Teeth Care : દાંતોની સુંદરતા અને મજબૂતાઈ માટે આ પીણાંનો ત્યાગ કરવો છે જરૂરી

|

Aug 03, 2022 | 8:54 AM

કેટલીકવાર આપણે જાણ્યે અજાણ્યે એવી વસ્તુઓ (Food ) ખાઈ લઈએ છીએ, જેના કારણે દાંત અને પેઢા બંનેને નુકસાન થવા લાગે છે. આ સિવાય કેટલાક ડ્રિંક્સ પણ સ્મિતને બગાડવામાં સામેલ છે,

Teeth Care : દાંતોની સુંદરતા અને મજબૂતાઈ માટે આ પીણાંનો ત્યાગ કરવો છે જરૂરી
Teeth Care Tips (Symbolic Image )

Follow us on

જો તમે કોઈનું ધ્યાન આકર્ષિત (Attention ) કરવા માંગો છો, તો એક સ્મિત (Smile ) પૂરતું છે. હા, એક સુંદર સ્મિત તમારી સુંદરતામાં (Beauty ) વધારો કરી શકે છે. આ સિવાય આ સ્મિત જે તમારા વ્યક્તિત્વને નિખારે છે તેનો ઉપયોગ તમારો આત્મવિશ્વાસ બતાવવા માટે પણ થાય છે. સ્મિત સુંદર બનવા માટે, સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું સૌથી વધુ જરૂરી છે.

આપણે ઘણીવાર આપણા શરીરનું કે ત્વચાનું ધ્યાન રાખે છે. પણ લોકોને આકર્ષિત કરતા સ્મિત બતાવતા દાંતની કાળજી રાખવાનું ભૂલી જઈએ છીએ. કેટલીકવાર આપણે જાણે-અજાણે એવી વસ્તુઓ ખાઈ લઈએ છીએ, જેના કારણે દાંત અને પેઢા બંનેને નુકસાન થવા લાગે છે. આ સિવાય કેટલાક ડ્રિંક્સ પણ સ્મિતને બગાડવામાં સામેલ છે, જેનાથી બને તેટલું અંતર રાખવું વધુ સારું છે. આ એવા કયા પીણાં છે જે દાંતને ખરાબ રીતે નુકસાન પહોંચાડે છે, ચાલો જાણીએ.

કયા ડ્રિંક્સનો કરશો ત્યાગ ?

  • ડાયેટ સોડામાં દાંતની મજબૂતાઈ અને સુંદરતા સંપૂર્ણપણે બગાડી નાખવાની શક્તિ હોય છે.
  • કાર્બોરેટેડ યુક્ત પીણાંનું સેવન કરવાનું ભૂલશો નહીં.
  • બજારમાં મળતા સુગર અને એસિડયુક્ત પીણાં ટાળવા જોઈએ.
  • દાંતની સુંદરતા બગાડવામાં ચા અને કોફી સૌથી વધુ ફાળો આપે છે. તેમને પીવાનું ટાળો.
  • કૃત્રિમ રંગો અને ખાંડવાળા એનર્જી અને સ્પોર્ટ્સ ડ્રિંક્સ પણ દાંત માટે સારા ગણાતા નથી.
  • સાઇટ્રસ ફળોમાં, નારંગી, મોસંબી, દ્રાક્ષનો રસ ટાળો. તેનાથી દાંતની મજબૂતાઈ પર ખરાબ અસર પડે છે.
  • જાણ્યે-અજાણ્યે આપણે સામાન્ય રીતે આ પીણાંનું સેવન કરીએ છીએ, પરંતુ જ્યારે હસવાની વાત આવે ત્યારે તેનાથી બચવું વધુ સારું છે. કારણ કે સુંદર દાંત એ સુંદર સ્મિતનું જીવન છે.

આમ, આ ડ્રિંક્સ એવા છે જે તમારા દાંતનું સ્વાસ્થ્ય બગાડી શકે છે. જેથી શક્ય હોય ત્યાં સુધી આવા પીણાંનું સેવન ટાળવું જોઈએ જેથી તમારા દાંતોની મજબૂતાઈ અને સુંદરતા બંને જળવાઈ રહે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)

Next Article