Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Benefits of Onion: ડુંગળી ભલે તમને રડાવી દેતી હોય પરંતુ તેના આ ફાયદાઓ જાણીને તમે ખુશ થઇ જશો

લગભગ બધા જ ઘરોમાં અને બધી જ વાનગીઓમાં કાંદા નાખવામાં આવતા હોય છે. લોકો તેને જમતી વખતે સલાડમાં પણ કાચા ખાય છે. આ સિવાય પણ ડૂંગળી ખાવાના ઘણા બધા ફાયદા છે.

Benefits of Onion: ડુંગળી ભલે તમને રડાવી દેતી હોય પરંતુ તેના આ ફાયદાઓ જાણીને તમે ખુશ થઇ જશો
Take a look at benefits of Onion
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2021 | 7:36 PM

Benefits of Onion:  કાંદા એટલે કે ડુંગળી કાપતી વખતે આંખમાંથી પાણી આવે છે તે વાત તો સાચી છે. કેટલીક વાર બજારમાં કાંદાના ભાવ સાંભળીને આંખમાંથી પાણી આવે એ વાત પણ સાચી છે પરંતુ શું તમે જાણો છો કે કાંદા તમારા શરીર, વાળ અને સ્કીન માટે કેટલા ગુણદાયક છે ? કાંદા એટલે કે ડૂંગળી તમને ઘણી બધી બિમારીઓથી પણ બચાવી શકે છે. લગભગ બધા જ ઘરોમાં અને બધી જ વાનગીઓમાં કાંદા નાખવામાં આવતા હોય છે. લોકો તેને જમતી વખતે સલાડમાં પણ કાચા ખાય છે. આ સિવાય પણ ડૂંગળી ખાવાના ઘણા બધા ફાયદા છે.

વાળ ખરતાં રોકે છે – વાળ ખરવાની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે ડુંગળી ખૂબ લાભદાયી નીવડે છે. સ્કાલ્પ પર ડુંગળીનો રસ લગાવવાથી વાળ ખરવાનું બંધ થાય છે. આ સાથે જ માથામાં રહેલો ખોડો દૂર થાય છે. આજકાલ તો બજારમાં પણ ડુંગળીનું તેલ મળી રહે છે.

એનિમિયા સામે રક્ષણ – ડુંગળી કાપતા સમયે આંખોમાં આંસુ આવી જાય છે. તેવું ડુંગળીમાં રહેલા સલ્ફરના કારણે થાય છે. આ સલ્ફરમાં એક તેલ રહેલું હોય છે જે એનિમિયાને ઠીક કરવામાં સહાય કરે છે. ખાવાનું બનાવીએ ત્યારે ડુંગળીમાં રહેલું સલ્ફર બળી જાય છે એટલા માટે જ કાચી ડુંગળી ખાવી જોઈએ.

Mobile Rules : કયા સમયે મોબાઈલને ન અડવો જોઈએ? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
Jioનો સ્પેશ્યિલ પ્લાન, માત્ર 100 રૂપિયામાં 3 મહિના TV પર ચાલશે JioHotstar
Holi Ash Remedies: હોલિકા દહનની રાખ સાથે કરો આ એક કામ, રાહુ-કેતુના સંકટ ટળી જશે
ખિસકોલીનું રોજ તમારા ઘરે આવવું કઈ વાતનો સંકેત આપે છે? જાણો અહીં
IPLની એક મેચની કિંમત 119 કરોડ રૂપિયા
51 વર્ષની ઉંમરે પણ કેમ કુંવારી છે ગીતામા? હવે લગ્ન કરવાને લઈને કહી મોટી વાત

હ્નદયને બનાવે સ્વસ્થ – કાચી ડુંગળી હાઈ બ્લડપ્રેશન સામાન્ય કરે છે. સાથે જ બંધ આર્ટરીઝને ખોલે છે. ડુંગળીમાં રહેલા ગંધક લોહીમાં કોલેસ્ટ્રોલના સ્તર અને ટ્રાઈગ્લિસરાઈડ્સને ઓછું કરવામાં મદદ કરે છે. આમા મિથાઈલ સ્લફાઈડ અને અમીનો એસિડ હોય છે. જે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડીને સારા કોલેસ્ટ્રોલને વધારે છે.

મગજ માટે ફાયદાકારક – ડુંગળી આપણા મગજને અનેક રીતે લાભદાયી છે. તેમાં મળતા ઘણા પ્રકારના મિનરલ્સ મગજમાં પહોંચતા અને વાયરસને ખતમ કરે છે. સાથે જ ડુંગળી મગજની કોશિકાઓને લચીલી બનાવે છે.

અનિદ્રા દૂર કરે – ડુંગળી ખાવાથી ઉંઘ સારી આવે છે. ડુંગળીમાં રહેલા ક્વાઝિટિન યૌગિક દર્દ અને ચિંતાને ઓછી કરે છે. માટે દરરોજ કાચી ડુંગળી ખાવાથી પૂરતી અને સારી ઉંઘ મળે. દર 15 દિવસે આખી ડુંગળીનું અથાણું ખાવાથી ઉંઘ સારી આવે છે.

આ પણ વાંચો –

Bollywood Glamour : શનાયા કપૂરે શેયર કરી પોતાની સુંદર તસવીરો, ફેન્સ પણ જોઇને બોલી ઉઠ્યા વાહ…

આ પણ વાંચો –

Prank Video : પોતાની ગર્લ ફ્રેન્ડ સાથે પ્રેન્ક કરવા માંગતી હતી છોકરી, પણ થઇ ગયુ કઇંક આવું

આ પણ વાંચો –

Technology: હવે તમે વોટ્સએપ પર મોકલી શકો છો ‘Money Heist’ સ્ટીકર્સ, જાણો કેવી રીતે

g clip-path="url(#clip0_868_265)">