Pervez Musharraf : જાણો શું છે એમાયલોઇડિસ બીમારી, જેના કારણે પરવેઝ મુશર્રફની હાલત અતિગંભીર

|

Jun 10, 2022 | 11:35 PM

પરવેઝ મુશર્રફ(Pervez Musharraf) છેલ્લા ત્રણ અઠવાડિયાથી હોસ્પિટલમાં દાખલ છે. તેમની હાલત નાજુક છે. તે એમાયલોઇડિસ નામની ગંભીર બીમારીથી પીડિત છે.

Pervez Musharraf : જાણો શું છે એમાયલોઇડિસ બીમારી, જેના કારણે પરવેઝ મુશર્રફની હાલત અતિગંભીર
Pervez Musharraf
Image Credit source: topchand.com

Follow us on

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફ (Pervez Musharraf) છેલ્લા 3 અઠવાડિયાથી હોસ્પિટલમાં દાખલ છે. તેમની હાલત હજુ પણ નાજુક છે.જનરલ પરવેઝ મુશર્રફના પરિવારે ટ્વિટર દ્વારા આ માહિતી શેર કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે પરવેઝ મુશર્રફને એમાયલોઇડિસ(Amyloidosis)  નામની બીમારી છે. તેમના મોટાભાગના અંગો કામ કરતા નથી. આવી સ્થિતિમાં રિકવરી શક્ય નથી. ડૉક્ટરોનું કહેવું છે કે આ બીમારી ખૂબ જ ગંભીર છે અને તેમાં બચવાની શક્યતા ઓછી છે. એમાયલોઇ ડિસિસને કારણે શરીરના ઘણા ભાગોને નુકસાન થાય છે. જેના કારણે મૃત્યુ થઈ શકે છે.

ડોકટરોનું કહેવુ છે કે એમાયલોઇડિસ  એક ખતરનાક રોગ છે. જે બહુ દુનિયામાં ઓછા લોકોને થાય છે. એક મિલિયનમાંથી એક વ્યક્તિને આ રોગ હોય છે. દુનિયામાં ક્યાંય તેનો કોઈ ઈલાજ નથી.એમાયલોઇડિસને કારણે શરીરમાં હાજર પેશીઓની અંદર એક પ્રકારનું પ્રવાહી જમા થવા લાગે છે.આ એક પ્રકારનું વિચિત્ર પ્રોટીન છે. જેના કારણે શરીરના ઘણા અંગો યોગ્ય રીતે કામ કરી શકતા નથી. આ રોગની સૌથી ગંભીર અસર કિડની, હૃદય અને લીવર પર થાય છે. આ મલ્ટિપલ ઓર્ગન ફેલ્યોર અને મલ્ટીપલ ઓર્ગન ડિસફંક્શન તરફ દોરી જાય છે.આ સ્થિતિમાં શરીરના તમામ અંગો એકસાથે કામ કરવાનું બંધ કરી દે છે અને વ્યક્તિનું મૃત્યુ થાય છે.

પરવેઝ મુશર્રફના મૃત્યુની અફવાઓ ફેલાઈ હતી

પરવેઝ મુશર્રફના મૃત્યુની અફવા સોશિયલ મીડિયા પર ફેલાઈ હતી. ઘણા લોકો તેમને શ્રદ્ધાંજલિ આપવા લાગ્યા. જોકે, બાદમાં મુશર્રફના પરિવારે તેમના ટ્વિટર હેન્ડલ પરથી એક નિવેદન જાહેર કરીને તેમના સ્વાસ્થ્ય વિશે જાણકારી આપી હતી.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આ છે એમાયલોઈડિસના લક્ષણો

શરીરના કોઈપણ ભાગ પર એમાયલોઈડિસના લક્ષણો જોઈ શકાય છે. આ રોગમાં લીવર યોગ્ય રીતે કામ કરતું નથી. ભૂખ ઓછી થાય છે અને થાક લાગે છે. જો તે કિડનીને અસર કરે છે,તો કિડનીમાં ક્રિએટિનાઇનનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધી જાય છે અને ગંભીર કિડની ચેપ લાગી શકે છે. ઘણા કિસ્સાઓમાં, કિડની પણ ફેલાઈ જાય છે. આ સિવાય દર્દીનું હૃદય પણ ફેલાઈ શકે છે. આ કારણોથી મૃત્યુ થવાની સંભાવના છે.આ રોગ સામાન્ય રીતે વૃદ્ધ લોકોમાં જ થાય છે. બાળકોમાં આ કિસ્સો ભાગ્યે જ જોવા મળે છે. ભારતમાં પણ આ રોગના બહુ ઓછા કેસ છે. તેના લક્ષણો પણ સરળતાથી પારખી શકતા નથી.

 

Next Article