ફકત મહિલાઓ માટે : જો તમારે બ્રેસ્ટ કેન્સરથી બચવું હોય તો આ લક્ષણોને અવગણશો નહીં, મહિલાઓએ આનું ધ્યાન રાખવું
ભારતમાં દર વર્ષે સ્તન કેન્સરના કેસ વધી રહ્યા છે. આ કેન્સર વિશે મહિલાઓમાં જાગૃતિનો ઘણો અભાવ છે. ગ્લોબોકોનના ડેટા અનુસાર, કેન્સરના તમામ કેસોમાં બ્રેસ્ટ કેન્સરનો હિસ્સો લગભગ 14 ટકા છે. મહિલાઓને બ્રેસ્ટ કેન્સર દરમિયાન અનેક લક્ષણો જોવા મળે છે. તેને ક્યારે પણ અવગણશો નહિ, ડોક્ટરોની તરત જ સલાહ લો.

ભારતમાં બ્રેસ્ટ કેન્સરના કેસ ઝડપથી વધી રહ્યા છે. મહિલાઓમાં આ કેન્સર ઝડપથી જોવા મળી રહ્યા છે. ગ્લોબોકોન ડેટા મુજબ તમામ પ્રકારના કેન્સરમાં બ્રેસ્ટ કેન્સર થવાનો હિસ્સો અંદાજે 14 ટકા છે. કેન્સરથી થતા મૃત્યુથી 10.6 ટકા લોકોના મૃત્યુ થાય છે. તેમ છતાં આ કેન્સરના કેસ દર વર્ષે વધી રહ્યા છે.
બ્રેસ્ટ કેન્સરને લઈ જાગૃતા કરવા માટે ફરીદાબાદમાં ભારત વિકાસ પરિષદ દ્વારાસંચાલિત ડોક્ટર સુરજ પ્રકાશ આરોગ્ય કેન્દ્ર થી અભિયાન શરુ કરવામાં આવ્યું છે. ફુઝીફિલ્મ ઈન્ડિયાએ આ અભિયાનની શરુઆત કરી હતી. જેના દ્વારા મહિલાઓને બ્રેસ્ટ કેન્સર વિશે જાણકારી આપવામાં આવી રહી છે.
ડોક્ટરનું કહેવું છે કે, 30 વર્ષની ઉંમરમાં જ બ્રેસ્ટ કેન્સરનું રિસ્ક વધી જાય છે. પરંતુ મોટાભાગની મહિલાઓને આના વિશે જાણ હોતી નથી. ત્યારે જાગૃતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેના દ્વારા શહેરી વિસ્તારોમાં ઝુપડ પટ્ટી વાળા વિસ્તારોની મહિલાઓમાં આના વિશે ટુંક સમયમાં જ સારવાર કરવાવા તેમજ સારવાર કરવવાનું અભિયાન ચાલી રહ્યું છે.
નિષ્ણાતો શું કહે છે
કેન્સર સર્જન ડો.અનુરાગ કુમાર કહે છે કે વિટામિન ડી સ્વાસ્થ્ય માટે સારું છે. તે સ્તન કેન્સરનું જોખમ ઘટાડે છે. જો કે એવું નથી કે જો શરીરમાં વિટામિન ડીની માત્રા સારી હોય તો બ્રેસ્ટ કેન્સર ક્યારેય નહીં થાય. કેન્સર માટે અન્ય ઘણા જોખમી પરિબળો છે. જેમ કે ખાવાની ખોટી આદતો, મોડા લગ્ન, બાળકને સ્તનપાન ન કરાવવું અને આનુવંશિક કારણો.
શું હોય છે બ્રેસ્ટ કેન્સર
ડોક્ટર સુરજ પ્રકાશ આરોગ્ય કેન્દ્ર ફરીદાબાદના ડાયરેક્ટર ડો,રમેશ અગ્રવાલે કહ્યું કે,લાઈફસ્ટાઈલની ખોટી આદતો, તેમજ કેટલાક જેનેટિક કારણોથી બ્રેસ્ટ કેન્સર થાય છે. આજકાલ ઓછી ઉંમરની મહિલાઓમાં આ સમસ્યાઓ જોવા મળી રહી છે. 25 છી 30 વર્ષના મહિલા વર્ગમાં બ્રેસ્ટ કેન્સરના કેસ સામે આવી રહ્યા છે.
શું હોય છે બ્રેસ્ટ કેન્સરના લક્ષણો
- બ્રેસ્ટમાં ગાંઠ
- બ્રેસ્ટની સાઈઝમાં ફેરફાર
- નિપલ્સમાં બળતરા
- બ્રેસ્ટમાં દુખાવો
- નિપ્પલમાંથી ડિસ્ચાર્જ થવું
આ પણ વાંચો : હેલ્થ વેલ્થ: શું તમે પણ સવારથી લઈ સાંજ સુધી ઈયરફોનનો ઉપયોગ કરો છો, તો તમને તમારી આ આદત ખુબ મોંઘી સાબિત થશે
Health અને લાઇફસ્ટાઇલના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
