Weight Loss : વજન ઘટાડવા માટે તજની ચા પીવો, તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે

|

Sep 12, 2021 | 9:48 AM

તજ એન્ટી-ઓક્સિડેન્ટથી ભરપૂર છે જે મેટાબોલિઝમ સુધારવામાં મદદ કરે છે. વધુ સારા મેટાબોલિક રેટને કારણે વજન ઘટાડી શકાય છે. ચાલો જાણીએ તેના ફાયદાઓ વિશે.

Weight Loss : વજન ઘટાડવા માટે તજની ચા પીવો, તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે
weight loss drink cinnamon tea to lose weight during weight

Follow us on

Weight Loss : દરેક વ્યક્તિ મહેનત વગર વજન ઘટાડવા માંગે છેઅને એવામાં પણ કોઈ કહે કે ચા પી ને તમે વજન ઉતારી શકો છો તો દરરોજ તજની ચા (Cinnamon tea)પીવાથી સારી ઉંધ પણ આવે છે અને આ તજની ચા વજન ઘટાડવા (Weight loss)માં મદદ કરે છે. તેના સેવનથી હ્રદય રોગનું જોખમ ઓછું થઈ જાય છે. ચાલો જાણીએ કે,તજની ચા પીવી સ્વાસ્થ્ય માટે કેટલી ફાયદાકારક છે અને તે વજન ઘટાડવામાં કેવી રીતે મદદ કરી શકે છે.

તજના ફાયદા

તજ (Cinnamon)એક એવો મસાલો છે જે તમારા ખોરાકમાં સુગંધ ઉમેરવાની સાથે સાથે તેનો સ્વાદ પણ વધારે છે. તમે તેનો ઉપયોગ કરી, સૂપ, શેક, સ્મૂધી બનાવવા માટે કરી શકો છો. તજ આયુર્વેદિક (Ayurvedic)ગુણધર્મો ધરાવે છે, તેથી તે રોગોને દૂર રાખવામાં મદદ કરે છે. આયુર્વેદમાં પણ તેનો ઉપયોગ થાય છે. તજ કુદરતી રીતે ઇન્સ્યુલિન (Insulin)નું સ્તર જાળવવાનું કામ કરે છે. તે ખાંડનું સ્તર જાળવવામાં પણ મદદ કરે છે. આ સુગંધિત મસાલા ચયાપચયને સુધારવામાં મદદ કરે છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે. ચાલો તજના ફાયદાઓ વિશે જાણીએ.

અભ્યાસ અનુસાર

1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત

નિષ્ણાતો (Experts)ના જણાવ્યા મુજબ તજની એક ચપટી તમારા હૃદય (Heart)માટે ફાયદાકારક છે. તેને પાણી, સલાડ, સૂપમાં ભેળવીને તમે રોગોથી દૂર રહી શકો છો. આ મસાલા એન્ટી-ઓક્સિડેન્ટથી ભરપૂર છે જે શરીરમાંથી ઝેર બહાર કાઢવામાં મદદ કરે છે.

તજની ચા કેવી રીતે બનાવવી

તજની ચા (Cinnamon tea) બનાવવા માટે, એક વાસણમાં 2 કપ પાણી અને અડધો ઇંચ તજ અને અડધો ઇંચ આદુ નાખો. જ્યારે મસાલાની સુગંધ આવવા લાગે છે, ત્યારે તેમાં અડધી ચમચી ગ્રીન ટી ઉમેરો. ચાને ગાળીને એક કપમાં રાખો અને ઉપર એક ચમચી મધ અને લીંબુનો રસ મિક્સ કરો.

આ સિવાય જો તમે ઈચ્છો તો અડધા કપ પાણીમાં એક ચમચી તજનો પાવડર (Cinnamon powder)મિક્સ કરો. ચાને ગાળી લો અને લીંબુનો રસ અને મધ મિક્સ કરો. તેમાં એન્ટી-ઓક્સિડન્ટ અને બળતરા વિરોધી ગુણધર્મો છે જે ચેતાને આરામ આપવા અને ઉંઘ લાવવા માટે મદદ કરે છે.

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

આ પણ વાંચો : Tokyo Paralympicsમાં મેડલ જીતનાર ખેલાડીઓ સાથે આજે PM મોદી વાતચીત કરશે

Next Article