LAC પર ચીનના સૈનિકો સાથેની હિંસક ઝડપમાં ભારતીય સેનાના 20 જવાન શહીદ

|

Sep 28, 2020 | 2:52 PM

LAC પર સોમવારના રોજ થયેલી ઝડપમાં ભારતીય સેનાના 20 જવાન શહીદ થયા છે.  ભારત સરકારે અધિકારીક આ વાતની પુષ્ટિ કરી છે. પહેલાં પણ ભારતના 3 જવાન શહીદ થયા હોવાની ખબર આવી હતી. ભારતીય સેનાએ કહ્યું કે બંને તરફ નુકસાન થયું છે.  અમુક ભારતીય સૈનિકો ગંભીર રીતે ઘાયલ પણ થયા અને તેમને સારવાર આપવામાં આવી રહી […]

LAC પર ચીનના સૈનિકો સાથેની હિંસક ઝડપમાં ભારતીય સેનાના 20 જવાન શહીદ

Follow us on

LAC પર સોમવારના રોજ થયેલી ઝડપમાં ભારતીય સેનાના 20 જવાન શહીદ થયા છે.  ભારત સરકારે અધિકારીક આ વાતની પુષ્ટિ કરી છે. પહેલાં પણ ભારતના 3 જવાન શહીદ થયા હોવાની ખબર આવી હતી. ભારતીય સેનાએ કહ્યું કે બંને તરફ નુકસાન થયું છે.  અમુક ભારતીય સૈનિકો ગંભીર રીતે ઘાયલ પણ થયા અને તેમને સારવાર આપવામાં આવી રહી છે.

ભારતીય સેનાના 20 જવાનના મોત થયા છે અને તેની સંખ્યામાં વધારો પણ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે સોમવારની રાત્રે ભારત અને ચીનની સેના વચ્ચે હિંસક ઝડપ થઈ હતી. આ ઘટના ત્યારે ઘટી હતી ત્યારે ગલવાન ઘાટીમાં બંને દેશ વચ્ચે શાંતિવાર્તા થઈ રહી હતી. પીએમ મોદીના નિવાસ સ્થાને આ ઘટનાને લઈને ઉચ્ચસ્તરીય બેઠક ચાલી રહી છે.એવી જાણકારી પણ પ્રાપ્ત રહી છે કે ચીનના 43 સૈનિકના મોત કે ઘાયલ થયા છે.  સરહદ પર ચીની એરક્રાફ્ટની અવરજવર વધી રહી છે. ભારતમાં ઉચ્ચસ્તરીય બેઠક આ ઘટનાને લઈને ચાલી રહી છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 5:08 pm, Tue, 16 June 20

Next Article