વાસી ખોરાક ખાવાના છે ઘણા ગેરફાયદા, આ વસ્તુઓનું સેવન કરતા પહેલા વિચારજો

આજની વ્યસ્ત જીવનશૈલીમાં મોટાભાગના લોકો એકવાર વધુ રસોઈ કરે છે, જેને કારણે બીજા ટાઈમે રસોઈ ન કરવી પડે. ઘણીવાર વ્યસ્તતાના કારણે વધારે ખોરાક રાંધીને તેને ફ્રિજમાં રાખી દેતા હોય છે

વાસી ખોરાક ખાવાના છે ઘણા ગેરફાયદા, આ વસ્તુઓનું સેવન કરતા પહેલા વિચારજો
પ્રતિકાત્મક તસ્વીર

આજની વ્યસ્ત જીવનશૈલીમાં મોટાભાગના લોકો એકવાર વધુ રસોઈ કરે છે, જેને કારણે બીજા ટાઈમે રસોઈ ન કરવી પડે. ઘણીવાર વ્યસ્તતાના કારણે વધારે ખોરાક રાંધીને તેને ફ્રિજમાં રાખી દેતા હોય છે અને પછી ગરમ કરીને ખાતા હોય છે. ઘણા લોકો ખોરાક ફેંકવાની જગ્યાએ બચેલો ખોરાક ખાય છે. પરંતુ વાસી ખોરાક ખાવાથી આપણા સ્વાસ્થ્યને અસર પડે છે. ચાલો જાણીએ કે વાસી ખોરાક ખાવાથી કઈ સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

 

વાસી ખોરાકમાં બેક્ટેરિયા હોય છે

જ્યારે પણ આપણે ખોરાક રાંધીએ છીએ ત્યારે તેને ઓરડાના તાપમાને ઠંડુ કરીને ફ્રિજમાં મૂકી દઈએ છીએ. જેના કારણે બેક્ટેરિયા અને અન્ય હાનિકારક સુક્ષ્મસજીવો ખોરાકમાં ઉત્પન થવા લાગે છે. ઓરડાના તાપમાને રાખ્યા પછી રેફ્રિજરેટરમાં રાખવાથી બેક્ટેરિયા ઝડપથી ઉત્પન્ન થાય છે. જે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક નીવડી શકે છે. વાસી ખોરાક ખાવાથી અપચો, એસિડિટી અને ફૂડ પોઈઝનિંગનું જોખમ વધી જાય છે.

 

ફૂડ પોઈઝનિંગનું જોખમ

જો રસોઈના થોડા કલાકો ફ્રીજમાં ખોરાક ન રાખવામાં આવે તો તેમાં બેક્ટેરિયાનું પ્રમાણ વધી જાય છે. જેને કારણે ખોરાક બગડે છે. આ હાનિકારક બેક્ટેરિયાને કારણે ફૂડ પોઈઝનિંગનું જોખમ પણ વધે છે. ખાસ કરીને વાસી ચોખા ન ખાવા જોઈએ. કારણ કે ઓરડાના તાપમાને થોડો સમય પડી રાખ્યા બાદ ફૂડ ગરમ કરીને ખાવાથી ફૂડ પોઈઝનિંગનું જોખમ વધી જાય છે.

 

ડાયરિયા

જો ફૂડ પોઈઝનિંગ વધી જાય તો ઉલટી અને પેટની પીડાની સમસ્યા વધી જાય છે. આને લીધે શરીર ડિહાઈડ્રેટ થવા લાગે છે. આનું કારણ પાણીનો અભાવ હોઈ શકે છે. તેથી, વાસી ખોરાક ખાતા પહેલા તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

 

કઈ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ

વાસી ખોરાક લેવો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ખાસ કરીને ઈંડા, ચોખા, સીફૂડ અને પ્રોસેસ્ડ ઓઈલ ખાવાનું ટાળવું જોઈએ. આ બધી બાબતોમાં બેક્ટેરિયા ઝડપથી વિકાસ પામે છે. તેથી, આ વસ્તુઓ લાંબા સમય પછી ન ખાવી જોઈએ.

 

આ પણ વાંચો: BLACK GRAPES: કાળી દ્રાક્ષના છે અઢળક ફાયદા, વજન ઘટાડાની સાથે સ્વાસ્થ્યનું પણ રાખે છે ધ્યાન

Click on your DTH Provider to Add TV9 Gujarati