Women And Health: પીરિયડ્સ દરમિયાન મહિલાઓએ ત્રણ દિવસ સુધી કેમ વાળ ન ધોવા જોઈએ, જાણો કારણ

પહેલાના સમયમાં પીરિયડ્સ દરમિયાન મહિલાઓને લઈને કેટલાક નિયમો બનાવવામાં આવ્યા હતા. મહિલાઓના સ્વાસ્થ્યને લઈને આ નિયમો બનાવવામાં આવ્યા હતા. જોકે, આજની મહિલાઓ આ નિયમોમાં વિશ્વાસ નથી કરતી. અહીં જાણો શા માટે કહેવામાં આવે છે કે પીરિયડ્સ દરમિયાન ત્રણ દિવસ સુધી વાળ ન ધોવા જોઇએ.

Women And Health: પીરિયડ્સ દરમિયાન મહિલાઓએ ત્રણ દિવસ સુધી કેમ વાળ ન ધોવા જોઈએ, જાણો કારણ
Symbolic Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 28, 2021 | 5:33 PM

દર મહિને મહિલાઓ (Women)ને પીરિયડ્સ (Periods) આવે છે. આ એક કુદરતી પ્રક્રિયા છે. આમાં મહિલાઓના શરીરમાંથી અશુદ્ધ લોહી (Impure blood) નીકળે છે. પહેલાના સમયમાં પીરિયડ્સ દરમિયાન મહિલાઓને લઈને ઘણા પ્રકારના નિયમો બનાવવામાં આવતા હતા. આ નિયમોમાં એક નિયમ એવો પણ હતો કે મહિલાઓએ પીરિયડ્સ દરમિયાન ત્રણ દિવસ સુધી વાળ ન ધોવા (Hair Wash) જોઈએ.

જો કે આજના આધુનિક સમયમાં લોકોને આ નિયમો અયોગ્ય લાગે છે, તેથી ઘણી સ્ત્રીઓ આ નિયમોનું પાલન કરતી નથી અને ગમે ત્યારે તેમના વાળ ધોઈ લે છે. પરંતુ તેની પાછળનું કારણ મહિલાઓના સ્વાસ્થ્ય સાથે જોડાયેલું છે. જાણો આનું કારણ અને તેનાથી નુકસાન થવાનું શું જોખમ છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આ કારણથી વાળ ન ધોવા જોઈએ

પીરિયડ્સ દરમિયાન મહિલાઓ માટે ઓપન બ્લીડિંગ થવુ ખૂબ જ જરૂરી છે, જેથી શરીરની અશુદ્ધિઓ સારી રીતે બહાર આવે. બ્લીડિંગ મુક્તપણે લાવવા માટે શરીર ગરમ હોવું જરૂરી છે. દરેક સ્ત્રી માટે પીરિયડ્સનું ચક્ર અલગ-અલગ હોય છે. કેટલાક લોકોને ત્રણ દિવસ, કેટલાકને પાંચ દિવસ અને કેટલાકને સાત દિવસ સુધી બ્લીડિંગ થાય છે. આ બધામાં પહેલા ત્રણ દિવસ ખૂબ જ ખાસ હોય છે. જો આ સમય દરમિયાન માથું ધોવામાં આવે તો શરીરનું તાપમાન ઘટી જાય છે અને આવી સ્થિતિમાં બ્લીડિંગ બરાબર થતું નથી અને મહિલા માટે ઘણી સમસ્યાઓનું જોખમ વધી જાય છે.

આ સમસ્યાઓનું જોખમ

જો પીરિયડ્સ સરખા ન આવે તો બાકીનું લોહી ગંઠાવાનું અને ગાંઠનું સ્વરૂપ લેવા લાગે છે. આ સ્થિતિમાં ઈન્ફેક્શન, પેટમાં દુખાવાની સમસ્યા થઈ શકે છે. ઘણી વખત દવા દ્વારા પણ ગંઠાયેલા લોહીને દૂર કરી શકાતુ નથી, આવી સ્થિતિમાં DNC (Dilation and curettage) કરાવવાની નોબત આવી શકે છે. જો સમયસર આનું ધ્યાન રાખવામાં ન આવે તો આ લોહીની ગાંઠો કેન્સરનું રૂપ પણ લઈ શકે છે.

શું કરવું જોઈએ?

પીરિયડ્સ સારી રીતે આવે તે માટે પીરિયડ્સના છેલ્લા દિવસોમાં જ તમારે તમારુ માથું ધોવુ જોઈએ. ઓછામાં ઓછા ત્રણ દિવસ સુધી માથું બિલકુલ ન ધોવુ જોઈએ. તમે ત્રીજા દિવસે માથુ ધુઓ તો હુંફાળા પાણીનો ઉપયોગ કરવો. આમ કરવાથી પીરિયડ્સ દરમિયાન થતી મુશ્કેલીઓ ઓછી થાય છે. તેનાથી લોહીનો પ્રવાહ સુધરે છે, સાથે જ દુખાવામાં પણ રાહત મળે છે અને પીરિયડ્સ દરમિયાન શરીરને પણ રાહત મળે છે.

આ પણ વાંચોઃ દેશમાં નશાખોરીને ડામવા ગૃહમંત્રી અમિત શાહે બોલાવી બેઠક, ડ્રોન-સેટેલાઇટના ઉપયોગ સહિત અનેક મહત્વના નિર્ણયો લેવાયા

g clip-path="url(#clip0_868_265)">