અજીબ માગ…અમારી ડિલિવરી 22મી જાન્યુઆરીએ જ કરો, ગર્ભવતી મહિલાઓનો ડોક્ટરો પર દબાવ

|

Jan 10, 2024 | 9:15 AM

22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન થશે અને ભગવાન રામની મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવશે. ઘણી સગર્ભા સ્ત્રીઓ આગ્રહ રાખે છે કે આવા દુર્લભ યોગના શુભ સમયે તેમની ડિલિવરી થાય. ઘણી સ્ત્રીઓએ ડૉક્ટરોને તે જ દિવસે બાળકને જન્મ આપવા વિનંતી કરી છે અને સિઝેરિયન કરવા માટે ડોક્ટરો પાસેથી સલાહ લેવામાં આવી રહી છે. જ્યોતિષીઓની પણ સલાહ લેવામાં આવી રહી છે.

અજીબ માગ...અમારી ડિલિવરી 22મી જાન્યુઆરીએ જ કરો, ગર્ભવતી મહિલાઓનો ડોક્ટરો પર દબાવ
Pregnant women are demanding doctors

Follow us on

22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. આ સમારોહની તૈયારીઓ કરવામાં આવી છે અને આ ઉદ્ઘાટન સમારોહ માટે દેશના હજારો નાગરિકો અને સેલિબ્રિટીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. પરંતુ આ દરમિયાન દેશભરમાં અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે.

22 જાન્યુઆરીએ ડિલિવરી કરાવવાની ઘેલછા

ઘણી સગર્ભા સ્ત્રીઓ ભારપૂર્વક કહી રહી છે કે તેમની ડિલિવરી 22 જાન્યુઆરીએ કરવામાં આવે. જે રામ મંદિરના ઉદ્ઘાટન અને ભગવાન રામની મૂર્તિની સ્થાપનાના શુભ સમય સાથે એકરુપ હોય. ઘણી ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં 22 જાન્યુઆરીએ ઓછામાં ઓછી પાંચથી 10 સગર્ભા સ્ત્રીઓ સિઝેરિયન ડિલિવરી માટે ડૉક્ટરોની સલાહ લેતી જોવા મળે છે.

ડિલિવરી માટે જ્યોતિષીઓની પણ સલાહ લેવામાં આવી રહી છે

તબીબોનું કહેવું છે કે જે કેસમાં સિઝેરિયન જરૂરી હોય તે તારીખની આસપાસ સિઝેરિયન કરી શકાય છે. પરંતુ સિઝેરિયનની જરૂર ન હોય તેવા કિસ્સામાં ચોક્કસ તારીખે કરવું શક્ય નથી એમ પણ ડૉક્ટરે જણાવ્યું હતું. આ સિવાય આ દિવસે બાળકના જન્મને લઈને જ્યોતિષીઓની પણ સલાહ લેવામાં આવી રહી છે.

Surat Name : ગુજરાતના સુરત શહેરનું પ્રાચીન નામ શું છે? ઉપનામ કેટલા છે?
આજનું રાશિફળ તારીખ : 15-05-2024
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024

તમને ઘરના વડીલોનો મળશે સહયોગ

રામલલાના આગમન સાથે ઘણા યુગલો તેમના ઘરે પણ બાળકનું આગમન ઇચ્છે છે. જે મહિલાઓ 22 જાન્યુઆરીની આસપાસ જન્મ આપવા જઈ રહી છે તેઓ પણ આ શુભ દિવસે ડિલિવરી માટે ડૉક્ટરોને અરજી કરી રહી છે. ગર્ભવતી મહિલાઓની આ ઈચ્છા પૂરી કરવા માટે તેમના પતિ અને પરિવારના વડીલો પણ તેમને સાથ આપતા જોવા મળે છે. આવી વિનંતી કરતી અરજીઓ મોટી સંખ્યામાં આવવા લાગી છે. આ માટે ઘણા યુગલો સિઝેરિયન કરાવવા તૈયાર છે.

22 જાન્યુઆરીએ ડિલિવરી માટે ડૉક્ટરો પર દબાણ

હોસ્પિટલના ડૉક્ટરના જણાવ્યા અનુસાર તમામ ડિલિવરી કેસ માટે કોઈ ચોક્કસ દિવસ નક્કી કરી શકાતો નથી. ડૉક્ટરે કહ્યું, કેટલાક કેસ એવા છે જેમાં 15 દિવસમાં સિઝેરિયનની જરૂર પડે છે, આવા કિસ્સામાં તેમની ઈચ્છા મુજબ 22 જાન્યુઆરીની તારીખ નક્કી કરી શકાય છે.

બીજી તરફ કેટલીક હોસ્પિટલોમાં સગર્ભા મહિલાઓને સિઝેરિયન ડિલિવરી માટે ડોક્ટરો પર સતત દબાણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ ઘણા કિસ્સામાં સિઝેરિયન કરી શકાતું નથી. જો જરૂરી હોય તો જ સિઝેરિયન ડિલિવરી કરી શકાય છે.

આવી ડિલિવરી ખતરનાક બની શકે છે

ઘણા ડૉક્ટરોએ આવી (સિઝેરિયન) ડિલિવરીનો વિરોધ કર્યો છે. કારણ કે આમ કરવાથી મહિલા અને તેના ગર્ભમાં રહેલા બાળક બંનેના જીવ જોખમમાં મુકાઈ શકે છે, તેમ ડોકટરોનું કહેવું છે. જો કે, જો પ્રિ-મેચ્યોર ડિલિવરીનું જોખમ હોય તો ઘણા કપલો તેને અવગણતા હોવાનું ડૉક્ટરે જણાવ્યું હતું.

જીવનશૈલી અને હેલ્થ સહિતના તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.

Next Article