Sanjay Gupta: સમાચારપત્રમાં શહેરની ગંદકી વિશે વાંચ્યું,વિદેશની જોબ છોડીને પોતાના શહેરને વેસ્ટ ફ્રી કર્યું

સંજય ગુપ્તાએ કહ્યું કે, વ્યક્તિગત લેવલ પર હું કાનપુર અને દેશના અન્ય હિસ્સાઓ માટે પણ કામ કરી રહ્યો છું. અનેક રાજ્યોમાં મારૂં મોડેલ અપનાવવામાં આવી રહ્યું છે.

Sanjay Gupta: સમાચારપત્રમાં શહેરની ગંદકી વિશે વાંચ્યું,વિદેશની જોબ છોડીને પોતાના શહેરને  વેસ્ટ ફ્રી કર્યું
After reading about the filth of his city in the newspaper, he quit his job abroadnow his city is garbage free

Sanjay Gupta : સારી સેલરી અને દરેક પ્રકારની સુવિધા હતી. કોઈ ચીજની મુશ્કેલી નહોતી. એક દિવસ સમાચારપત્ર (Newspapers)માં છપાયેલા સમાચાર પર મારી નજર પડી, જેમાં મારા હોમટાઉન  (Hometown)આસામના તિનસુકિયા (Tinsukia) જિલ્લાને સૌથી ગંદું શહેર ગણાવાયું હતું, સમાચાર વાંચ્યા પછી હું ખૂબ પરેશાન થયો. હું વિચારવા લાગ્યો કે પોતાના શહેર માટે કંઈ કરી શકતો નથી, જ્યારે મારું પોતાનું શહેર જ ગંદું હોય.

નોકરી છોડી દીધી અને પોતાના શહેરની ગંદકી દુર કરવાના અભિયાનમાં જોડાઈ ગયો. આજે મારું શહેર લગભગ વેસ્ટ ફ્રી થઈ ગયું છે, લોકો જાગ્રત થઈ ગયા છે. એટલું જ નહીં, હવે આસામના બીજા જિલ્લા પણ વેસ્ટ ફ્રી થઈ રહ્યા છે.

લોકોને કામ મળી રહ્યું છે, મહિલાઓ આત્મનિર્ભર બની રહી છે.આ વ્યક્તિનું નામ સંજય ગુપ્તા છે, જેઓ લાંબા સમયથી વેસ્ટ મેનેજમેન્ટ (Waste management)પર કામ કરી રહ્યા છે.JNUમાંથી અભ્યાસ પૂરો કર્યા પછી સંજય ગુપ્તાને જોબ મળી ગઈ. 2013 સુધી તેમણે અલગ-અલગ સંસ્થાઓ માટે વેસ્ટ મેનેજમેન્ટ અને તેને સંલગ્ન પ્રોજેક્ટ પર કામ કર્યુ. તેના પછી તેઓ સ્વિત્ઝર્લેન્ડ (Switzerland)ચાલ્યા ગયા. સંજય કહે છે કે ત્રણ વર્ષ અગાઉ જ્યારે મને પોતાના હોમટાઉનની ગંદકી વિશે જાણ થઈ હતી.

તો મેં સરકાર અને જિલ્લાના અધિકારી (District Officer)ઓને લેટર લખ્યો. તેમને જણાવ્યું કે હું વેસ્ટ મેનેજમેન્ટ પર કામ કરી રહ્યો છું તેના માટે સરકાર તરફથી પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો અને હું આસામ (Assam) પરત આવી ગયો.

સંજય ગુપ્તા (Sanjay Gupta)એ કહ્યું કે, અહીં આવ્યા પછી ખ્યાલ આવ્યો કે મુશ્કેલી ખરેખર મોટી છે. શહેરમાં ગંદકી તો હતી જ, સાથે સાથે લોકોની આદતો પણ યોગ્ય નહોતી. જેમને જ્યાં મને પડે ત્યાં કચરો ફેંકી દેતા હતા. હોટેલ અને દુકાનોની બહાર કચરાનો ઢગ પડ્યો રહેતો હતો. ખૂબ ઓછા લોકો જ જાગૃત હતા.

હું નગરનિગમ (Municipal Corporation)ના અધિકારીઓને મળ્યો અને સ્થાનિક લોકોની સાથે મળીને એક ટીમ તૈયાર કરી. સૂકા અને ભીના કચરાનો ફરક જણાવ્યો. દરેક પ્રકારના કચરાને કઈ રીતે અલગ કરવાનો છે, તેની પ્રોસેસ સમજાવી અને પછી પોતાના કામમાં લાગી ગયા. આજે અમારી ટીમમાં 122 લોકો કામ કરે છે. તેમાં મોટાભાગે મહિલાઓ છે. અત્યાર સુધીમાં અમે લોકો 500 ટન કચરો એકત્ર કરી ચૂક્યા છીએ. 50 લાખથી વધુ પ્લાસ્ટિક બોટલ રિસાયકલ્ડ કરી ચૂક્યા છીએ.

સંજય (Sanjay Gupta)કહે છે કે CSR તરફથી અમને અમુક ફંડ મળ્યું છે. તેમણે વેસ્ટ કલેક્ટ કરવા માટે અમને 23 ગાડીઓ ઉપલબ્ધ કરાવી છે. કેટલીક મદદ અમને નગર નિગમ પાસેથી પણ મળે છે.

આ પણ વાંચો : sports ministryનો મોટો નિર્ણય, ડોપિંગનો આરોપ લાગેલા ખેલાડીને પણ રમત પુરસ્કારો અપાશે, પણ એક શરતે

Click on your DTH Provider to Add TV9 Gujarati