AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navratri Health: ઉપવાસની વાનગીમાં કેમ વાપરવામાં આવે છે સિંધવ મીઠું? સિંધવ મીઠાથી ફાયદો કે નુકસાન?

નવરાત્રીમાં ઘણા લોકોએ ઉપવાસ કર્યો હશે. તમે જાણતા હશો કે ઉપવાસ સમયે સાદા મીઠાની જગ્યાએ સિંધવ મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે. ચાલો તમને જણાવીએ આ પાછળનું કારણ.

Navratri Health: ઉપવાસની વાનગીમાં કેમ વાપરવામાં આવે છે સિંધવ મીઠું? સિંધવ મીઠાથી ફાયદો કે નુકસાન?
Navratri Health Why is Sindhav salt or Rock salt used in fasting dishes
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2021 | 10:20 PM
Share

નવરાત્રીમાં ઘણા લોકો ઉપવાસ કરતા હોય છે. આ દરમિયાન ઘણા લોકો માત્ર પાણી અને પ્રવાહી પર નવ દિવસનો ઉપવાસ રાખે છે. ત્યારે ઘણા લોકો આ ઉપવાસમાં ફરાળ પણ કરતા હોય છે. સૌને ખ્યાલ હશે કે ફરાળી વાનગીમાં મીઠાની જગ્યાએ સંચર એટલે કે સિંધવ મીઠું વાપરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સિંઘવ મીઠું વધુ શુદ્ધ અને આરોગ્ય (Helth) માટે સારું છે. પરંતુ તે કેવી રીતે બનાવવામાં આવે છે, કે તેને સામાન્ય મીઠા કરતા વધુ સારું માનવામાં આવે છે, તેના વિશે જાણો.

ખાવામાં વપરાતા સામાન્ય મીઠાને દરિયાઇ મીઠું એટલે કે સીસોલ્ટ (Sea Salt) કહેવામાં આવે છે કારણ કે તે દરિયાઈમાંથી મળે છે. તેને ખાદ્ય બનાવવા માટે, વિવિધ એન્ટી-કોકિંગ એજન્ટ અને ઘણી અન્ય રાસાયણિક પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે. આને કારણે, સામાન્ય મીઠામાં હાજર કેલ્શિયમ, પોટેશિયમ અને ખનિજોમાં ખૂબ જ ઘટાડો થાય છે.

પર્વત મીઠું હોય છે સિંઘવ મીઠું

સિંઘવ મીઠાને રોક સોલ્ટ અથવા પર્વત મીઠું (ROck Salt) કહેવામાં આવે છે. તે પ્રકૃતિમાંથી મળતું સંપૂર્ણ શુદ્ધ માનવામાં આવે છે. તેમાં ઘણા પોષક તત્વો હોય છે, જે શરીર માટે ખૂબ ફાયદાકારક છે. આ સિવાય સિંઘવ મીઠામાં મીઠું ઓછું હોય છે અને આયોડિનનું પ્રમાણ પણ ઓછું હોય છે, આને કારણે હાઈ બ્લડ પ્રેશર અને આંખની બળતરાની સમસ્યાને અંકુશમાં લેવામાં કામ આવે છે.

આ કારણે તેને ઉપવાસ દરમિયાન ખાવામાં આવે છે

હકીકતમાં સિંધવ મીઠું એ મીઠાનું સિંધવ સૌથી શુદ્ધ સ્વરૂપ છે કારણ કે તેને બનાવવા માટે કોઈપણ પ્રકારની ભેળસેળ કરવામાં નથી આવતી. તેથી તેને ઉપવાસ દરમિયાન ખાવામાં આવે છે. આ સિવાય ઉપવાસ કરનારને ઘણા બધા પોષક તત્વોની જરૂર હોય છે, રોક મીઠામાં આયર્ન, જસત, મેગ્નેશિયમ સહિત ઘણા પોષક તત્વો હોય છે, જે ઉપવાસ કરનારના શરીરમાં પોષક તત્વોની ઉણપને પૂર્ણ કરે છે.

જાણો ફાયદા

1. રોક મીઠું પચવામાં હળવું હોય છે. તેનાથી પાચન સુધરે છે. આ ઉપરાંત તે રોગપ્રતિકારક શક્તિમાં પણ સુધારો કરે છે.

2. રોક મીઠાનું સેવન કરવાથી શરીરમાં ઉર્જા આવે છે કારણ કે તે જરૂરી પોષક તત્ત્વો અને ખનિજો શોષી લેવામાં શરીરને મદદ કરે છે.

3. સામાન્ય દિવસોમાં સામાન્ય મીઠાને બદલે સિંધવ ખાવાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ સારું રહે છે. આ સાથે તે શરીરમાં પીએચ સ્તર જાળવવામાં પણ અસરકારક છે.

4. સિંધવ મીઠું શરીરમાંથી ચરબીવાળા કોષોને દૂર કરવામાં મદદ કરે છે, તેમજ ભૂખને કાબૂમાં રાખે છે. આ રીતે, તે વજન ઘટાડવા માટે પણ ખૂબ સારી રીતે કાર્ય કરે છે.

આ પણ વાંચો: Health Tips: 99 ટકા લોકો જમતા સમયે કરે છે આ ભૂલો! આજે સુધારો આદત, નહીં તો પડી જશે ભારે

આ પણ વાંચો: Ayurvedic Tips : કબજિયાતથી રાહત મેળવવા માટે અજમાવો આ આયુર્વેદિક ઉપાયો

(નોંઘ: આ લેખ પ્રાથમિક માહિતીઓના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. અહી સૂચવેલા કોઈ પણ પ્રયોગ-ઉપાયને અજમાવતા પહેલા નિષ્ણાંતની સલાહ લેવી)

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">