વિશ્વના આ દેશમાં કોરોના વાઈરસથી 100 બાળકોના મોતથી મચ્યો હડકંપ

|

Jul 26, 2021 | 6:47 PM

કોરોના (Corona) મહામારી ચાલી રહી છે. કોરોનાના કારણે બાળકોના મૃત્યુઆંકમાં ઉછાળો આવ્યો છે. જે ચિંતાજનક છે.

વિશ્વના આ દેશમાં કોરોના વાઈરસથી 100 બાળકોના મોતથી મચ્યો હડકંપ
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

વિશ્વભરમાં કોરોના (Corona) મહામારીએ ભરડો લીધો છે. કોરોનાના કારણે મોતના આંકડામાં પણ ચિંતાજનક વધારો થયો છે. ઈન્ડોનેશિયામાં (Indonesia) પણ કોરોનાએ ભરડો લીધો છે. ડોકટરોનું કહેવું છે કે તાજેતરના અઠવાડિયામાં ઈન્ડોનેશિયામાં 100થી વધુ બાળકોના કોરોનાના કારણે મોત નિપજ્યા છે. આ બાળકો પૈકી ઘણા બાળકો 5 વર્ષથી નાના છે. અન્ય દેશ કરતા કોરોનાથી બાળકોનો મૃત્યુ દર વધુ છે. આ સાથે જ બાળકોને કોવિડ -19ના ઓછા જોખમનો સામનો કરવો પડે છે.

 

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ મહિને એક અઠવાડિયામાં 100 કરતા વધારે બાળકોના મૃત્યુ થયા છે. ઈન્ડોનેશિયામાં કોરોના વાયરસના કેસોમાં વધારો થયો છે. ડેલ્ટા વેરિએન્ટના કેસ વધતાની સાથે બાળકોના મોતના આંકડામાં પણ વધારો થયો છે. ઈન્ડોનેશિયામાં કેસમાં વધારો થવાની સાથે-સાથે મૃત્યુદરમાં પણ વધારો થયો છે.

 

 

બાળ ચિકિત્સકોના રિપોર્ટના આધારે દેશમાં પૃષ્ટિ થયેલા કોરોનાના કેસમાં બાળકોમાં 12.5% કેસ છે. જે ગત મહિનાઓ કરતા વધારે છે. 12 જુલાઈ સુધી કોવિડ 19થી 150થી વધુ બાળકો મૃત્યુ પામ્યા હતા, જેમાં તાજેતરમાં થયેલા મૃત્યુમાં અડધાથી વધુ બાળકોની ઉંમર 5 વર્ષથી ઓછી છે. એકંદરે ઈન્ડોનેશિયામાં 3 મિલિયનથી વધુ કેસ અને 83,000થી વધુ મોત નોંધાયા છે.

 

 

ઈન્ડોનેશિયામાં કોરોના મહામારીની શરૂઆતથી 18 વર્ષથી ઓછી ઉંમરના 800થી વધુ બાળકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે, પરંતુ તેમાંથી મોટાભાગના મૃત્યુ ફક્ત ગત મહિનામાં થયા છે. નિષ્ણાતોએ જણાવ્યું કે તેમાં ઘણા પરિબળોનો ફાળો છે. જેમાં આરોગ્યની સ્થિતિને કારણે કેટલાક વાયરસની સંવેદનશીલતા હોય શકે છે.

 

 

દેશનો નીચો રસીકરણ દર અન્ય એક પરિબળ છે. ફક્ત 16% ઈન્ડોનેશિયનને રસીનો એક ડોઝ મળ્યો છે. જ્યારે 6 ટકા લોકો ફૂલી વેક્સીનેટેડ છે. ઈન્ડોનેશિયામાં બાળકો માટે હોસ્પિટલની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સંક્રમિત બાળક ઘરમાં રહે તો વધુ લોકોને સંક્ર્મણ ફેલાવવાનો ભય રહે છે.

 

આ પણ વાંચો: Chhota Udepur : નસવાડીમાં કુદરતી સૌંદર્ય સોળે કલાએ ખિલ્યું, ધારસિમેલ ધોધ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું

 

આ પણ વાંચો: NASAના રોવર ચેલેન્જમાં ભારતીય વિદ્યાર્થી બન્યો વિજેતા, વિશ્વની 70 ટીમોને હરાવીને જીત્યો એવોર્ડ

Next Article