New Mommy કાજલ અગ્રવાલે ડિલિવરી પછીનો અનુભવ વર્ણવ્યો, બાળકના નામનો પણ કર્યો ખુલાસો
કાજલ અગ્રવાલે (Kajal Agrawal ) વધુમાં લખ્યું છે કે, 'છેલ્લી ત્રણ રાતથી હું ઊંઘી શકી નથી, સવારે રક્તસ્ત્રાવ, ઓડકાર, પેટમાં દુખાવો અને ત્વચા પર તાણ, તેમજ પેડ્સનો ઉપયોગ અને બ્રેસ્ટ પમ્પિંગ શીખવાની સમસ્યા વચ્ચે ચિંતા અનુભવાઈ હતી.
બોલિવૂડ(Bollywood ) અને દક્ષિણ ભારતીય ફિલ્મોની જાણીતી અભિનેત્રી (Actress ) કાજલ અગ્રવાલે એક અઠવાડિયા પહેલા જ તેના પ્રથમ બાળકને(Child ) જન્મ આપ્યો હતો. કાજલ અગ્રવાલ અને તેના પતિ ગૌતમ કિચલેએ સોશિયલ મીડિયા પર પોતાના ચાહકોને પુત્રના જન્મની ખુશખબરી આપી હતી. પ્રેગ્નન્સી દરમિયાન પણ કાજલ અગ્રવાલ સતત હેડલાઇન્સમાં રહી હતી. કરીના કપૂર ખાન અને ભારતી સિંહ જેવી હસ્તીઓની જેમ, કાજલ અગ્રવાલે પણ ગર્ભાવસ્થા દરમિયાન સખત મહેનત કરી અને આ સુંદર તબક્કામાં મહિલાઓની શક્તિનું ઉદાહરણ આપ્યું. હવે અભિનેત્રીએ તેના બાળકના જન્મ પછી ગર્ભાવસ્થા અને બાળજન્મ પછીના તેના અનુભવો શેર કર્યા છે.
કાજલ અગ્રવાલના પુત્રનું નામ
અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, બાળજન્મ પછીનો સમય અથવા પોસ્ટપાર્ટમ તબક્કો ખૂબ ગ્લેમરસ ન હોઈ શકે, પરંતુ તે સુંદર હોઈ શકે છે. કાજલે આ સોશિયલ મીડિયા પોસ્ટમાં તેના પુત્રનું નામ રાખવા વિશે લખ્યું છે. કાજલે જણાવ્યું કે તેણે અને ગૌતમે પોતાના બાળકનું નામ નીલ કિચલુ રાખ્યું છે.
View this post on Instagram
કાજલે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે ‘અમે અમારા પુત્ર નીલનું આ દુનિયામાં સ્વાગત કરીએ છીએ અને અમે તેના આગમનથી ખૂબ જ ઉત્સાહિત છીએ. પરંતુ હું એ પણ કહેવા માંગુ છું કે બાળકને જન્મ આપવો એ ખૂબ જ થકવી નાખનારો છે પણ હા આનંદકારક અને સંતોષકારક અનુભવ છે. જન્મ પછી જ્યારે મેં પહેલી વાર નીલને ગળે લગાવ્યો ત્યારે એ ક્ષણ મારા માટે સૌથી ખાસ હતી. તે સમયે, હું પ્રેમની તીવ્રતા અને મહત્વને વધુ સારી રીતે સમજી શકી છું.
આ સમસ્યાઓ ડિલિવરી પછી આવી
કાજલ અગ્રવાલે વધુમાં લખ્યું છે કે, ‘છેલ્લી ત્રણ રાતથી હું ઊંઘી શકી નથી, સવારે રક્તસ્ત્રાવ, ઓડકાર, પેટમાં દુખાવો અને ત્વચા પર તાણ, તેમજ પેડ્સનો ઉપયોગ અને બ્રેસ્ટ પમ્પિંગ શીખવાની સમસ્યા વચ્ચે ચિંતા અનુભવાઈ હતી. જો કે, આ બધી મુશ્કેલીઓ વચ્ચે બાળકને તમારી સાથે જોવું એ એક અનુભવ છે જે બધી સમસ્યાઓ અને પરેશાનીઓથી ઉપર છે. હવે મારી સવારની શરૂઆત મારા નાના પુત્રને પ્રેમથી ગળે લગાવવાથી થાય છે, એકબીજાની આંખોમાં જોઉં છું અને તેને પ્રેમથી ચુંબન કરું છું. અમે પેરેન્ટહૂડના માર્ગ પર છીએ અને અમે ઘણું શીખી રહ્યા છીએ. આ અનુભવો વચ્ચે, હું કહી શકું છું કે બાળકના જન્મ પછીનો સમય સરળ અને અદ્ભુત ન કહી શકાય, પરંતુ તે ચોક્કસપણે સુંદર છે.
View this post on Instagram
(ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)
આ પણ વાંચો :
Health Condition : શું છે અફેસિયા ડિસઓર્ડર ? હોલીવુડ એક્ટર બ્રુસ વિલિસે પણ આ બીમારીથી પ્રોફેશનને કહ્યું અલવિદા
Detox Drink For Weight Loss: ડિટોક્સ ડ્રિંકથી ઝડપથી વજન ઓછું કરો, આ 5 ડિટોક્સ વોટર અજમાવો
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો