
મીઠાં અને રસદાર દ્રાક્ષ સ્વાદિષ્ટ હોય છે. ખાસ કરીને બાળકોને તે ખૂબ જ ગમતા હોય છે. જોકે, ઘણા બજારોમાં ભેળસેળયુક્ત દ્રાક્ષ મળતા હોય છે. દ્રાક્ષને તાજા રાખવા માટે તેના પર વિવિધ કેમિકલ અને જંતુનાશકોનો સમાવેશ થતો હોય છે. સોશિયલ મીડિયા પર અવારનવાર આ પ્રકારના વીડિયો વાયરલ થતા હોય છે જેમાં સ્પષ્ટપણે દ્રાક્ષમાં સફેદ કેમિકલ ભેળવતા જોવા મળે છે. હકીકતમાં, દ્રાક્ષને ઝડપથી પકવવા અને તેની ચમક વધારવા માટે તેને રસાયણોમાં પલાળવામાં આવે છે. આમાં રાસાયણિક મીણનો પણ સમાવેશ થતો હોય છે, જે દ્રાક્ષને વધુ પડતી ચમકદાર બનાવે છે.
દ્રાક્ષની ખેતી દરમિયાન ઘણી જગ્યાએ જંતુનાશકોનો ઉપયોગ થાય છે. યોગ્ય સફાઈ વિના તેનું સેવન કરવાથી અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થતી હોય છે. દ્રાક્ષ પર સલ્ફર ડાયોક્સાઇડ જેવા પ્રિઝર્વેટિવ્સનો પણ છંટકાવ કરવામાં આવે છે.
બજારમાં મળતી દ્રાક્ષ પર જૂદા જૂદા કેમિકલ અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવે છે. આ તેમને ઝડપથી બગડતા અટકાવે છે તેમજ તેમની તાજગીને જાળવી રાખે છે. નિષ્ણાતોના મતે, જો ભેળસેળવાળી દ્રાક્ષ વધુ માત્રામાં ખાવામાં આવે તો દ્રાક્ષ પાચનતંત્રને નુકસાન પહોંચાડી શકે છે, જેના કારણે સતત પેટ ફૂલવું, ગેસ અથવા અપચો થઈ શકે છે. કેટલાક લોકોને એલર્જી પણ થઈ જાય છે.
હવે પેટ્રોલ ખર્ચને અલવિદા કહો ! આ સસ્તી EV કાર આપશે વધુ રેન્જ અને નવા ફીચર્સ… વધુ વાંચવા અહીં ક્લિક કરો
Published On - 8:16 pm, Thu, 12 March 26