AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આજે National Dengue Day 2022 : ડેન્ગ્યૂ થયો હોય તો જ લઈ શકાય છે રસી, તાવના નિવારણ અને સારવાર માટે આ છે ઉપાય

Food and Drug Administration( FDA)ની  ડેન્ગ્યુને ડામવા માટેની અધિકૃત રસી ડેન્ગવેક્સિયા વર્ષ 2019થી આપવામાં આવે છે. જોકે આ રસી એવા કિશોરોને આપવામાં આવે છે જેની વય 9થી 16 વર્ષની છે

આજે National Dengue Day 2022 : ડેન્ગ્યૂ થયો હોય તો જ લઈ શકાય છે રસી, તાવના નિવારણ અને સારવાર માટે આ છે ઉપાય
Today National Dengue Day 2022:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 16, 2022 | 1:11 PM
Share

National Dengue Day 2022: દર વર્ષે 16 મેના રોજ, રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવાામાં આવે છે. અને આ દિવસ મચ્છરજન્ય રોગ અને  તાવ (Feaver)વિશે જાગૃતિ ફેલાવવા માટે મનાવવામાં આવે છે. આ અભિયાન કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (National health and family welfare ministry)દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. ડેન્ગ્યુ તાવ એ એક પીડાદાયક અને મચ્છરજન્ય રોગ છે. મચ્છરની વિશેષ પ્રજાતિ એડીસ પ્રજાતિઓને કારણે ફેલાય છે આ મચ્છરો મેલેરિયાના વાઇરસનું વહન કરે છે જે મનુષ્યમાં મચ્છરજન્ય બીમારી અને બીમારી અને પીળીયા તાવનું કારણ બને છે.

મચ્છરજન્ય રોગથી થતા તાવમાં ડેન્ગ્યુનું પ્રમાણ વધ્યું છે. ગંભીર પ્રકારના ડેન્ગ્યુમાં જો યોગ્ય રીતે સારવાર ન કરવામાં આવે તો મૃત્યુનું જોખમ વધારે છે. વળી તે અન્ય વિવિધ રોગોનું કારણ પણ બને છે. આ તાવથી પીડિત લોકોમાં ઘણી વાર લોકોને ખબર નથી પડતી કે આ ચેપજન્ય અને ગંભીર તાવ છે. ૉ

દર વર્ષે, વિશ્વભરમાં અંદાજે 400 મિલિયન લોકોનો ડેન્ગ્યુનો  ચેપ  લાગે  છે, જેમાંથી લગભગ 96 મિલિયન ગંભીર રોગમાં પરિણમે છે. મોટાભાગના કિસ્સાઓ વિશ્વના ઉષ્ણકટિબંધીય ભાગોમાં જોવા મળે છે. તેમજ ડેન્ગ્યુના હળવા લક્ષણો જેવા કે તાવ, દુખાવો, અને ફોલ્લીઓને લોકો સામાન્ય ગણી કાઢે છે જે ઘણી વાર લાંબા ગાળે હાનિકારક બની શકેછે.

ડેન્ગ્યુના તાવના લક્ષણો

લક્ષણો, જે સામાન્ય રીતે ચેપ લાગવાના ચારથી છ દિવસ પછી દેખાય છે અને દસ દિવસ સુધી ચાલુ રહી શકે છે, આ પ્રકારના લક્ષણોમાં  નીચેનાનો સમાવેશ થઈ શકે છે.

  1. કોઈ પણ ચિહ્નો વિના અચાનક આવી ગયેલો તાવ
  2. માથાનો અતિશય દુખાવો
  3. આંખ પાછળથતો દુખાવો
  4. સાંધાનો અને સ્નાયુઓમાં થતો પીડાદાયક દુખાવો
  5. થાક અથવા ઉબકા
  6. ઉલટી
  7. ત્વચા પર ફોલ્લીઓ કે જે તાવ શરૂ થયાના બે થી પાંચ દિવસ પછી થાય છે.

તાવ નિવારણનો ઉપાય

તાવ નિવારણનો પ્રાથમિક ઉપાય છે કે મચ્છરથી બચવું. મચ્છરોના સંદર્ભે વાત કરીએ તો તમે જો ઉષ્ણ કટિબંધીય વિસ્તારમાં રહેતા હો તો સાવચેતી રાખવી ઘણી જરૂરી છે. જેમાં મચ્છરો ઉદભવે છે તેવા વાસણો જેવા કે,ડોલ, બાઉલ, ફૂલદાની, પાણી ભરાઈ રહેતું હોય તેવા કૂલર વગેરે જેવી વસ્તુઓમાંથી પાણી દૂર કરી તેને તડકામાં તપાવીને સ્વચ્છ કરવી. ખાસ તો અસ્વચ્છ પાણીનો સંગ્રહ ટાળવો.

ડેન્ગ્યુના તાવમાં થતી સારવાર

Food and Drug Administration FDAની અધિકૃત રસી ડેન્ગવેક્સિયા વર્ષ 2019થી આપવામાં આવે છે. જોકે આ રસી એવા કિશોરોને આપવામાં આવે છે જેની વય 9થી 16 વર્ષની છે તેમજ આ વયના એવા કિશોરો જેઓ ડેન્ગ્યૂનો બોગ બની ચૂક્યા છે. જોકે હાલમાં ડેન્ગ્યૂ થતા પહેલા તેને અટકાવવા માટેની કોઈ રસી ઉપલબ્ધ નથી.

જો તમને શંકા હોય કે તમને ડેન્ગ્યુનો તાવ છે, તો એસિટામિનોફેન ધરાવતી દવા લઈ શકાય ચે.જેને સામાન્ય રીતે પેરાસિટામોલ તરીકે ઓળખવામાં આવે છે . આ  પ્રકારના તાવમાં એસ્પિરિન ધરાવતી દવાઓ ટાળો.  આ ઉપરાંત હાઇડ્રેટેડ રહેવા માટે   પાણી સહિત અન્ય પ્રવાહીનું પુષ્કલ માત્રામાં સેવન કરવું જોઈએ. સાતે જ પૂરતો આરામ  પણ કરવો જોઈએ.

ડેન્ગ્યુ તાવ નિવારણ માટે આ પ્રકારના વિવિધ તબીબી પગલાં લઈ શકાય છે. જોકે ડેન્ગ્યૂનો ગંભીર તાવ એ એક પ્રકારની ઘાતક કટોકટી બની શકે છે. માટે તાવમાં સુધારો ન થાય તો વિના વિલંબે ડોક્ટરની મદદ લેવી જોઈએ. અને દર્દીને ઝડપથી હોસ્પિટલ પહોંચાડવો જોઈએ.

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">