AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Potato Side Effects: આ લોકોએ બટાકા ન ખાવા જોઈએ, ઘણી સમસ્યાઓ થઈ શકે છે

Side effects of Potato: ઘણા સ્વાસ્થ્ય લાભો હોવા છતાં કેટલાક ખોરાકને સ્વાસ્થ્ય સંબંધિત પરિસ્થિતિઓમાં ટાળવા જોઈએ. અમે તમને એવી કેટલીક પરિસ્થિતિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમા કાં તો બટાટાનું સેવન ન કરવું જોઈએ અથવા તો તેને મર્યાદિત માત્રામાં ખાવા વધુ સારું છે.

Potato Side Effects: આ લોકોએ બટાકા ન ખાવા જોઈએ, ઘણી સમસ્યાઓ થઈ શકે છે
Potato CropImage Credit source: File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 20, 2022 | 9:25 AM
Share

બટેટા એક એવું શાક છે, જેનો ઉપયોગ લગભગ દરેક શાકભાજીમાં ( Green vegetables for health) થાય છે. તેમાંથી બનેલી ખાદ્ય વસ્તુઓનો સ્વાદ એટલો અદ્ભુત હોય છે કે કેટલાક લોકો તેને રોજ ખાય છે. કહેવાય છે કે જો બટાકાને યોગ્ય માત્રામાં ખાવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તજજ્ઞોના મતે બટાકા ઘણા મહત્વપૂર્ણ પોષક તત્વોનો સારો સ્ત્રોત છે. આમાં પોટેશિયમ, વિટામીન એ, વિટામીન સી,  ( Vitamin C ) મેગ્નેશિયમ, ઝીંક અને આયર્ન પુષ્કળ પ્રમાણમાં મળે છે. જે લોકો વજન ઘટાડવાની સમસ્યાનો સામનો કરે છે, ડૉક્ટર્સ અને તજજ્ઞો પણ તેમને યોગ્ય માત્રામાં બટાકાનું સેવન કરવાની સલાહ (Potato side effects) આપે છે. તેમાં હાજર કાર્બોહાઈડ્રેટ, ગ્લુકોઝ અને એમિનો એસિડ આપણને સ્વસ્થ રાખવામાં અસરકારક છે.

આટલા બધા સ્વાસ્થ્ય લાભો હોવા છતાં સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક પરિસ્થિતિઓમાં તેને ખાવાનું ટાળવું જોઈએ. કેટલીકવાર કેટલાક લોકોને બટાકાનું સેવન કરવું મુશ્કેલ લાગે છે. અમે તમને એવા લોકો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમણે કા તો બટાટાનું સેવન ન કરવું જોઈએ અથવા તો તેને મર્યાદિત માત્રામાં ખાવું વધુ સારું છે.

વધેલું વજન

બટાકામાં એવા ઘણા પોષક તત્વો હોય છે, જે વજન વધારવામાં અસરકારક માનવામાં આવે છે. નિષ્ણાતો એવા લોકોને બટાકાનું સેવન ન કરવાની સલાહ આપે છે, જેમનું વજન ઘણું વધારે છે. આવા લોકોએ બટાકાને તળ્યા કે શેક્યા પછી બિલકુલ ન ખાવા જોઈએ, સાથે જ બાફેલા બટેટા પણ વજન વધવા પાછળનું કારણ હોઈ શકે છે. જો તમને બટેટા ખાવાનું બહુ ગમે છે તો તેનું સેવન બહુ ઓછી માત્રામાં કરો.

એસિડિટી

બટાકાનું નિયમિત સેવન કરવાથી પણ એસિડિટી થઈ શકે છે. બટાકા ખાવાથી લોકોને ગેસ થઈ શકે છે અને આવી સ્થિતિમાં આ સમસ્યા તેમને ઘણા દિવસો સુધી પરેશાન કરી શકે છે. એવું કહેવામાં આવે છે કે રાત્રિભોજનમાં બટાકાની બનેલી વસ્તુઓ ખાવી સારી નથી, કારણ કે આ સમયે તે ગેસ અથવા એસિડિટી વધારે છે. મોટી માત્રામાં બટાકા ખાવાથી કેટલાક લોકો માટે પેટનું ફૂલવું સમસ્યા પણ થઈ શકે છે.

ડાયાબિટીસ

એવું કહેવાય છે કે મૂળ શાકભાજીમાં હાજર ખાંડ ડાયાબિટીસના દર્દીઓ માટે ખતરનાક સાબિત થાય છે. તેમાં રહેલ પ્રાકૃતિક શુગર શરીરમાં બ્લડ શુગર લેવલને અનિયંત્રિત કરી શકે છે. બટાટા પણ આવા શાકભાજીમાંથી એક છે અને તે ડાયાબિટીસના દર્દીઓ માટે સારા માનવામાં આવતું નથી. ડાયાબિટીસના દર્દીઓ ડૉક્ટર અથવા તજજ્ઞની સલાહ પર ઓછી માત્રામાં બટાકાનું સેવન કરી શકે છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

આ પણ વાંચો-

Health Care Tips: હૃદયને સ્વસ્થ રાખવા માટે ઉનાળામાં કરો આ ફળોનું સેવન

આ પણ વાંચો-

Healthy Vegetables : ભોજનની થાળીમાં આ ત્રણ શાકભાજીનો સમાવેશ અચૂક કરવાથી થશે ફાયદો

g clip-path="url(#clip0_868_265)">