IVF માટે વિદેશ જવાની જરૂર નથી, અમદાવાદમાં વૈશ્વિકકક્ષાની સારવાર ઉપલ્બધ

|

Jul 26, 2021 | 5:05 PM

જેમ જેમ વર્ષો પસાર થતા ગયા તેમ તેમ નવી નવી શોધને કારણે આઈવીએફ પધ્ધતિ સરળ થવાની સાથે સફળ પણ થતી ગઈ. ખાસ કરીને ઈન્જેકશન અને ઈન્કયુબેટરના વિકાસથી આઈવીએફ પધ્ધતિનો ઈતિહાસ જ બદલાઈ જવા પામ્યો છે.

IVF માટે વિદેશ જવાની જરૂર નથી, અમદાવાદમાં વૈશ્વિકકક્ષાની સારવાર ઉપલ્બધ

Follow us on

નિસંતાન-વંધ્યત્વ ધરાવતા દંપતિ માટે આશાનો એક શબ્દ છે આઈવીએફ (IVF). ઈન વિટ્રો ફેર્ટીલાઇઝેશનને ટુંકમાં આઈવીએફ તરીકે ઓળખવામાં આવે છે. દર વર્ષે 25 જુલાઈએ આઈવીએફ દિવસ ઉજવવામાં આવે છે. આજે વિશ્વમાં જે પ્રકારે આઈવીએફથી સારવાર કરવામાં આવે છે, તે જ પધ્ધતિએ અમદાવાદ, ગુજરાતમાં પણ સારવાર કરવામાં આવી રહી છે. દિવસે દિવસે થઈ ટેકનોલોજીમાં થઈ રહેલા વિકાસને પગલે, આજે આ પધ્ધતિથી સફળતાનો આંક 98 ટકા સુધી પહોચ્યો છે.

વિશ્વમાં સૌ પ્રથમ 1977માં આઈવીએફ પધ્ધતિથી બાળકનો જન્મ કરાવવામાં આવ્યો હતો. પ્રોફેસર એડવર્ડે દ્વારા અપનાવેલી આઈવીએફ પધ્ધતિથી સૌ પ્રથમ જન્મ 1978માં લુઈઝ બ્રાઉનનો થયો હતો. જો કે આ પધ્ધતિએ ગણતરીના દિવસોમાં જ ભારતમાં પણ મુખોપાધ્યાય નામના વૈજ્ઞાનિકે બાળકને જન્મ આપવવામાં મહત્વનું યોગદાન આપ્યુ હતુ. પરંતુ કેટલાક કારણોસર તે બાળક અંગેની જાણકારી સાર્વજનિક ના થવા પામી.

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

1977થી 2020 સુધીના સમયગાળામાં આઈવીએફ પધ્ધતિમાં અનેક ફેરફાર અને અવનવી શોધ થઈ. જે આખરે તો નિસંતાન દંપતિ માટે આર્શિવાદ સમાન નિવડી છે. એક સમય હતો જ્યારે સોનોગ્રાફિ કરીને ઈંડા લેવામાં આવતા હતા. પરંતુ જેમ જેમ વર્ષો પસાર થતા ગયા તેમ તેમ નવી નવી શોધને કારણે આઈવીએફ પધ્ધતિ સરળ થવાની સાથે સફળ પણ થતી ગઈ. ખાસ કરીને ઈન્જેકશન અને ઈન્કયુબેટરના વિકાસથી આઈવીએફ પધ્ધતિનો ઈતિહાસ જ બદલાઈ જવા પામ્યો છે. ખાસ કરીને પુરુષ વંધ્યત્વ ક્ષેત્રે બહુ મોટી સફળતા સાપડી છે.

આજે ગર્ભના કલ્ચર કન્ડિશન એટલે કે, ગર્ભ ઉછેર કરવાના સાધનોના વિકાસના કારણે, શુન્યથી પાંચ દિવસના ગર્ભનુ સ્કીન ઉપર નિરિક્ષણ કરી શકાય છે. આઈવીએફ ક્ષેત્રે 2010 બાદ સફળતાની સાથે સરળતા પણ આવી. ગર્ભ સાચવી રાખવાની ( ફ્રિઝ કરવાની ) પધ્ધતિ વિકસી. આ પધ્ધતિ 99 ટકા સફળ રહેવા પામી છે. એક સમયે માત્ર 20થી 25 ટકા જ સફળતા મળતી હતી તે આજે અવનવી ટેકનોલોજી અને નવા સંશોધનને કારણે 60થી 75 ટકા સફળતા મળી રહી છે.

ખાસ કરીને જીનેટીક પધ્ધતિનો વિકાસ થયો છે. કોઈને વારસાગત બિમારી હોય તો આઈવીએફ પધ્ધતિથી જન્મનાર નવજાત બાળકને આવી વારસાગત બિમારી ના થાય તે પધ્ધતિ પણ વિકસી છે.

IVF ટેકનિકમાં કેટલો બદલાવ આવ્યો ? World IVF Day પર વિંગ્સ હોસ્પિટલના IVF નિષ્ણાંત ડૉ.જયેશ અમીન સાથે | Tv9GujaratiNews

IVF ટેકનિકમાં કેટલો બદલાવ આવ્યો ? World IVF Day પર વિંગ્સ હોસ્પિટલના IVF નિષ્ણાંત ડૉ. જયેશ અમીન સાથે Tv9ના ડિજિટલ પ્લેટફોર્મ પર

#WorldIVFDay2021 #IVF #WingsWomenHospital #Tv9DigitalNetwork #Tv9GujaratiNews WINGS Hospitals

IVF ની શોધ કોને અને ક્યારે કરી ?
IVF ટેકનિકમાં કેટલો બદલાવ આવ્યો ?
આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધા અને સારવાર હવે ભારત અને ગુજરાતમાં,
આ વિશે તમામ માહિતી જાણો
World IVF Day પર વિંગ્સ હોસ્પિટલના IVF નિષ્ણાંત ડૉ. જયેશ અમીન સાથે Tv9ના ડિજિટલ પ્લેટફોર્મ પર

Posted by TV9 Gujarati on Saturday, July 24, 2021

 

એક સમયે લોકો આઈવીએફ પધ્ધતિ માટે યુરોપ કે અમેરિકા જતા હતા પરંતુ આપણા ભારતમાં પણ વિદેશ જેવી જ પધ્ધતિ અને સાધનોની મદદથી આઈવીએફ સરળતા અને સફળતા પૂરી પાડે છે. અને નિસંતાન દંપતિને ઘરે બાળક અવતરી શકે તેવી સુવિધાઓ અમદાવાદ અને ગુજરાતમાં પણ ઉપલબ્ધ છે.

Published On - 4:41 pm, Mon, 26 July 21

Next Article