AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાચી કેરી ઘરે પકવવા માંગો છો તો અપનાવો 4 સરળ નુસખા, તમને કેમિકલ વગર પણ સંપૂર્ણ સ્વાદ અને મીઠાશ મળશે

How to Ripen Raw Mangoes: કેરીની સીઝન આવી ગઇ છે, ફળોના રાજાને ખાવા માટે લોકો ઘણા આતુર હોય છે, પરંતુ ઘણી વખત કેમિકલયુક્ત કેરી નુકસાનકારક સાબિત થાય છે, આજ અમે તમને કાચી કેરી ઘરે જ કેવી રીતે પકાવવી તેની ટીપ્સ આપશું.

કાચી કેરી ઘરે પકવવા માંગો છો તો અપનાવો 4 સરળ નુસખા, તમને કેમિકલ વગર પણ સંપૂર્ણ સ્વાદ અને મીઠાશ મળશે
Mango
TV9 Gujarati
| Edited By: | Updated on: May 07, 2023 | 3:27 PM
Share

Tips to Ripen Mangoes at home: ઘણા લોકો કેરી ખાવાના ક્રેઝી હોય છે અને સમગ્ર સીઝનમાં કેરીનો સ્વાદ માણવા માંગે છે. આજકાલ બજારમાં મળતી કેરીને પકવવા માટે કેમિકલનો ઘણો ઉપયોગ થાય છે. આવી સ્થિતિમાં આખી સિઝનમાં કેમિકલયુક્ત કેરી ખાવી તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

તમને જણાવી દઈએ કે રસાયણો દ્વારા પાકેલી કેરીને ઘરે લાવવા કરતાં કાચી કેરીને ઘરે લાવવી વધુ સારું છે અને તેને ઘરે સરળ રીતે પકાવીને તેનો ભરપૂર આનંદ માણો. હવે તમે વિચારતા હશો કે ઘરે કેરી કેવી રીતે પકવી શકાય? તમને જણાવી દઈએ કે કાચી કેરીને ઘરે પકવવી ખૂબ જ સરળ છે. ચાલો જાણીએ ઘરે કેરી પકવવાની ટીપ્સ.

ચોખાનો ઉપયોગ કરો

કેરીને પકવવા માટે તમે ચોખાની મદદ લઈ શકો છો. આ માટે ચોખાના બોક્સમાં કેરીને તળિયે રાખો. પછી ચારથી પાંચ દિવસ માટે બોક્સને સંપૂર્ણપણે બંધ રાખો. જ્યારે તમે પાંચમા દિવસે બોક્સ ખોલશો, ત્યારે કેરી પાકેલી અને તૈયાર હશે.

કાગળમાં લપેટી

કાચી કેરી પકાવવા માટે તમે કાગળની મદદ પણ લઈ શકો છો. આ માટે કાગળની ત્રણથી ચાર શીટ લો અને તેમાં કેરીને બરાબર લપેટી લો. પછી તેમને કોઈ વાસણની અંદર રાખી, જ્યાં હવે અને પ્રકાશ ન આવે ત્યાં રાખો, 4-5 દિવસમાં તુરંત પાકી જશે કેરી.

ઘાસનો ઉપયોગ કરો

કેરી પકાવવા માટે ઘાસની મદદ પણ લઈ શકો છો. આ માટે બોક્સમાં સૂકું ઘાસ ભરો. પછી ઘાસની ઉપર કેરીને મુકી રાખો. હવે આ બોક્સને એક ખૂણામાં અથવા અંધારાવાળી જગ્યાએ રાખો. બે-ત્રણ દિવસ પછી કેરી બરાબર પાકી ગઈ હશે.

આ પણ વાંચો : 10 થી 2000 રૂપિયાની નોટો છાપવામાં જાણો કેટલો થાય છે ખર્ચ

સુતરાઉ કાપડનો ઉપયોગ કરો

કેરી પકાવવા માટે સુતરાઉ કાપડનો પણ ઉપયોગ કરી શકાય છે. આ માટે કેરીને કપડામાં લપેટીને વાસણમાં રાખો અને અને બાદમાં કાપડને ઉપરથી ઢાંકી દો. કાચી કેરી ત્રણથી ચાર દિવસમાં બરાબર પાકી જશે.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે અને તેને વિવિધ લેખનાં આધારે તૈયાર કરવામાં આવ્યો છે. આ તમામ સાથે Tv9 ગુજરાતી પણ સંમત જ છે તેમ માનવું નહી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

સ્વાસ્થ્ય અંગે સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">