Monkey pox: હવે આ વાયરસ માણસોથી પ્રાણીઓમાં ફેલાઈ રહ્યો છે, વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત છે

|

Aug 18, 2022 | 7:38 PM

મંકીપોક્સનો (Monkey pox)ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં આ વાયરસના નવા કેસોમાં 20 ટકા સુધીનો વધારો થયો છે. સૌથી વધુ કેસ અમેરિકા અને યુરોપમાં આવી રહ્યા છે.

Monkey pox: હવે આ વાયરસ માણસોથી પ્રાણીઓમાં ફેલાઈ રહ્યો છે, વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત છે
મંકીપોક્સ અંગે મોટો ખુલાસો.
Image Credit source: PTI

Follow us on

વિશ્વભરમાં (world) મંકીપોક્સ (Monkey pox)વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. અત્યાર સુધીમાં 90 થી વધુ દેશોમાં આ વાયરસના 35 હજારથી વધુ કેસ નોંધાયા છે. અત્યાર સુધી આ વાયરસ પ્રાણીઓમાંથી (Animal) માણસોમાં અને નજીકના સંપર્ક દ્વારા માણસોથી એકબીજામાં ફેલાઈ રહ્યો હતો. હવે આ દરમિયાન એક મામલો સામે આવ્યો છે, જ્યાં આ વાયરસ માણસમાંથી કૂતરા સુધી ફેલાયો છે.આ મામલો ફ્રાન્સની રાજધાની પેરિસમાં નોંધાયો છે, જ્યાં વાયરસ હવે માણસથી પશુઓમાં ફેલાઈ રહ્યો છે. અત્યાર સુધીનો આ પહેલો કેસ છે જ્યાં આ રીતે વાયરસ ફેલાયો છે.

આ અંગે વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યમાં છે. કારણ કે મંકીપોક્સના 60 વર્ષથી વધુના ઇતિહાસમાં આવો કિસ્સો સામે આવ્યો નથી. આ રિપોર્ટ મેડિકલ જર્નલ ધ લેન્સેટમાં પ્રકાશિત થયો છે. આ મામલા બાદ પ્રાણીઓને લઈને લોકોની ચિંતા પણ વધી ગઈ છે.

વાયરસ કેવી રીતે ફેલાય છે

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ચેપગ્રસ્ત કૂતરાની ચામડી પર ફોલ્લીઓ અને ચાંદા દેખાતા હતા. આ પછી જ્યારે તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે કૂતરામાં મંકીપોક્સ વાયરસ છે. આના 12 દિવસ પહેલા પાળતુ પ્રાણીના માલિકને પણ મંકીપોક્સના લક્ષણો જોવા મળ્યા હતા. તેને તાવ, માથાનો દુખાવો અને ફોલ્લા હતા. જ્યારે પ્રાણીઓને પણ આ બધી તકલીફો થવા લાગી ત્યારે તેમનો ટેસ્ટ કરવામાં આવ્યો.

આવી સ્થિતિમાં, એવી આશંકા છે કે આ વાયરસ ચેપગ્રસ્ત કૂતરાથી અન્ય પ્રાણીઓમાં પણ ફેલાય છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ વાયરસ સંક્રમિત વ્યક્તિના સંપર્કને કારણે પ્રાણીમાં ફેલાયો છે, પરંતુ તેના પ્રસારણનો માર્ગ શું છે. આ અંગે સંશોધન કરવું પડશે. પરંતુ આ પ્રકારનો કિસ્સો ચિંતાનું કારણ છે. આવી સ્થિતિમાં પ્રાણીઓને પણ વાયરસથી બચાવવા પડશે. એ પણ જોવાનું છે કે આ વાયરસ પ્રાણીઓમાં કેવી રીતે લક્ષણો બતાવી રહ્યો છે અને તેનાથી કોઈ ખતરો છે કે કેમ.

મંકીપોક્સ રસી 100% અસરકારક નથી

દરમિયાન, ડબ્લ્યુએચઓએ મંકીપોક્સ રસી અંગે નિવેદન બહાર પાડ્યું છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું છે કે મંકીપોક્સ રસી 100% અસરકારક નથી. આવી સ્થિતિમાં લોકોને આ વાયરસ સામે રક્ષણ આપવું જરૂરી છે. મંકીપોક્સના લક્ષણો વિશે જાગૃત રહેવાની જરૂર છે. અત્યાર સુધીમાં મંકીપોક્સના સૌથી વધુ કેસ યુરોપ અને અમેરિકામાં આવ્યા છે. આ વાયરસથી સંક્રમિત મોટાભાગના ગે પુરુષો છે. મે મહિનાથી મંકીપોક્સના કેસમાં ઝડપથી વધારો થયો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ આ રોગને જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી છે.

Published On - 7:38 pm, Thu, 18 August 22

Next Article