Weight Loss Tips: આ સલાડ ઘટાડશે તમારુ વજન, આજે જ કરો તમારા ડાયટમાં સામેલ

|

Jun 20, 2022 | 9:10 PM

Weight Loss Tips: તમારુ વજન ઓછુ કરવા માટે તમારા ડાયટનું હેલ્ધી હોવુ જરુરી છે. તમે શાકભાજી અને ફળોથી બનેલ સલાડનો ઉપયોગ કરી શકો છે. જે તમારા વજનને ઘટાડવામાં મદદ કરશે.

Weight Loss Tips: આ સલાડ ઘટાડશે તમારુ વજન, આજે જ કરો તમારા ડાયટમાં સામેલ
Weight Loss Tips
Image Credit source: file photo

Follow us on

વધારે વજનના અને જાડા દેખાવુ કોને પંસદ હોય? લગભગ કોઈને નહીં. આજકાલ ઘણા લોકો વજન વધવાની સમસ્યાથી પરેશાન છે. વ્યસ્ત જીવનશૈલી અને બિનઆરોગ્યપ્રદ આહારને કારણે ઘણીવાર લોકોને આ સમસ્યાનો સામનો કરવો પડે છે. વધેલા વજનને નિયંત્રિત કરવા માટે તમારે નિયમિત કસરત કરવી અને આરોગ્યપ્રદ આહાર લેવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. વજન ઘટાડવા (Weight Loss) માટે તમે ઘણા પ્રકારના સલાડને પણ ડાયટમાં સામેલ કરી શકો છો. તમે ફળો અને શાકભાજીનો ઉપયોગ કરીને ઘણા પ્રકારના સલાડ (Salad) બનાવી શકો છો. તે ખુબ જ સ્વાદિષ્ટ હોય છે અને સાથે સાથે ખૂબ જ હેલ્ધી પણ હોય છે. આવો જાણીએ કે તમે આ સલાડની રેસિપી કેવી રીતે બનાવી શકો છો.

રાજમાનું સલાડ

સામાન્ય રીતે ઘણા લોકો રાજમાની કઢીનો ઉપયોગ ભાત સાથે ખાવા માટે કરતા હોય છે. તમે રાજમાનું સલાડ બનાવી શકો છો. જે તમારુ વજન ઓછુ કરવામાં મદદ કરશે. તેની રેસિપી ખુબ જ સરળ છે. એક કપ કે અડધો કપ રાજમા લો, તેમાં કાપેલા ટામેટા, કોબીજ અને ડુંગળી નાંખો. તેમાં તમે અખરોટ અને મગફળીના દાણા પણ ઉમેરી શકો છો. લીંબૂ અને મીઠું તેનો સ્વાદ વધારવામાં મદદ કરશે. આ તમામને બરાબર હલાવીને તેને નિયમિત ખાવાનો પ્રયાસ કરો.

કાકડીનું સલાડ

કાકડી ઉનાળાની ગરમીમાં શરીરને ખુબ રાહત આપે છે. ઘણી વાર તેનો ઉપયોગ લોકો આંખને ઠંડક આપવા માટે પણ કરતા હોય છે. કાકડીમાં 90 ટકા પાણી હોય છે. એક બાઉલમાં નાના કાપેલા ટામેટા, ડુંગળી, કાકરી, ગાજર અને મૂળા નાંખો. તમે સ્વાદિસ્ટ બનાવવા માટે તેમાં ફુદીનાની ચટની, જીરા પાઉડર, લીંબૂનો રસ અને મીઠું ઉમેરો. તેને સરસ રીતે હલાવીને તેનુ રોજ સેવન કરો. આ સ્વાદિસ્ટ સ્લાદ તમારુ વજન ઘટાડવામાં મદદ કરશે.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

કાબુલી ચણાનું સલાડ

કાબુલી ચણા એ પ્રોટીનથી ભરપૂર હોય છે. આ કાબુલી ચણાને તમે સલાડ તરીકે ડાયટમાં સામેલ કરી શકો છો. એક બાઉલમાં ગાજર, મરચુ, કોબીજ, પનીર અને કાબુલી ચણા નાંખો. સ્વાદ અનુસાર તેમા મીઠું-મર્ચુ ઉમેરો. તેમાં તમે લીંબૂનો રસ અને થોડુ તેલ પણ ઉમેરી શકો છો.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી

Next Article