શું તમે ક્યારેય નાગરવેલના પાન ચાવીને ખાધા છે? આ પાન ખાવાના ફાયદા જાણીને તમને આશ્ચર્ય થશે

|

May 21, 2022 | 3:04 PM

શું તમે ક્યારેય નાગરવેલના પાન ચાવીને ખાધા છે. જો નહીં, તો એકવાર અજમાવી જુઓ. તેમાં એટલા બધા ફાયદા છુપાયેલા છે કે તમે દંગ રહી જશો. આજે અમે તમને તે ફાયદાઓ વિશે જણાવીશું.

શું તમે ક્યારેય નાગરવેલના પાન ચાવીને ખાધા છે? આ પાન ખાવાના ફાયદા જાણીને તમને આશ્ચર્ય થશે
benefits of betel leaves

Follow us on

Paan : આપણે ઘણીવાર વિવિધ કાર્યોમાં પાનનો ઉપયોગ કરીએ છીએ. મંદિરમાં પૂજા કરવી હોય કે મીઠું પાન (Paan) બનાવવા માટે, સોપારીનો ઉપયોગ સામાન્ય બાબતમાં કરતા હોય છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે જો પાનને ચાવીને ખાવામાં આવે તો તે સ્વાસ્થ્યને મજબૂત બનાવી શકે છે. આજે અમે તમને તેના એવા ગુણોથી વાકેફ કરવા જઈ રહ્યા છીએ, જેને જાણીને તમે પણ ચોંકી જશો. ચાલો જાણીએ શું છે તે ફાયદા.

પાન ચાવવાથી ફાયદો થાય છે

નાગરવેલના પાનની અંદર એન્ટીઓક્સીડેન્ટ, એન્ટિમાઈક્રોબાયલ ગુણ હોય છે. તેના સેવનથી ઉધરસની સમસ્યાને પણ દૂર કરી શકાય છે. તેમજ ગળાને પણ સાફ રાખી શકાય છે. જો પાન ખાધા બાદ તેની લાળ પેટમાં જાય છે તો પાચન શક્તિ મજબુત બને છે.

ભોજન સહેલાઈથી પચી જશે

નાગરવેલના પાન પેટની તંદુરસ્તી માટે ખૂબ જ સારું છે. તેના નિયમિત સેવનથી પાચનક્રિયાને સ્વસ્થ બનાવી શકાય છે. તેની સાથે જ પેટને લગતી તકલીફોને પણ દૂર કરી શકાય છે. ચાવવાથી લાભકારી હોઈ શકે છે. જ્યારે તેને ચાવીને ખાઈએ છીએ ત્યારે લાળ ગ્રંથિ પર અસર પડે છે. જેનાથી સલાઈવ (saliva) લાળ બનવામાં મદદ મળે છે. જે આપણા પાચન તંત્ર માટે ખૂબ જરૂરી છે. જો તમે ભારે ખોરાક પણ જમ્યા હોય તો ત્યારબાદ તમે પાન ખાઈ લો, તેનાથી ભોજન સહેલાઈથી પચી જશે.

તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

નાગરવેલના પાન ચાવીને ખાવાથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે. તેના પાન ચાવવાથી બનતો જ્યુસ મોઢામાં છુપાયેલા બેક્ટેરિયાને મારી નાખે છે, જેથી તમે દુર્ગંધની ચિંતા કર્યા વગર આત્મવિશ્વાસથી બીજા સાથે વાત કરી શકો.

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

Next Article