AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Loss Tips : વજન ઘટાડવા માટે ડાયેટમાં ડ્રમસ્ટિક ચાનો સમાવેશ કરો

આયુર્વેદ મુજબ મોરીંગા અથવા ડ્રમસ્ટિકને ખૂબ જ શક્તિશાળી દવા માનવામાં આવે છે. તેમાં એન્ટી-ઇન્ફ્લેમેટરી, એન્ટી-ઓક્સિડન્ટ અને કેન્સર વિરોધી ગુણધર્મો છે. ડ્રમસ્ટિક ચા પીવાના શ્રેષ્ઠ સ્વાસ્થ્ય લાભો જાણો.

Weight Loss Tips : વજન ઘટાડવા માટે ડાયેટમાં ડ્રમસ્ટિક ચાનો સમાવેશ કરો
weight loss tips - drumstick tea
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 11, 2021 | 8:37 AM
Share

Weight Loss Tips : મોરિંગા અથવા ડ્રમસ્ટિક (Drumstick) એક જડીબુટ્ટી છે, સ્વાદ વધારવા માટે ઘણીવાર તમે તેને તમારા ખોરાકમાં ઉમેરો કરો છો. તમે તેનો ઉપયોગ વજન ઘટાડવા માટે પણ કરી શકો છો. મોરિંગા પાવડર (Moringa powder)નો ઉપયોગ સવારની ચા તૈયાર કરવા માટે કરી શકાય છે. આ વજન ઘટાડવામાં મદદ કરશે. તે માત્ર વજન ઘટાડતું નથી, પણ તે ડાયાબિટીસ (Diabetes), હાઈ બ્લડ પ્રેશર અને અસ્થમાને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. મોરિંગા ચરબી ઘટાડવામાં મદદ કરે છે. ચાલો જાણીએ કે તેનાથી ઘરે ચા કેવી રીતે બનાવવી અને તેના સ્વાસ્થ્ય લાભો શું છે.

સરગવાને મોરિંગા, ડ્રમસ્ટિક જેવા નામથી પણ ઓળખવામાં આવે છે. આ ઝાડ ભારતમાં દરેક ખૂણામાં મળી આવે છે. આયુર્વેદ પ્રમાણે આ ખૂબ જ પાવરફૂલ ઔષધિ (Medicine) માનવામાં આવે છે. આ પોષકતત્વોથી ભરપૂર હોવાના કારણે કેટલક લોકો તેને ‘સુપરફૂડ’ પણ કહે છે. સરગવાનુ ઝાડ ભરપૂર માત્રામાં એન્ટી-ઈંફ્લેમેટરી, એન્ટી-ઓક્સીડેંટ, એન્ટી-માઈક્રોબિયલ અન એન્ટી-કેન્સ ગુણથી ભરપૂર હોય છે.

મોરિંગા પાવડર (Moringa powder) બજારમાં સરળતાથી ઉપલબ્ધ છે. તેનો ઉપયોગ તમારી સવારની ચા તૈયાર કરવા માટે કરી શકાય છે. આ ખૂબ જ પૌષ્ટિક ચા છે. તમે તેને થોડીવારમાં તમારા ઘરે સરળતાથી તૈયાર કરી શકો છો. વજન ઘટાડવા માટે મોરિંગા ચા કેવી રીતે બનાવવી.

1. થોડો મોરીંગા પાવડર લો અને તેને એક કે બે કપ પાણીમાં ઉકાળો.

2. મિશ્રણને ફિલ્ટર કરો અને સવારની ચા તરીકે તેનો ઉપયોગ કરો.

મોરિંગા ચાના અન્ય સ્વાસ્થ્ય લાભો

મોરિંગા ચા (Moringa tea) અન્ય ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર કરવામાં પણ મદદ કરે છે. આ એક કપ ચામાં ઘણું પોષણ મૂલ્ય છે. વજન ઘટાડવા ઉપરાંત, તમે અન્ય સ્વાસ્થ્ય લાભો માટે આ ચાને તમારા આહારમાં સામેલ કરી શકો છો.

બ્લડ સુગર લેવલ કંટ્રોલ કરે છે

જો તમે ડાયાબિટીસના દર્દી છો તો તમારા બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવું તમારા માટે ખૂબ જ જરૂરી છે. મોરિંગા તમને તમારા બ્લડ સુગર (Blood sugar) લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. મોરિંગા ચાનું સેવન પેશાબમાં ખાંડ અને પ્રોટીનની માત્રા ઘટાડી શકે છે. તે લોહીમાં ગ્લુકોઝ પણ ઘટાડે છે.

હાઈ બ્લડ પ્રેશર ઘટાડે છે

હાઈ બ્લડ પ્રેશર (High blood pressure) અથવા હાયપરટેન્શન આ દિવસોમાં એક સામાન્ય સમસ્યા છે. પરંતુ બ્લડ પ્રેશરને અવગણવું જોઈએ નહીં કારણ કે, તે હૃદયના રોગોનું મુખ્ય કારણ છે. તમે મોરિંગા ચા સાથે બ્લડ પ્રેશર ઘટાડી શકો છો.

અસ્થમા

અસ્થમાના દર્દીઓ અસ્થમાની (Asthma) તીવ્રતા ઘટાડવા માટે મોરિંગા ચાનું પણ સેવન કરી શકે છે. તમે તમારી સવારની દિનચર્યામાં મોરિંગા ચાનો સમાવેશ કરી શકો છો.

સારું પાચન

મોરિંગા ચા (Moringa tea) પાચન સંબંધિત સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. આ ચા તમારા પેટનું સ્વાસ્થ્ય સુધારે છે.

ત્વચા અને વાળ

મોરિંગા ત્વચા અને વાળ (Hair) માટે સારું છે. તે શરીરમાં લોહીના પરિભ્રમણમાં મદદ કરે છે. તે નેચરલ ડિટોક્સિફાયર તરીકે કામ કરે છે. તે ત્વચા અને વાળને સ્વસ્થ રાખે છે.

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

આ પણ વાંચો : Parenting Tips :આ ભૂલો તમારા બાળકનું આખું જીવન બરબાદ કરી શકે છે !

g clip-path="url(#clip0_868_265)">