સિમ કાર્ડ કે સોનાની ખાણ ! આ રીતે એક માણસે Sim Card માંથી 31 લાખ રૂપિયાનું સોનું કાઢ્યું અને રાતોરાત બન્યો કરોડપતિ

આજ સુધી આપણે ફેંકી દેતા સિમ કાર્ડ અને ઇલેક્ટ્રોનિક કચરાને માત્ર બિનમુલ્ય વસ્તુ માનતા આવ્યા છીએ. પરંતુ શું તમને ખબર છે કે આ ડિજિટલ કચરામાં લાખો-કરોડોની સંપત્તિ છુપાયેલી હોઈ શકે?

સિમ કાર્ડ કે સોનાની ખાણ ! આ રીતે એક માણસે Sim Card માંથી 31 લાખ રૂપિયાનું સોનું કાઢ્યું અને રાતોરાત બન્યો કરોડપતિ
SIM card gold extraction
Image Credit source: AI Generated
| Updated on: Feb 04, 2026 | 7:29 PM

ચીનના એક બ્લોગરે ઇલેક્ટ્રોનિક વેસ્ટ અને જૂના સિમ કાર્ડમાંથી અંદાજે 191 ગ્રામ સોનું કાઢીને સૌને ચોંકાવી દીધા છે. સોનાની શુદ્ધતા વિશે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી, પરંતુ જો આ સોનું 24 કેરેટનું માનવામાં આવે તો તેની બજાર કિંમત ₹3.1 મિલિયનથી પણ વધારે થાય છે. આ શોધના કારણે તે યુવાન રાતોરાત કરોડપતિ બની ગયો.

આજની ટેકનોલોજીભરી દુનિયામાં આપણે રોજિંદા જીવનમાં ફેંકી દેતા ડિજિટલ કચરામાં કોઈ અમૂલ્ય સંપત્તિ છુપાયેલી હોઈ શકે છે, એવો વિચાર ભાગ્યે જ કોઈ કરે. પરંતુ આ હકીકત ચોંકાવનારી રીતે સાચી સાબિત થઈ છે. ચીનના ગુઆંગડોંગ પ્રાંતમાં સામે આવેલા એક અનોખા કિસ્સામાં, એક બ્લોગરે જૂના સિમ કાર્ડ અને ઇલેક્ટ્રોનિક કચરાને આધારે કરેલા પ્રયોગથી સૌને અચંબામાં મૂકી દીધા છે. તેના જણાવ્યા મુજબ, હજારો બિનઉપયોગી સિમ કાર્ડ અને કમ્યુનિકેશન ચિપ્સને ખાસ પ્રક્રિયા દ્વારા શુદ્ધ કરીને તેણે અંદાજે 191.73 ગ્રામ સોનું મેળવ્યું છે. જો આ સોનું 24 કેરેટનું હોવાનું માનવામાં આવે, તો વર્તમાન બજાર ભાવ મુજબ તેની કિંમત 3.1 મિલિયન રૂપિયાથી પણ વધુ થાય છે. ‘ચિપ અલ્કેમી’ નામે શેર કરાયેલો આ બ્લોગર સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે, જોકે આ પ્રયોગ પાછળ છુપાયેલા જોખમો અને વાસ્તવિકતાઓ લોકો માટે વધુ ચિંતા જગાવનારા હોવાનું માનવામાં આવે છે.

બ્લોગરે શેર કરેલા એક વિડીયોમાં રસાયણો અને વિવિધ એસિડની મદદથી સિમ કાર્ડના નાના ભાગોમાંથી સોનું અલગ કરવાની પ્રક્રિયા દર્શાવે છે. આ દરમિયાન એસિડ તથા ઇલેક્ટ્રિક શોક જેવી જોખમી વૈજ્ઞાનિક રીતોનો ઉપયોગ થતો હોવાનું પણ વિડીયોમાં જોવા મળે છે. વિડીયો સોશિયલ મીડિયા પર ફેલાતાની સાથે જ લોકોની પ્રતિક્રિયાઓની ભરમાર થઈ ગઈ. એક યુઝરે તો ટિપ્પણી કરી કે “દસ વર્ષ મહેનત કરવાને બદલે એક વર્ષ કચરો ભેગો કરવો વધુ ફાયદાકારક છે.” એટલું જ નહીં, અનેક લોકોએ આ જોખમી ટેકનિક શીખવા માટે બ્લોગરના શિષ્ય બનવાની ઇચ્છા પણ વ્યક્ત કરી. ઘણા દર્શકોને એ જાણીને આશ્ચર્યચકિત થઈ ગયા કે સામાન્ય મોબાઇલ ફોનમાં રહેલું નાનું સિમ કાર્ડ સોનામાં ફેરવી શકાય છે. જોકે, આ દાવાઓ પાછળ એક મહત્વપૂર્ણ ટેકનિકલ હકીકત છુપાયેલી છે. વિડીયો સામે આવ્યા બાદ નિષ્ણાતોએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે સિમ કાર્ડમાં સોનાનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, એક સામાન્ય સિમ કાર્ડની ચિપમાં સોનાનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. આ કારણે અંદાજે 191 ગ્રામ સોનું મેળવવા માટે લગભગ 4 લાખ સિમ કાર્ડની જરૂર પડી શકે. વધતી ચર્ચા અને શંકાઓ બાદ બ્લોગરે પોતે જ આગળ આવીને સ્પષ્ટતા કરી હતી કે તેણે માત્ર સામાન્ય સિમ કાર્ડનો ઉપયોગ કર્યો નહોતો. તેના કહેવા મુજબ, સોનું ટેલિકોમ ઉદ્યોગના ખાસ પ્રકારના જૂના કચરામાંથી મેળવવામાં આવ્યું હતું, જેમાં અતિસૂક્ષ્મ સ્તરે સોનાનું કોટિંગ હોય છે. બ્લોગરે વધુમાં કહ્યું હતું કે, “હું આ વાત સ્પષ્ટ કરવા માંગું છું કે ઘરમાં બેઠા સિમ કાર્ડમાંથી સોનું કાઢવું કોઈ સરળ પ્રક્રિયા નથી. હકીકતમાં, ફેંકી દેવાયેલા ઇલેક્ટ્રોનિક સાધનોમાંથી કિંમતી ધાતુઓ મેળવવી એ વ્યાવસાયિક સ્તરની કામગીરી છે. મારા વિડીયાનો હેતુ માત્ર એટલો જ હતો કે લોકો સમજી શકે કે આપણે જે કચરો માનીએ છીએ તેમાં પણ કેટલી મોટી કિંમત છુપાયેલી હોઈ શકે છે. મારો કોઈ ખોટી માહિતી ફેલાવવાનો કે સનસનાટી મચાવવાનો ઇરાદો નહોતો.”

બ્લોગરે એમ પણ જણાવ્યું હતું કે તે લાંબા સમયથી આ ક્ષેત્રમાં કાર્યરત છે અને ઇ-કચરાની પ્રક્રિયા માટે તેની પાસે જરૂરી અનુભવ, તકનીકી સમજ અને ખાસ સાધનો ઉપલબ્ધ છે. તેના વિડીયોની વ્યાપક અસરને ધ્યાનમાં રાખીને નિષ્ણાતોએ સામાન્ય લોકોને સખત ચેતવણી આપી હતી કે સિમ કાર્ડ અથવા ઇલેક્ટ્રોનિક ચિપ્સમાંથી સોનું કાઢતી વખતે ઉપયોગમાં લેવાતા રસાયણો અત્યંત ખતરનાક અને જીવલેણ હોઈ શકે છે. આ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા ઝેરી વાયુઓ ફક્ત માનવ ફેફસાંને નુકસાન પહોંચાડે એટલું જ નહીં, પરંતુ આસપાસના પર્યાવરણને પણ ગંભીર રીતે પ્રદૂષિત કરી શકે છે. યોગ્ય સુરક્ષા સાધનો અને વૈજ્ઞાનિક તાલીમ વિના ઘરમાં આવા પ્રયોગો કરવા ગંભીર અકસ્માત કે જીવના જોખમ સમાન છે. આ ઘટના સ્પષ્ટ કરે છે કે ઇલેક્ટ્રોનિક કચરો એક તરફ વિશ્વ માટે મોટી પડકારરૂપ સમસ્યા છે, તો બીજી તરફ યોગ્ય ટેકનોલોજી દ્વારા તેમાં રહેલી કિંમતી ધાતુઓ બહાર કાઢવાની મોટી તક પણ પૂરી પાડે છે. પરંતુ જો તેનો અયોગ્ય ઉપયોગ કરવામાં આવે, તો તે પર્યાવરણ માટે ભારે હાનિકારક સાબિત થઈ શકે છે.

આ વર્લ્ડકપ ક્રિકેટમાં 20-20 ઓવરની મેચ રમાતી હોય છે, તેમજ આને ક્રિકેટનો સૌથી નાના ફોર્મેટનો વર્લ્ડકપ પણ કહેવામાં આવે છે.વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.