ, 9/11 હુમલાના 20 વર્ષ બાદ બે પીડિતની થઇ ઓળખ
9/11 attakcs

11 સપ્ટેમ્બર 2001 ના રોજ અમેરિકા(America) પર થયેલા ભયાનક હુમલાને 20 વર્ષ પૂરા થશે. ત્યારે અફઘાનિસ્તાનથી (Afghanistan) અમેરિકા સુધી હલચલ મચી જવા પામી છે. આ વચ્ચે સમાચાર છે જે વધુ ચોંકાવનારા છે. જે કંઈ થઇ રહ્યું છે તેની ઉમ્મીદ તો દુનિયાને હતી પરંતુ જે થયું તે સંપૂર્ણ પણે અકલ્પનિય છે. અમેરિકામાં 9/11 હુમલાના (9/11 attack)  20 વર્ષ બાદ વધુ બે પીડિતોની ઓળખ થઈ છે. આ બંને પીડિતો ન્યૂયોર્કમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલા સાથે સંબંધિત છે.

એડવાન્સ ડીએનએ સાયન્સ તરફથી મદદ
ન્યૂયોર્કના હેમ્પસ્ટીડની ડોરોથી મોર્ગન હુમલાનો 1646મોં પીડિત હતો. તેની ઓળખ DNA વિશ્લેષણ દ્વારા કરવામાં આવી છે. તેના બોડી પાર્ટસ વર્લ્ડ ટ્રેડ સેન્ટરની સાઇટ પરથી એકત્રિત કરવામાં આવ્યું હતું. ટ્વિટર ટાવર પર થયેલા હુમલામાં 2,753 લોકોના કરુણ મોત નિપજ્યા હતા.

તે જ સમયે, બીજો પીડિત જેની અમેરિકન એજન્સીઓ દ્વારા ઓળખ કરવામાં આવી છે તે 1647મો પીડિત છે તેમના નામો જાહેર કરવામાં આવ્યા નથી કારણ કે પરિવારે આવું ન કરવાની વિનંતી કરી હતી. ન્યુ યોર્ક સિટીનાચીફ મેડિકલ એક્ઝામિનરની કચેરી દ્વારા મોર્ગન અને અન્ય પીડિતની ઓળખ કરવામાં આવી છે. નવી ફોરેન્સિક ટેકનોલોજી અને અદ્યતન ડીએનએ સાયન્સના કારણે આ બંનેની ઓળખ થઈ છે.

દરેક પીડિતની ઓળખ કરવામાં આવશે
ડોક્ટર બાર્બરા જે ન્યુયોર્કના ચીફ મેડિકલ એઝામિનર છે તે આ વિષે વધુ જાણકારી આપી હતી. તેને કહ્યું હતું કે, ’20 વર્ષ પહેલા અમે વર્લ્ડ ટ્રેડ સેન્ટરના પીડિતોને વચન આપ્યું હતું કે ભલે ગમે તેટલો સમય લાગતો હોય હુમલામાં પ્રિય અને નજીકના લોકોએ જીવ ગુમાવ્યો હોય તે લોકોની ઓળખ કોઈ પણ ભોગે કરવામાં આવશે. આજે બે નવી ઓળખ સાથે તે સાબિત થયું છે કે આપણે આપણા તે પવિત્ર વચનને પૂર્ણ કરવા માટે કેટલા પ્રતિબદ્ધ છીએ.

1110 લોકોની ઓળખ હજુ બાકી છે
બાકીના ડીએનએનું પરીક્ષણ કરીને મોર્ગનની ઓળખ કરવામાં આવી છે જે વર્ષ 2001માં રિકવર કરવામાં આવ્યું હતું. તે જ સમયે બીજા મૃતક પુરુષની ઓળખ 2001, 2002 અને 2006માં મળેલા DNA સેમ્પલમાંથી મળી છે. બે વર્ષમાં આ પ્રથમ વખત છે જ્યારે પીડિતોની ઓળખ થઈ છે. 1110 પીડિતો છે જેમની ઓળખ હજુ બાકી છે. આ આંકડો 20 વર્ષ પહેલા થયેલા હુમલામાં માર્યા ગયેલા કુલ લોકોનો 40 ટકા છે. એટલે કે, અત્યાર સુધી 40 ટકા મૃતકોની ઓળખ થઈ શકી નથી.

શરીરના અંગો 20 વર્ષથી પરીક્ષા માટે રાખવામાં આવ્યા છે
મીડિયા રિપોર્ટ અનુસાર, ફોરેન્સિક વૈજ્ઞાનિકો દ્વારા 22,000 બોડી પાર્ટસનું ટેસ્ટિંગ અને રી-ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આ શરીરના અંગો વર્લ્ડ ટ્રેડ સેન્ટરની સાઇટ પરથી મળી આવ્યા હતા. અસ્થિના કીડીના કદ જેટલા ભાગની મદદથી ઘણા પરીક્ષણો કરવામાં આવી રહ્યા છે. ન્યુ યોર્ક સિટીના મુખ્ય તબીબી પરીક્ષકની કચેરીના જણાવ્યા અનુસાર, વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના હુમલાઓ હજુ પણ વિશ્વ અને અમેરિકન ઇતિહાસમાં સૌથી મોટી અને સૌથી જટિલ ફોરેન્સિક તપાસ છે.

સેમ્પસને કહ્યું છે કે 11 સપ્ટેમ્બર, 2001 ના હુમલા પછી ભલે ગમે તેટલા વર્ષો વીતી ગયા હોય પણ અમે તેને ક્યારેય ભૂલીશું નહીં અને જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના પરિવારને મળી શકે તે માટે કોઈપણ સાધનનો ઉપયોગ કરીશું.

 આ પણ વાંચો :   GST નો આ નિયમ તમને અચરજ પમાડશે ! રોટલી પર 5% પણ પરોઠા પણ ચૂકવવો પડશે 18% ટેક્સ , જાણો શું છે આ પાછળ તર્ક

 આ પણ વાંચો : Sanjay Gupta: સમાચારપત્રમાં શહેરની ગંદકી વિશે વાંચ્યું,વિદેશની જોબ છોડીને પોતાના શહેરને વેસ્ટ ફ્રી કર્યું

Click on your DTH Provider to Add TV9 Gujarati