
દેશની ફેમસ એફએમસી કંપની પતંજલિએ દિવાળી પહેલા શેર હોલ્ડર્સને બમ્પર ગિફટ આપવા જઈ રહી છે. કંપનીના રોકાણકારોને 1 શેર પર 2 શેર બોનસમાં આપવા જઈ રહી છે. જેના માટે રેકોર્ડ ડેટની જાહેરાત કરી છે. બાબા રામદેવની આગેવાની વાળી કંપની પતંજલિ ફુડસ લિમિટેડે બોનસ શેર માટે 11 સપ્ટેમબર 2025ની તારીખ પસંદ કરી છે.પતંજલિ ફુડ્સ લિમિટેડ કંપની હજુ બીએસઆઈ પર લિસ્ટેડ છે. કંપનીએ એક્સચેન્જ ફાઈલિંગમાં જણાવ્યું કે, 2 રુપિયાની ફેસ વેલ્યુ વાળા એક સ્ટોક પર રોકાણકારોને 2 શેર બોનસમાં આપવામાં આવશે.
આ માટે કંપનીએ રેકોર્ડ ડેટની જાહેરાત આગામી મહિને સપ્ટેમ્બરની નક્કી કરી છે. જે 11 સપ્ટેમ્બર 2025 છે.તેમજ કંપની બોનસ શેર પહેલા કપંની ડિવિડન્ડ પણ આપી રહી છે. પતંજલિએ આ માટે 3 સપ્ટેમબરની તારીખ નક્કી કરી છે,બાબા રામદેવની આગેવાની વાળી આ કંપનીએ 1 શેર પર 2 રુપિયાનું ડિવિડન્ડ પણ આપી રહી છે. આ પહેલા પણ કંપનીએ રોકાણકારોને વર્ષ 2024માં 2 વખત ડિવિડન્ડ આપ્યું હતુ. આ પહેલા 8 રુપિયા અને બીજી વખત 14 રુપિયાનું ડિવિડન્ડ ઓફર કર્યું હતુ.
પતંજલિ ફૂડ્સ લિમિટેડે જૂન ક્વાર્ટરમાં ઉત્તમ પરિણામો દર્શાવ્યા છે. કંપનીએ કુલ 8,899.70 કરોડ રૂપિયાની આવક મેળવી છે, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં 7,177.17 કરોડ રૂપિયા કરતા ઘણી વધારે છે. કંપનીનો કુલ નફો 1,259.19 કરોડ રૂપિયા હતો, જે ગયા વર્ષ કરતા 23.81% વધુ છે. કર પછીનો નફો (PAT) 2.02% ના માર્જિન સાથે 180.39 કરોડ રૂપિયા હતો.
છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવારે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો. બજારનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ 693.86 પોઈન્ટના વધારા સાથે 81,306.85 પર બંધ થયો. સેન્સેક્સની મોટી કંપનીઓમાં પણ વેચવાલી જોવા મળી, જેની અસર પતંજલિ ફૂડ્સ લિમિટેડના શેર પર પણ પડી. પતંજલિના શેર 0.47 ટકાના નાના ઘટાડા સાથે 1804.05 રૂપિયા પર બંધ થયા.
બાબા રામદેવને લગતા તમામ સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો